GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

કુમાર સ્વામીની અગ્નિપરિક્ષા શરૂ કહ્યું, ‘ભાજપને સરકાર પાડવાની આટલી ઉતાવળ શા માટે ?’

કર્ણાટકમાં રાજકીય ઘમાસાણ વચ્ચે સીએમ કુમારસ્વામી વિધાનસભામાં વિશ્વાસ મત રજૂ કર્યો. વિધાનસભામાં વિશ્વાસ મત દરમ્યાન કોંગ્રેસના બે ધારાસભ્ય ગેરહાજર છે. જેથી કુમારસ્વામીની મુશ્કેલીમાં વધારો થવાનો છે. વિશ્વાસ મતની ચર્ચા દરમ્યાન વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા શિવકુમાર વચ્ચે બોલાચાલી થઈ હતી. કુમારસ્વામીએ વિશ્વાસ મતની ચર્ચા દરમ્યાન જણાવ્યુ હતુ કે, સ્પીકર પર દબાણ વધારવામાં આવી રહ્યુ છે. મારા કાર્યકાળ દરમ્યાન જનતાનું કામ કરવામાં આવ્યુ.. વિપક્ષને સરકાર પાડવાની ઉતાવળ વધુ છે. ભાજપ આટલી ઉતાવળ કેમ કરે છે.

કોણ કોણ પહોંચ્યું ?

વિશ્વાસમત પહેલા ભાજપના ધારાસભ્ય વિધાનસભા પહોંચ્યા. તેમની સાથે યેદિયુરપ્પા પણ વિધાનસભામાં આવી પહોંચ્યા હતા. વિશ્વાસમત પહેલા વિધાનસભા બહાર સુરક્ષાનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. યેદિયુરપ્પાએ વિધાનસભામાં વિશ્વાસ મત પહેલા જીતનો દાવો કર્યો. તેમણે જણાવ્યુ હતુ કે, વિધાનસભામાં કુમારસ્વામી અને કોંગ્રેસ પાસે સંખ્યાબળ નથી. જેથી કુમારસ્વામીની સરકાર રાજ્યમાં લઘુમતી છે.

સરકાર રહેશે કે નહીં ?

કર્ણાટકમાં રાજકીય સંકટ વચ્ચે આજે સીએમ કુમાર સ્વામીની અગ્નિ પરીક્ષા થઈ રહી છે. સીએમ કુમાર સ્વામીએ વિધાનસભામાં આજે વિશ્વાસ મત રજૂ કરી રહ્યા છે. જેથી આજે કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધન વાળી સરકાર રહેશે કે નહી તે અંગે નિર્ણય તઈ જશે. વિશ્વાસમત પહેલા વિધાનસભાના બે કિલોમીટરના વિસ્તારમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી.

કર્ણાટકનું ગણિત શું કહે છે ?

રાજનીતિજ્ઞોનો દાવો છે કે કર્ણાટકમાં વર્તમાન સરકાર નહી રહે. 224 ધારાસભ્યો વાળી કર્ણાટક વિધાનસભામાં ધારાસભ્યોના રાજીનામાના ડ્રામા પહેલા ભાજપના 105 સભ્યો હતા. આ સિવાય કોંગ્રેસના 75 અને સ્પીકર તેમજ જેડીએસના 37 સભ્યો હતા. જોકે હવે ધારાસભ્યોએ પદ પરથી રાજીનામુ આપતા સમીકરણો બદલાયા છે. અને સરકાર માટે પડકાર શરૂ થયો છે. હાલ કોંગ્રેસમાં 65 ધારાસભ્યો અને જેડીએસ પાસે 34 ધારાસભ્યો જ બચ્યા છે. આ બંને પાર્ટીઓનો કુલ આંકડો વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા કરતા પણ ઓછો છે. જો આજે બળવાખોર 15 ધારાસભ્યો વિધાનસભા પહોંચે જ નહી તો સમગ્ર સમીકરણ બદલાઈ જશે.

READ ALSO

Related posts

ગૂગલ-એપલે ‘કોવિડ ટ્રેકિંગ’ને નામે ખરેખર ફોનમાં કરી છે ઘૂસણખોરી, આ રીતે કરો તમારા ફોનમાં ચેક

Pravin Makwana

વિકાસ દુબેના સહયોગી શશિકાંતની ધરપકડ, પોલિસ પાસેથી લૂંટેલી AK 47 અને ઈંસાસ રાયફલ કરાઈ જપ્ત

Mansi Patel

ભાજપનું પ્રતિનિધિમંડળ પહોંચ્યું રાષ્ટ્રપતિના શરણે, આ રાજ્યની સરકારને બર્ખાસ્ત કરવાના ધમપછાડા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!