GSTV
India News ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં મોટી હલચલ / ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી આવાસ છોડ્યું, હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે સીએમ હાઉસ ખાલી

મહારાષ્ટ્રમાં મંગળવારથી શરૂ થયેલા રાજકીય હાઈવોલ્ટેજ ડ્રામા આજે પણ જારી છે જેના પગલે ઉદ્ધવ ઠાકરેની સરકાર હાલકડોલક થઈ રહી છે આ સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે હથિયાર હેઠા મૂકી દીધા છે તેવી તસ્વીરો સામે આવી રહી છે. ઉદ્ધવ ઠાકરેનું સીએમ હાઉસ ખાલી થવા લાગ્યું છે સૌથી ચોંકાવનારી વાત એ છે કે, ઉદ્ધવ પણ બહાર નીકળી ગયા છે અને માતોશ્રી બહાર હજારો શિવસૈનિકો ઉમટી પડ્યા છે.

નોંધનીય છે કે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પ્રજાજોગ સંબોધન કર્યા પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવાર વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એકનાથ શિંદેને મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનાવવા શરદ પવારે પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

મહારાષ્ટ્રમાં રાજકીય હાઈવોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે આ સ્થિતિ વચ્ચે આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજ્યની પ્રજાને પ્રજાજોગ સંબોધન કર્યું હતું. જેમાં ઠાકરે કહ્યું કે,મને ખુરશીનો કોઈ મોહ નથી, પરંતુ વિધાનસભ્યો મને સીધી વાત કરે તો સીએમ પદ તો શું હું પાર્ટી અધ્યક્ષનું પદ છોડવા માટે પણ તૈયાર છું.

બીજી તરફ શિંદે દાવો કરી રહ્યાં છે કે તેમની પાસે 46 ધારાસભ્યો છે. જો કે ગુવાહાટીમાં હાલ શિવસેનાના 35 અને 2 અપક્ષ ધારાસભ્યો છે. વધુ ધારાસભ્ય મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલની સાથે ગુવાહાટી માટે નીકળ્યા છે એટલે કુલ 40 ધારાસભ્યો છે.

READ ALSO

Related posts

મિશન 2022 / કોંગ્રેસે જીગ્નેશ મેવાણી સહિત 7 કાર્યકારી અધ્યક્ષની નિમણૂંક, જાણો લિસ્ટમાં કોનું-કોનું નામ

Zainul Ansari

નકવી માટે હજુ આશા, સિંહનું ભાવિ ડામાડોળ : મોદી મંત્રીમંડળમાં ફેરફાર થશે

Hardik Hingu

મોદીના સૌજન્યની પ્રસંશા, તેજસ્વીને ફોન કર્યો : ટોચના નેતાઓ પણ ચિંતામાં

Hardik Hingu
GSTV