કમલનાથે દિગ્વીજયિંહનું અહેસાન ઉતારી દીધું, શિવરાજ સરકારે કરેલું અપમાન દૂધે ધોયું

મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર આવતાની સાથે જ બંગલાઓની ફાળવણીને લઈને ચર્ચા જાગી છે. નવા મુખ્યમંત્રી કમલનાથે કોંગ્રેસના પીઢ નેતા દિગ્વિજયસિંહને એ જ બંગલો ફાળવ્યો છે જે ભાજપ સરકારે કોર્ટના ચુકાદાને આગળ ધરીને દિગ્વિજયસિંહ પાસે જુલાઈ મહિનામાં ખાલી કરાવ્યો હતો. દિગ્વિજયસિંહને રાજ્યસભાના સભ્ય હોવાના નાતે આ બંગલો ફાળવવામાં આવ્યો છે. કમલનાથને સીએમ બનાવવામાં અને સિંધિયાને સીએમ બનતા અટકાવવામાં દિગ્વીજયસિંહે મોટી ભૂમિકા ભજવી હતી. પિતા -પુત્રએ કમલનાથની સ્થાનિક ધારાસભ્યોને ખેંચવાની જવાબદારી સ્વીકારીને સિંધિયાને એકલા પાડી દીધા હતા. દિગ્વીજયસિંહ જાણતા હતા કે, સિંધિયા મુખ્યમંત્રી બન્યા તો તેમની કારકીર્દીને ફટકો પડશે એટલે તેમને કમલનાથને સીઅેમ બનાવવા માટે ભરપૂર મદદ કરી હતી. જેનું અહેસાન આજે કમલનાથે ઉતારી દીધું છે.

ભાજપના મુખ્યમંત્રીના બંગલા શિવરાજે ખાલી થતા રોક્યા હતા

જોકે શિવરાજસિંહે તે સમયે મુખ્યમંત્રી તરીકેના પોતાના અધિકારોનો ઉપયોગ કરીને પૂર્વ સીએમ  ઉમા ભારતી અને બાબૂલાલ ગોરનો બંગલો ખાલી થતા બચાવી લીધો હતો પણ દિગ્વિજયસિંહને બંગલો ખાલી કરવો પડ્યો હતો. તે વખતે વહિવટીતંત્રે એવુ કારણ આગળ ધર્યુ હતુ કે જે પૂર્વ મુખ્યમંત્રીઓએ બંગલો યથાવત રાખવા અરજી કરી હતી તેમને બંગલામાં રહેવા દેવાયા છે. દિગ્વિજયસિંહે આવી કોઈ અરજી કરી નહોતી.

દિગ્વિજયસિંહ બંગલો મેળવવા અધિકાર રાખે છે

જ્યારે કોંગ્રેસે કહ્યુ હતુ કે રાજ્યસભાના સભ્ય હોવાના નાતે દિગ્વિજયસિંહ બંગલો મેળવવા અધિકાર રાખે છે. જોકે હવે નવી સરકારે ફરી આ જ બંગલો દિગ્ગીરાજાને સોંપી દીધો છે. કમલનાથે આ મુદ્દે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે શિવરાજસિંહને પણ નિયમ પ્રમાણે બંગલો ફાળવવાનુ નક્કી થઈ ગયું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter