GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

સામાન્ય માણસને કાયદાનો પાઠ, CM અને PMએ આ રીતે કર્યો છે ટ્રાફિક નિયમનો ભંગ

રાજ્યમાં ગુજરાતમાં ટ્રાફિકના નવા કાયદા અમલી બન્યાં છે. પણ ચોંકાવનારી વાત તો એ છે કે, વડાપ્રધાન  નરેન્દ્ર મોદીની કાર પીયુસી સર્ટિફિકેટ નથી. જે વાસ્તવમાં ફરજિયાત છે. આ ઉપરાંત ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી જે કારમાં ફરી રહ્યાં છે તેનો વિમો નથી. તેની ચર્ચાથી સોશિયલ મિડિયામાં તો કોમેન્ટોનું ઘોડાપુર ઉમટ્યું છે.

લોકો ભાજપના શાસકો સામે ભરપૂર રોષ ઠાલવી રહ્યાં છે.  ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બ્લેક ટોયેટો લેન્ડ ક્રૂઝર ડીએલ  2સીએ- એક્સ 2988 નંબરની કારમાં સવાર હતા. આ કારને પીયુસી સર્ટિફિકેટ જ નથી. તેની સમયમર્યાદા પૂર્ણ થઇ ચૂકી છે. વાસ્તવમાં પીયુસીએ ફરજિયાત દસ્તાવેજ છે. આ કાર 13 જુલાઇ,2017ના રોજ એસપીજીના નામે રજીસ્ટ્રેશન થયેલી છે.

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની  સ્કોર્પિયો કાર ડીજીપીના નામે નોંધાયેલી છે. જોકે, આ કારને પણ વિમો નથી. વિમો પૂરો થઇ ચૂક્યો છે. ખુદ સરકારની જ સત્તાવાર એપ્લિકેશન એમપરિવહનમાં આ બંન્ને મહાનુભાવોની કારમાં પીયુસી અને વિમો નથી તેવી વિગતો દર્શાવવામાં આવી છે. બંને નેતાઓની કારના ફોટા સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થયાં છે.

સોશિયલ મિડીયામાં તો લોકો સરકારની ખૂબ જ ટીકા ટિપ્પણી કરી રહ્યાં છે. કોંગ્રેસે પણ આ મામલે રાજકીય નિશાન તાક્યુ છે. તો ભાજપે ખુલાસો કરવા મજબૂર થવુ પડ્યુ છે. જોકે ભાજપે તો ખુલાસો કર્યો પણ ખુદ સરકારની એપ્લિકેશન જ બંન્ને મહાનુભાવોની કારનો પુરાવો છે ત્યારે સવાલ એ થાય છે કે, સરકારની વેબસાઇટ સાચી કે પછી ભાજપ સાચું છે.

Read Also

Related posts

હવે ચીની બ્રાન્ડના સ્માર્ટફોનને તણાવનો લાગ્યો ઝટકો, ભારતમાં આટલા ટકા ઘટી જશે વેચાણ

Dilip Patel

રાજ્યમાં કોરોનાના બની રહ્યા છે નવા રેકોર્ડ, સતત 600 પ્લસ નવા પોઝીટીવ સાથે 7 દિવસમાં 4500થી વધુ કેસ

Harshad Patel

મહિન્દ્રા બોલેરો બધી કારને પાછળ રાખીને આ રીતે નંબર -1 પર, આ કારોના વેંચાણમાં થયો વધારો

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!