GSTV

પંજાબમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ બાજવાની સુરક્ષા દૂર કરાતા વિવાદ

રાજસ્થાનમાં રાજકીય અસ્થિરતાનો અંત આવ્યો છે. કોંગ્રેસના બે જૂથો વચ્ચે સમાધાન થતા મામલો થાળે પડ્યો છે. ત્યારે હવે પંજાબમાં રાજકીય ગરમાવો વધ્યો છે. પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ પ્રતાપ સિંહ બાજવા રાજ્યની કોંગ્રેસ સરકાર સામે સતત નિવેદન આપી રહ્યા છે. તેવામાં તેમને અપાયેલી રાજ્યની પોલીસ સુરક્ષા પાછી લેવાતા વિવાદ વધ્યો છે. આ અંગે પંજાબ સરકારે એવી દલીલ કરી છે કે બાજવાને પહેલાથી જ કેન્દ્ર સરકાર તરફથી ઝેડ પ્લસ સુરક્ષા મળી છે, જેથી તેમને પંજાબ પોલીસની સુરક્ષાની જરુર નથી.

પંજાબ પોલીસના ડીજીપી સામે લગાવ્યો આરોપ

રાજ્યની પોલીસ સુરક્ષા દૂર થતા બાજવાએ પંજાબ પોલીસના ડીજીપી દિનકર ગુપ્તા પર આક્ષેપ લગાવતા કહ્યું કે રાજકીય હસ્તક્ષએપના કારણે તેમની સુરક્ષા પરત લેવામાં આવી છે. બાજવાએ કહ્યું કે સુરક્ષા દૂર કરવાને કારણે મારા પરિવારને જે કંઇ પણ નુકસાન થશે તે માટે પંજાબના મુખ્યમંત્રી અને ડીજીપી જવાબદાર રહેશે. તેમણે પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ પર આરોપ લગાવતા કહ્યું કે રાજ્યની પોલીસ તેમના ઇશારા પર કામ કરી રહી છે. તેમજ મુખ્યમંત્રીની ઇચ્છા પ્રમાણે રિપોર્ટ આપે છે.

બાજવાએ ડીજીપીને પુછ્યા આ પ્રશ્નો

બાજવાએ રાજ્યના ડીજીપીને સવાલ પુછ્યો છે કે જે આધાર પર મારી સુરક્ષા પરત લેવામાં આવી છે તે જ આધાર પર પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ, અકાલી દળના સુખબીર સિંહ બાદલ અને વિક્રમ સિંહ મજેઠિયાની સુરક્ષા પરત કેમ નથી લેવાઇ? આ લોકોને પણ કેન્દ્ર સરકાર તરફથી સુરક્ષા પ્રાપ્ત થઇ છે.

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!