GSTV
Home » News » જો ગુજરાતમાંથી દારૂ ન મળે તો હું રાજનીતિ છોડી દઉં, મળશે તો શું રૂપાણી છોડશે ખુરશી

જો ગુજરાતમાંથી દારૂ ન મળે તો હું રાજનીતિ છોડી દઉં, મળશે તો શું રૂપાણી છોડશે ખુરશી

રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતે ગુજરાતમાં દારૂના વેચાણ અંગે આપેલા નિવેદન બાદ રાજકીય ઘમાસાણ શરૂ થયુ છે. સીએમ વિજય રૂપાણીએ ગહેલોતના નિવેદન બાદ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા માફીની માગ કરી હતી. ત્યારે આ મામલે અશોક ગહેલોતે સીએમ રૂપાણીને જવાબ આપતા જણાવ્યુ કે, ગુજરાતમાંથી દારૂ ન મળે તો હું રાજનીતિ છોડી દઈશે.

ગુજરાતમાં ઘર ઘરમાં દારૂ પીવાય છે

અને ગુજરાતમાંથી દારૂ મળે તો રૂપાણીએ રાજનીતિ છોડી દેવી જોઈએ. ગહેલોતે ગત દિવસે જણાવ્યુ હતુ કે, તેઓ રાજસ્થાનમાં દારૂ પર પ્રતિબંધ મુકવાના સમર્થનમાં છે. પરંતુ જ્યા સુધી કડક વ્યવસ્થા ન હોય ત્યા સુધી દારૂબંધી પણ કરવી અયોગ્ય છે. ગુજરાતમાં આઝાદી બાદ દારૂબંધી હોવા છતા ઘર-ઘરમાં દારૂ પીવાય છે અને વેચવામાં પણ આવે છે. રાજસ્થાનમાં એક વખત પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જોકે, બાદમાં આ પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યો હતો.

Ashok Gehlot jauhar

પ્રથમ નિવેદનમાં શું કહ્યું હતું અશોક ગેહલોતે

રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતે દારૂબંધી અંગે જણાવ્યુ હતું કે, તેઓ રાજસ્થાનમાં દારૂ પર પ્રતિબંધ મુકવાના સમર્થનમાં છે. પરંતુ જ્યા સુધી કડક વ્યવસ્થા ન હોય ત્યા સુધી દારૂબંધી પણ કરવી અયોગ્ય છે. ગુજરાતમાં આઝાદી બાદ દારૂબંધી હોવા છતા ઘર-ઘરમાં દારૂ પીવાય છે અને વેચવામાં પણ આવે છે. રાજસ્થાનમાં એક વખત પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જોકે, બાદમાં આ પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે, ગુજરાત, બિહાર, નાગાલેન્ડ અને મિઝોરમમાં દારૂબંધી છે. જ્યારે આ મામલે રાજસ્થાનની સરકાર આગામી દિવસોમાં મહત્વના નિર્ણય લઈ શકે છે.

READ ALSO

Related posts

દેશમાં લોકોના સ્વાસ્થ્ય સાથે રમતનો એક મામલો સામે આવ્યો,

pratik shah

ઝિમ્બાબ્વેમાં મોંઘવારી આસમાને પહોંચી, એક રાતમાં બ્રેડની કિંમતમાં 60 ટકા વધારો

Kaushik Bavishi

કરવાચોથ પર પતિએ ગિફ્ટ ન આપી, વિફરેલી પત્નીએ દોડાવી-દોડાવીને ઢીબી નાંખ્યો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!