GSTV

રાજસ્થાન બાદ હવે પંજાબ કોંગ્રેસમાં ભૂકંપ: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ બજાવાની સુરક્ષા દૂર કરાતા વિવાદ, આપ્યું ચોંકાવનારું નિવેદન

રાજસ્થાનમાં રાજકિય અસ્થિરતાનો અંત આવ્યો છે. કોંગ્રેસના બે જૂથો વચ્ચે સમાધાન થતા મામલો થાળે પડ્યો છે. ત્યારે હવે પંજાબમાં રાજકિય ગરમાવો વધ્યો છે.

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષની સુરક્ષા પાછી લેવાતા વિવાદ

પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ પ્રતાપ સિંહ બાજવા રાજ્યની કોંગ્રેસ સરકાર સામે સતત નિવેદન આપી રહ્યા છે. તેવામાં તેમને અપાયેલી રાજ્યની પોલીસ સુરક્ષા પાછી લેવાતા વિવાદ વધ્યો છે. આ અંગે પંજાબ સરકારે એવી દલીલ કરી છે કે બાજવાને પહેલાથી જ કેન્દ્ર સરકાર તરફથી ઝેડ પ્લસ સુરક્ષા મળી છે, જેથી તેમને પંજાબ પોલીસની સુરક્ષાની જરુર નથી.

રાજકિય હસ્તક્ષેપના કારણે  તેમની સુરક્ષા પરત લેવાઈ : બાજવા

રાજ્યની પોલીસ સુરક્ષા દૂર થતા બાજવાએ પંજાબ પોલીસના ડીજીપી દિનકર ગુપ્તા પર આક્ષેપ લગાવતા કહ્યું કે રાજકિય હસ્તક્ષેપના કારણે  તેમની સુરક્ષા પરત લેવામાં આવી છે. બાજવાએ કહ્યું કે સુરક્ષા દૂર કરવાને કારણે મારા પરિવારને જે કંઇ પણ નુકસાન થશે તે માટે પંજાબના મુખ્યમંત્રી અને ડીજીપી જવાબદાર રહેશે. તેમણે પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ પર આરોપ લગાવતા કહ્યું કે રાજ્યની પોલીસ તેમના ઇશારા પર કામ કરી રહી છે. તેમજ મુખ્યમંત્રીની ઇચ્છા પ્રમાણે રિપોર્ટ આપે છે.

બાજવાના ડીજીપીને અણિયાળા સવાલ

બાજવાએ રાજ્યના ડીજીપીને સવાલ પુછ્યો છે કે જે આધાર પર મારી સુરક્ષા પરત લેવામાં આવી છે તે જ આધાર પર પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદદલ, અકાલી દળના સુખબીર સિંહ બાદલ અને વિક્રમ સિંહ મજેઠિયાની સુરક્ષા પરત કેમ નથી લેવાઇ? આ લોકોને પણ કેન્દ્ર સરકાર તરફથી સુરક્ષા પ્રાપ્ત થઇ છે.

MUST READ:

Related posts

ભાજપ અને કોંગ્રેસના આ ધારાસભ્યોને વિધાનસભામાં નહીં મળે પ્રવેશ, કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટીવ

pratik shah

મોદી, આનંદીબેન અને રૂપાણી ત્રણેયને છે ચાઈનીઝ પ્રેમ, જાસૂસી કરતી ચાઈનીઝ કંપનીઓ સાથે ગુજરાતમાં MOU

pratik shah

આ જ બાકી હતું! તાનાશાહ કિમ જોંગ ઉનનું વિચિત્ર ફરમાન, સ્કૂલના બાળકોએ દરરોજ દોઢ કલાક કરવું પડશે આ કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!