GSTV

રોડ શો / CM ભૂપેન્દ્ર પટેલ આજથી 2 દિવસ દુબઈ પ્રવાસે, ઉદ્યોગપતિઓને ગુજરાતમાં રોકાણ કરવા કરશે આહ્વાન

bhupendra-patel-CM

Last Updated on December 8, 2021 by Dhruv Brahmbhatt

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઇને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજથી બે દિવસ દુબઇના પ્રવાસે જશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે. જે અંતર્ગત તેઓ દુબઇમાં ઉદ્યોગકારો સાથે મુલાકાત કરી તેમને ગુજરાતમાં રોકાણ કરવા માટે આહ્વાન કરશે. આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દુબઇમાં રોડ શો યોજશે. મુખ્યપ્રધાનની સાથે મુખ્ય સચિવ સહિતનું ડેલીગેશન ઉપસ્થિત રહેશે અને આવતી કાલે ડેલીગેશન પરત ફરશે.

આજ રોજ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને દુબઈમાં રોડ શોનું આયોજન

અત્રે ઉલ્લેખનીય છે કે, તારીખ 8 અને 9 ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિદેશના પ્રવાસે છે. 8મી ડિસેમ્બરે આજ રોજ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને દુબઈમાં રોડ શોનું આયોજન છે તો અમેરિકા, જર્મની, નેધરલેન્ડ, યુ.કે, ફ્રાન્સ, જાપાનમાં પણ રોડ શોનું CM દ્વારા આયોજન કરાયું છે. 9મી ડિસેમ્બરે ડેગીલેશન પરત ફરશે. જો કે ઓમિક્રોન ગાઈડ લાઇન પ્રમાણે CM સહિત ડેલીગેશન ગુજરાત આવશે ત્યારે તેમના પણ RTPCR ટેસ્ટ થશે.

CMની ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગકારોએ 12 જેટલાં MOU ગાંધીનગરમાં સંપન્ન કર્યા હતાં

આગામી મહીનો જાન્યુઆરી 2022માં તારીખ 10થી 12 દરમ્યાન યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પૂર્વ તૈયારીઓ રૂપે ગુજરાત સરકાર સાથે આ સોમવારના રોજ CMની ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગકારોએ રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે સૂચિત રોકાણો અંગેના 12 જેટલાં MOU ગાંધીનગરમાં સંપન્ન કર્યા હતાં.

GSTV

READ ALSO :

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

એક્શનમાં વિપક્ષ / કોંગ્રેસે કોર્પોરેશનની ઓફિસો અને હોસ્પિટલોમાં બાઉન્સરો રાખવાનો ઉઠાવ્યો મુદ્દો, ઉગ્ર વિરોધ કરવાની ઉચ્ચારી ચિમકી

GSTV Web Desk

વિવાદિત દરખાસ્ત / કમર તોડી નાખે તેવી મોંઘવારી વચ્ચે શહેરીજનો પર કરબોજ વધારવાની તૈયારીમાં AMC

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!