GSTV

ભાજપવાળા એક કલાકમાં શાહિન બાગનો રસ્તો ખુલ્લો કરે, મારા તરફથી લીલી ઝંડી

Last Updated on January 28, 2020 by Mansi Patel

નાગરિકતા સંશોધન એક્ટ વિરૂદ્ધ દિલ્હીના શાહિન બાગમાં જોવા મળતા પ્રદર્શન પર હવે  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મૌન તોડ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રીએ એક ટ્વીટ કરી લખ્યું  શાહિન બાગમાં બંધ રસ્તાને કારણે લોકોને ભારે પરેશાની થઈ રહી છે, ભાજપ નથી ઈચ્છતું કે આ રસ્તો ખુલે.

દિલ્હીના સીએમએ કહ્યું કે ભાજપવાળા એક કલાકમાં શાહિન બાગનો રસ્તો ખુલ્લો કરે, જેમાં મારા તરફથી લીલી ઝંડી છે. ગૃહ મંત્રી અમિત શાહ સહિત ભાજપના નેતાઓ આ મુદ્દે આપ પર નિશાન સાધી રહ્યાં છે ત્યારે હવે કેજરીવાલે આ મુદ્દે મૌન તોડતા કહ્યું કે ભાજપ નથી ઈચ્છતું કે આ રસ્તો ખુલે.

કેજરીવાલે વધુમાં કહ્યું કે ગૃહ મંત્રી અમિત શાહ, રવિશંકર પ્રસાદ અને પીયૂષ ગોયલને અપીલ કરું છું કે તેઓ શાહિન બાગ જાય અને ત્યાંના લોકો સાથે વાતચીત કરી રસ્તો ખોલાવે. ભાજપ દેશની સુરક્ષા પર ગંદી રાજનીતિ કરે છે.

ગૃહ મંત્રાલયના કામ પર સવાલો કરતાં કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં લો એન્ડ ઓર્ડરની વ્યવસ્થા પ્રેસ કોન્ફરન્સથી નહીં સુધરે પરંતુ કંઈ કામ કરવાથી સુધરશે. અમારી પાસેથી શીખો કે કઈ રીતે કામ થાય છે.

READ ALSO

Related posts

ઓલિમ્પિક/ ગોલ્ડ મેડલની મજબૂત દાવેદાર વિનેશ ફોગાટ હજુ સુધી નથી પહોંચી શકી ટોક્યો, આ મુશ્કેલી પડતાં એરપોર્ટ પર જ અટકી જવું પડ્યું

Harshad Patel

સાવધાન / બાળકો માટે ખૂબ જ જોખમકારક છે ઓનલાઇન ક્લાસ, શરીરની સાથે-સાથે મગજ પર પણ પડે છે ખરાબ અસર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!