GSTV

6 મહિનામાં લાખો ઘર ખરીદારોને આ સ્કીમ હેઠળ SBI એ આપી છૂટ, આ રીતે મળે છે ફાયદો

Corona

Last Updated on August 1, 2020 by Karan

દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBI એ લાખો ઘર ખરીદદારોને મોટી રાહત આપી છે. ખરેખર, SBI એ માત્ર 6 મહિનાની અંદર 1 લાખથી વધારે લોન સબ્સિડીને મંજૂરી આપી છે. તમને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) ની હેઠળ ઘર ખરીદારને લોન સબ્સિડીની સુવિધા મળે છે. આ સુવિધા ક્રેડિટ લિંક્ડ સબ્સિડી સ્કીમ (CLSS) ની હેઠળ આવે છે. આ સ્કીમની હેઠળ SBI એ 1 લાખથી વધારે ઘર ખરીદારોને લોન પર સબ્લિડી એટલે છૂટ આપી છે.

SBI તરફથી એક ટ્વીટ કરી કહ્યુ છે, સેન્ટ્રલ નોડલ એજન્સી (CNA) એસબીઆઈએ 1 લાખ સબ્સિડીના દાવાઓને સફળતાપૂર્વક પતાવી દીધુ છે.

શું છે ક્રિડેટ લિંક્ડ સબ્સિડી સ્કીમ

ખરેખર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2015માં આવાસ યોજના (PMAY) ની શરૂઆત કરી હતી. આ યોજનાનો હેતુ લોકોએ પોતાના ઘરનું સપનુ સાકાર કરવાનુ હતુ. સરકારની આ સ્કીમ હેઠળ તમે સસ્તા વ્યાજ ગર પર હોમ લોન લઈ શકે છે. તે સાથે જ લોન પર એક સબ્સિડી એટલે કે, છૂટ પણ આપવામાં આવે છે. આ સબ્સિડી સ્કીમનુ નામ ક્રેડિટ લિંક્ડ સબ્સિડી છે.

મિડલ ક્લાસ માટે યોજના

તમને જણાવી દઈએ કે, સરકારે મિજલ ક્લાસ ઈનકમવાળા લોકો માટે વર્ષ 2017માં આ યોજના શરૂ કરી હતી. તેનો હેતુ હોમ લોન માટે પ્રોત્સાહન આપવાનો હતો. જેથી લોકો પોતાનુ ઘર ખરીદી શકે. તેની ડેડલાઈન છેલ્લા વર્ષે ખતમ થઈ ગઈ હતી, પરંતુ સરકારે માર્ચ 2021 સુધી છૂટ આપી રહી છે. મતલબ તમે આ સમયગાળા સુધી લોન માટે અપ્લાઈ કરી આ સબ્સિડીનો લાભ લઈ શકો છો.

READ ALSO

Related posts

બેફામ કાર: કાર ચાલકે રીક્ષા સહિત અનેક વાહનોને અડફેટે લીધા, રિક્ષાચલાક વ્યક્તિનું નિપજ્યું મોત

pratik shah

એલર્ટ/ જૂની નોટ કે સિક્કાને ખરીદી કે વેચી રહ્યાં હોય તો ચેતજો, RBIએ આપી આ ચેતવણી

Bansari

6.57 લાખની શરૂઆતી કિંમતમાં લોન્ચ થઈ Tata Tiago NRG, સેફ્ટીના મામલામાં પહેલેથી જ છે નંબર વન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!