અમરેલીના લાઠીમાં નેત્ર સુરક્ષા રથનું મુખ્યમંત્રી દ્વારા લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમા ઉપસ્થિત જનમેદની પાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આશીર્વાદ માગ્યા હતા. આ કાર્યક્રમ અગાઉ હેતની હવેલી ખાતે સવજી ધોળકીઆએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું શાલ ઓઢાડી સ્વાગત કર્યુ હતુ. જો કે ટૂંકા રોકાણ બાદ સીએમ લાઠીથી રવાના થયા હતા. આ કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યાં હતા. કાર્યક્રમને લઇ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીએ લાઠીની મુલાકાત લીધી
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના વિવિધ ગામોની મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લાઠીના દુધાળા, કેરીયા અને હરસુરપુર દેવળીયા ખાતે સુજલામ સુફલામ યોજના અંતર્ગત થયેલી જળસંચયની કામગીરી નીહાળી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલ કામગીરીથી પ્રભાવિત થયા હતા. ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકીયા સાથે સીએમએ જળસંગ્રહ માટે થયેલી કામગીરીની સમીક્ષા કરીને ખુશી વ્યક્ત કરી હતી. સાથો સાથ દુધાળામાં હેતની હવેલી ખાતે ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ કામગીરીની પ્રશંસા કરવાની સાથે જન આશીર્વાદ પણ માંગ્યા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ની આ મુલાકાત અંગે વાત કરતાં સવજીભાઈ ધોળકીયા એ જણાવ્યું હતું કે લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા જળસંચય અભિયાનથી મુખ્યમંત્રી અત્યંત પ્રભાવિત થયા હતા અને તેમની સાથે રહેલા અધિકારીઓ ને સુચના પણ આપી હતી કે આ પ્રકારની કામગીરી સમગ્ર ગુજરાતમાં થાય તો જમીનની પાણી ઉંચા આવી શકે છે..
અમરેલી જીલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારની કામગીરી થઈ રહી છે પરંતુ લાઠી તાલુકામાં થયેલી કામગીરી નમુનારૂપ છે, આજે મુખ્યમંત્રી ની આ મુલાકાત થી અમરેલી જિલ્લાના લોકો ને જળસંચય અભિયાન મા બળ મળશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.
READ ALSO
- પરિવાર વેરવિખેર / અંકલેશ્વરમાં પતિ જ પત્નીની હત્યા કરી ફરાર, પોલીસે આરોપી પતિને પકડવા ચક્રોગતિમાન કર્યા
- અમદાવાદ / ધોલેરા પાસે વર્ષ 2010માં કરી હતી યુવકની હત્યા, ક્રાઈમ બ્રાન્ચે હત્યાનો ભેદ ઉકેલી ચાર આરોપીઓની કરી અટકાયત
- ખેડૂતોની ફરી ચિંતા વધશે / ગુજરાતમાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારમાં થશે માવઠું
- Supreme Court / પક્ષપલટા વિરોધી કાયદામાં ગેરલાયક સાંસદોને ચૂંટણી લડતા અટકાવવાની માંગ, EC એ એફિડેવિટમાં કેન્દ્ર પર કહી આ વાત
- વડોદરા / રામનવમીની શોભાયાત્રા દરમિયાન ઉશ્કેરણીજનક ઉચ્ચારણો બદલ VHP નેતા રોહન શાહની અટકાયત