રાજકોટમાં આજે મુખ્યમંત્રીને મળીને પ્રજાના પ્રશ્નો રજૂ કરવા માટે ભાજપના વિપક્ષો, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કલેક્ટર તંત્રની મંજુરી મેળવી હતી પરંતુ, મુખ્યમંત્રીએ કોગ્રેસના નેતાઓ પાસેથી આવેદનપત્ર સ્વીકાર્યા બાદ આમ આદમી પાર્ટીને મળવાનો ઈન્કાર કરી દેતા ભારે હંગામો મચ્યો હતો અને આપના નેતાઓ કલેક્ટર કચેરીમાં જ ધરણાં પર બેસી ગયા હતા.

આમ આદમી પાર્ટીના અજીત લોખિલ, વશરામ સાગઠીયાએ જણાવ્યું કે અમને બપોરે 3.45 વાગ્યે મુખ્યમંત્રીને મળવાનો સમય ફાળવીને મંજુરી અપાતા અમે તેમની રાહ જોતા ત્યાં બેઠા હતા. અમારે લોકોને સ્પર્શતા 8 પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે માત્ર જનતાના હિતમાં રજૂઆત કરવી હતી. મુખ્યમંત્રી સાડાચાર વાગ્યે આવ્યા પરંતુ, અમને મળવા નથી માંગતા તેમ જણાવી દીધું હતું. સાગઠીયાએ જણાવ્યું કે આવતીકાલે હું દિવ્યાંગ,અનાથ કન્યાઓના લગ્ન કરાવી દેવાની તૈયારી છોડીને મુખ્યમંત્રીને રજૂઆત કરવા આવ્યો હતો પરંતુ, ભાજપને આમ આદમી પાર્ટીનો એટલો ડર છે કે મળવાની કે આવેદનપત્ર સ્વીકારવાની જ ના પાડી દીધી.

તેમણે ઉમેર્યું કે રાજ્યકક્ષાના વાહન વ્યવહાર મંત્રી ,રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ અમને મળીને આવેદનપત્ર સ્વીકારવા તૈયારી દાખવી પરંતુ, તેઓ સામે પણ પ્રશ્નો છે ત્યારે તેમને રજૂઆત કઈ રીતે કરાય? રાત્રિ સુધી અમે જ્યાં સુધી સી.એમ.રવાના ન થયા ત્યાં સુધી કલેક્ટર કચેરીમાં જ ધરણાં પર બેસી ગયા હતા. બાદમાં રોષ ઠાલવવા મિડીયા સમક્ષ વિડીયોથી વાત કરતા તે પ્રસારણ પણ બંધ કરાવાયુ હતું.
Read Also
- લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે
- મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?
- ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના
- કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ
- સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ