GSTV

શપથ ‘ગ્રહણ’ : જૂનાજોગીઓને રામ રામ, નવા ચહેરાઓને તક આપતા વિવાદ વકર્યો, બધુ બરાબર થતાં સાંજ પડી જશે!

Last Updated on September 15, 2021 by Pritesh Mehta

રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શપથગ્રહણ પછી આજે બુધવારના રોજ કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે. પરંતુ હાલમાં આ સમગ્ર મામલો ડખ્ખે જતો જાય દેખાઈ રહ્યો છે. નવા ચહેરાઓને લઈને અસંતોષ દેખાઈ રહ્યો છે. પહેલા મંત્રીઓનું શપથગ્રહણ બપોરે યોજાવાનું હતું. પરંતુ તેને સાંજ સુધી ટાળી દેવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ સીએમ ભૂપેન્દ્ર પટેલ સમગ્ર મંત્રીમંડળમાં ફેરફાર ઈચ્છે છે. જેના કારણે આંતરીક કલહ વધ્યો છે. બીજેપીના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 90% મંત્રીઓને હટાવવામાં આવશે. એક અથના બે મંત્રી એવા હશે કે જેમને બીજી વખત મંત્રી બનાવવામાં આવશે, આમામલાને લઈને રાજ્યના રાજકારણમાં તનાતની વધી ગઈ છે.

bhupendra patel vs rupani

પૂર્વ સીએમ વિજય રૂપાણીના નિવાસ સ્થાન પર પહોંચ્યા નેતા

મળતીમાહિતી મુજબ ઈશ્વર પટેલ, ઈશ્વર પરમાર, બચુ બાખડ, વાસણ આહીર, યોગેશ પટેલ પૂર્વ મુખ્યમંત્રી વિજયરૂપાણીના નિવાસ સ્થાન પર પહોંચા જ્યાં તેમની મિટીંગ ચાલી રહી છે. ેવું માનવામાં આવી રહ્યું છે કે મંત્રી ના બનવાન કારણે નારાજ ધારાસભ્ય મળવા પહોંચ્યા છે.

વિજય રૂપાણીના રાજીનામા પછી બીજેપીના દિગ્ગજ નેતા નીતિન પટેલ, ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા, આરસી ફળદુ, કૌશિક પટેલાના રાજકીય ભવિષ્યને લઈને પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. રૂપાણી સરકારમાં નીતિન પટેલ ડે. સીએમની સાથે નાણાંમંત્રી પણ હતા, ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા શિક્ષણ મંત્રી સંભાળી રહ્યા હતા, આરસી ફળદુ, કૃષિ મંત્રી અને કૌશિક પટેલ મહેસૂલ મંત્રી હતા. આ ચારેય ગુજરાતમાં બીજેપીના સૌથી જૂના ચહેરા છે.

READ ALSO

Related posts

Big Breaking / ટી20 પછી RCBની પણ કેપ્ટનશીપ છોડશે વિરાટ કોહલી, મેચના એક દિવસ પહેલા આપી આ જાણકારી

Zainul Ansari

દેશના ઇતિહાસની પ્રથમ ઘટના / આ રાજ્યમાં વિપક્ષ વગર ચાલશે સરકાર, તમામ પક્ષો પ્રજાના કામ માટે આવ્યા એક સાથે

Zainul Ansari

‘ભાજપ એટલે નીતિનભાઈ અને કમળ એટલે નીતિનભાઈ’: પૂર્વ નાયબ મુખ્યપ્રધાને ઈશારામાં વિરોધીઓ પર સાધ્યું નિશાન, રામાયણની મંથરા સાથે કરી સરખામણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!