GSTV
Gandhinagar Trending ગુજરાત

સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાન-2022નો શુભારંભ કરાવ્યો, જાણો યોજનાથી ખેડૂતોને મળશે કેટલો લાભ

સુજલામ

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાન-2022નો શુભારંભ કરાવ્યો. સીએમ આ અભિયાનનો પ્રારંભ કરવા માટે ગાંધીનગરના કોલવડા ગામે પહોંચ્યા. જ્યાં તેમણે વડીયા તળાવથી જળ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ કે, આ યોજનાથી ખેડૂતોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લાભ થવાનો છે.

સુજલામ સુફલામ્ અભિયાનથી ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવશે અને માત્ર માનવી જ નહિ પશુ પંખી સૌ ને પૂરતું પાણી મળતું થશે. રાજ્યમાં આ જળ અભિયાનના ચાર તબક્કા જન સહયોગથી જવલંત સફળતાને વર્યા છે. વર્ષ ૨૦૧૮થી વર્ષ ૨૦૨૧ના વર્ષોમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ૫૬ હજાર ૬૯૮ કામો થયા છે. ૨૧ હજાર ૪૦૨‌ તળાવો ઉંડા કરવાના અને ૧ હજાર ૨૦૪ નવા ચેકડેમના કામો સાથે ૫૦ હજાર ૩૫૩ કિલોમીટર લંબાઇમાં નહેરો અને કાંસની સાફ-સફાઈના કાર્યો કરવામાં આવ્યા છે.

સુજલામ

સુજલામ સુફલામ જળ અભિયાન

  • સુજલમ સુફલામ જળ અભિયાનની શરૂઆત ૧ મેં ૨૦૧૮માં થઈ
  • વર્ષ ૨૦૨૧માં લોક ભાગીદારીના ૪,૯૬૪, મનરેગા હેઠળ ૫,૯૫૦ કામો હાથ ધરાયા
  • વિભાગીય રીતે ૪,૨૯૬ એમ કુલ ૧૫,૨૧૦ કામો હાથ ધાર્યા
  • જળસંગ્રહ શક્તિમાં ૧૯,૭૧૭ ધનફૂટ જેટલો વધારો થયો
  • રાજ્યમાં ૪ વર્ષમાં ૫૬,૬૯૮ કામો હાથ ધરવામાં આવ્યા
  • તળાવ ઉડા કરવાના ૨૧,૪૦૨ કામો હાથ ધાર્યા
  • ચેકડેમ ડિસિલટિંગ ૧૨,૨૨૧ કામો હાથ ધરવામાં આવ્યા
  • નવા ચેકડેમના ૧૨૦૪ કામો હાથ ધરવામાં આવ્યા
  • વન તળાવના ૧,૬૨૭ કામો હાથ ધરવામાં આવ્યા
  • ખેત તલાવડીના ૧,૬૩૫ કામો હાથ ધરવામાં આવ્યા
  • નદીને પુન: જીવિત કરવાના ૪૨૯ કામો હાથ ધરવામાં આવ્યા
  • ૫૦,૩૫૩ કિમિ લંબાઈની નહેરો કાસની સફાઈના કામો કરવામાં આવ્યા
  • રાજ્યમાં ૧૫૬.૯૩ લાખ લોકોને રોજગારી પ્રાપ્ત થઈ
  • લોકભાગીદારી હેઠળ ૧૮૨.૦૦ કરોડનો સરકારને સહયોગ પ્રાપ્ત થયો
  • ચાર વર્ષમાં ૬૧,૭૮૧ ઘન ફૂટ જળસંગ્રહ શક્તિનો વધારો થયો

જામનગરમાં રાઘવજી પટેલે સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાવ્યો

જામનગરમાં કૃષિ પ્રધાન રાઘવજી પટેલે સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. રાઘવજી પટેલ જામનગરના ખીજડિયા ગામે પહોચ્યા.. જ્યાં તેમણે જણાવ્યુ હતુ કે, જિલ્લામાં સિંચાઇની સમસ્યા હવે ભૂતકાળ બનશે. આ વર્ષે 13 હજાર જેટલા સિંચાઇના કામો કરવામાં આવશે. રાજ્યમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા રાજ્ય સરકાર કામ કરી રહી છે. સરકારે વરસાદી પાણીના સંગ્રહ માટે જુદી જુદી યોજના બનાવી છે. જેનો લાભ ખેડૂતોને મળવાનો છે.

સુજલામ

બનાસકાંઠા જિલ્લામાં આ અભિયાન અંતર્ગત જિલ્લામાં ૪૦૮ જલસંચયના કામો કરવામાં આવશે

બનાસકાંઠા જિલ્લામાં સુજલામ સુફલામ્ જલ સંચય અભિયાનનો પ્રારંભ થયો છે. આ અભિયાન અંતર્ગત જિલ્લામાં ૪૦૮ જલસંચયના કામો કરવામાં આવશે. જિલ્લાના ગુહાઇ,ખેડવા અને હરણાવ જળાશયોને ઊંડા કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહ પ્રધાન હાજરી આપવાના હતા જોકે, તેઓ અગમ્ય કારણોસર ગેરહાજર રહ્યા. ગૃહ પ્રધાન બેથી વધુ વખત જિલ્લામાં આયોજિત વિવિધ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન હોવા છતાં ગેરહાજર રહેતા રાજકીય ચર્ચાઓનો દોર શરૂ થયો છે. તો બીજી તરફ કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી હોવાથી નાના ભુલકાઓને બેસાડી ખુરશીઓ ભરવામાં આવી હતી.

Related posts

Solar Highway / દેશના આ રાજ્યમાં બની રહ્યો છે પહેલો સોલર એક્સપ્રેસ વે, જાણો શું છે ખાસ વાત

Nelson Parmar

India Vs South Africa Series: ભારતીય ટીમના પ્રવાસથી ક્રિકેટ સાઉથ આફ્રિકા થશે માલામાલ

Hardik Hingu

તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા

Rajat Sultan
GSTV