GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

સરકાર સતર્ક બની: આજે જામનગરની મુલાકાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ, લમ્પી વાયરસને લઈ સમીક્ષા કરશે

પશુઓમાં વકરતા લમ્પી વાયરસને લઈને સરકાર સતર્ક બની છે. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ કચ્છ બાદ સૌથી વધુ અસરગ્રસ્ત એવા જામનગરની મુલાકાતે છે. તેઓ જામનગરમાં લમ્પી વાયરસને લઈને સીએમ અધિકારીઓ સાથે મુલાકાત કરશે. જ્યાં લમ્પીગ્રસ્ત ગાયોની સારવાર ચાલી રહી છે. તેવી ગૌશાળાની પણ મુખ્યપ્રધાન મુલાકાત કરશે.

લમ્પી

ગુજરાતમાં પશુધનમાં પ્રસરેલા લમ્પી વાયરસ નિયંત્રણ માટે સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. રાજ્યમાં ગઈકાલે શુક્રવારે એક દિવસમાં 3 લાખથી નિરોગી પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે જ્યારે અત્યાર સુધી કુલ 15 લાખ 78 હજાર નિરોગી પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છં. લમ્પી વાયરસથી અસરગ્રસ્ત 42 હજારથી વધુ પશુઓ સ્વસ્થ થયા છે. આજે અસરગ્રસ્ત 22 જિલ્લામાંથી 2 જિલ્લામાં નવો એકપણ કેસ નોંધાયો નથી. રાજ્યના 22 જિલ્લામાં કુલ 60 હજારથી વધુ પશુઓમાં લમ્પી વાયરસના કેસ જોવા મળતાં તેમને સારવાર અપાઈ રહી છે.

અત્યાર સુધી રાજયના કચ્છ, જામનગર, દેવભુમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી,સુરેન્દ્રનગર, અમરેલી,ભાવનગર,બોટાદ,જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત ,પાટણ અરવલ્લી. પંચમહાલ, મહિસાગર, મહેસાણા, વલસાડ, વડોદરા અને આણંદ જિલ્લામાં લમ્પી વાયરસના કેસ જોવા મળ્યા છે જ્યાં પ્રશાસન દ્વારા સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્ય કક્ષાએ સ્ટેટ કંટ્રોલ રૂમમાં ટોલ ફ્રી નંબર 94099 03234 અને 94099 04234 કાર્યરત કરી મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રાજ્યકક્ષાએ ટાસ્કફોર્સની લમ્પી વાયરસ નિયંત્રણ, સારવાર પ્રોટોકોલ અને ટેક્નિકલ ગાઈડન્સ લેવામાં આવી રહ્યુ છે.

લમ્પી
  • લમ્પી વાયરસ નિયંત્રણ માટે પુરજોશમાં કામગીરી
  • અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે, સારવારની કામગીરી શરુ
  • અત્યાર સુધીમાં 15.78 લાખથી વધુ નિરોગી પશુઓનું રસીકરણ
  • છેલ્લા 24 કલાકમાં 3 લાખથી વધુ નિરોગી પશુઓનું થયુ રસીકરણ
  • તાત્કાલિક માહિતી અને મદદ માટે ટોલ ફ્રી હેલ્પ લાઈન નંબર 1962
  • સ્ટેટ કંટ્રોલ રૂમમાં ટોલ ફ્રી નંબર 94099 03234 અને 94099 04234 કાર્યરત
  • અત્યાર સુધીમાં 22 જિલ્લાના 2305 ગામમાં લમ્પી વાયરસના કેસ નોંધાયા
  • રાજ્યમાં લમ્પી વાયરસના એક્ટિવ કેસ 18127 છે જેઅસરગ્રસ્ત પશુઓને અપાઈ રહી છે સારવાર
  • 42565 અસરગ્રસ્ત પશુ થયા સ્વસ્થ
  • 24 કલાકમાં 2 જિલ્લામાં નવો એકપણ કેસ નોંધાયો નથી

Read Also

Related posts

મોટા સમાચાર / EVMથી જ થશે મતદાન, સુપ્રીમ કોર્ટે બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની અરજી ફગાવી

Bansari Gohel

લમ્પી વાયરસનો કહેર/ ગૌમાતાના ટપોટપ મોતથી દુખી આ ધારાસભ્ય ભગવાનના શરણે, રાખી 55 કિમી પગપાળા યાત્રાની બાધા

Bansari Gohel

જૂનાગઢ/ ભૂખ હડતાળ પર ઉતરેલા વેટરનરી ઇન્ટર્ન તબીબોમાંથી 2ની તબિયત લથડી, સિવિલ હોસ્પિટલમાં દાખલ

Bansari Gohel
GSTV