જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ના પરિવાર દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે, જે ભાગવત સપ્તાહ ના કાર્યક્રમમાં આવતીકાલે ૧૧.૩૦ વાગ્યે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ હાજરી આપશે, અને વ્યાસપીઠ નું પૂજન કરી કથા શ્રવણ કરશે.

ગુજરાત રાજ્યના પૂર્વ રાજ્ય મંત્રી અને ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ના પરિવાર દ્વારા જામનગરના પ્રદર્શન મેદાનમાં પૂજ્ય રમેશભાઈ ઓઝાની ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પણ ભાગવત સપ્તાહ ના કાર્યક્રમમાં હાજરી આપવા માટેનું હકુભા જાડેજા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જે નિમંત્રણ મુખ્યમંત્રી દ્વારા સહર્ષ સ્વીકાર કરવામાં આવ્યું છે. જેના સંધાને તેઓ આવતીકાલે જામનગર આવી પહોંચશે, તેવો સંદેશો મળ્યો છે.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે અમદાવાદ-ગાંધીનગર થી નીકળીને જામનગરના એરપોર્ટ પર હવાઇ માર્ગે આવી પહોંચ્યા પછી મોટરમાર્ગે ૧૧.૩૦ વાગ્યે પ્રદર્શન ગ્રાઉન્ડમાં કથા સ્થળે પહોચશે, અને ત્યાં વ્યાસપીઠ નું પૂજન કર્યા પછી પૂજ્ય રમેશભાઈ ઓઝા પાસે આશીર્વચન મેળવશે. ત્યાર પછી તેઓ ૨૦ મિનિટ થી અડધો કલાક નું રોકાણ કરીને ફરીથી અમદાવાદ-ગાંધીનગર પરત ફરશે. તે પ્રકારનો કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
Read Also
- ‘તે મને જંગલ તરફ ખેંચી રહ્યો હતો, હું ખરાબ રીતે ચીસો પાડી રહ્યો હતો’ : આ એક્ટ્રેસે જણાવી હૃદયદ્રાવક ઘટના
- ગુજરાતના 6 પોલીસ અધિકારીઓ સહિત 151 પોલીસ કર્મીઓને આ વર્ષે તપાસમાં શ્રેષ્ઠતા માટે આપવામાં આવ્યો કેન્દ્રીય ગૃહ મંત્રી મેડલ
- સાવધાન/ એક વાર પીઝા ખાવાથી જીવનની 7.8 મિનિટની ઉંમર થાય છે ઓછી, લાંબુ જીવન જીવવું હોય તો આ વસ્તુઓથી બનાવી લેજો દૂરી
- મૌની રોયે હોટલની બહાર પૈસા માગનારી બે મહિલાઓને ગળે લગાડી, પ્રેમ વરસાવી કર્યું વહાલ, Video જોશો તો તમે પણ વિચારતા રહી જશો
- ‘હર ઘર તિરંગા’ / પોસ્ટ વિભાગે માત્ર 10 દિવસમાં 1 કરોડથી વધુ રાષ્ટ્રીય ધ્વજનું કર્યું વેચાણ, 4.2 લાખ કર્મચારીઓ ખડેપગે