GSTV
Home » News » ચહેરા પરના ડાઘ દુર કરવા અને વાળને સુંદર બનાવવા ઉપયોગી છે લવિંગ, જાણી લો કઈ રીતે

ચહેરા પરના ડાઘ દુર કરવા અને વાળને સુંદર બનાવવા ઉપયોગી છે લવિંગ, જાણી લો કઈ રીતે

આરોગ્ય સાથે જોડાયેલ કેટલીક એવી આદતો હોય છે જેને નજર અંદાજ કરી શકાતી નથી અને ભારે ભરકમ દવાઓ ખાવી પણ યોગ્ય નથી. તો પછી આપણી કેટલીક બીમારીઓની સારવાર રસોડામાં જ મળી જાય તો આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે રોજબરોજની સમસ્યાઓમાં લવિંગ કેવી રીતે ફાયદો પહોંચાડે છે. સદીઓથી મસાલાના રૂપમાં વરરાતુ લવિંગ ઔષધીય ગુણોનો ખજાનો છે.

તેમાં પ્રોટીન, આયરન, કાર્બોહાઈડ્રેટ્સ, કેલ્શિયમ, ફૉસ્ફોરસ, પોટેશિયમ, સોડિયમ અને હાઈડ્રોક્લોરિક એસિડભરપૂર માત્રામાં જોવા મળે છે. સાધારણ શરદી તાવથી લઈને બીજી પણ અનેક સમસ્યાઓમાં લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે.

પાચન, ગેસ, કાંસ્ટીપેશનની સમસ્યાથી પીડિતલોકો માટે લવિંગ ખૂબ ફાયદાકારક હોય છે. સવારે ખાલી પેટ 1 ગ્લાસ પાણીમાં કેટલાક ટીપાલવિંગના તેલના નાખીને પીવાથી ખૂબ આરામ મળશે.

શરદી તાવની સમસ્યાના સમયે મોઢામાં આખી લવિંગરાખવાથી તાવ સાથે જ ગળામાં થનારા દુખાવાથી પણ આરામ મળે છે.

મોટાભાગના લોકોને મોઢામાંથી દુર્ગંધ આવવાની ફરિયાદ રહે છે. આવા લોકોમાટે લવિંગ ખૂબ જ લાભકારી હોય છે. 40થી 45 દિવસ સુધી રોજ સવારે મોઢામાં આખા લવિંગનું સેવન કરવાથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

ચેહરાના દાગ-ધબ્બા કે પછી શ્યામ ત્વચાને નિખારવા માટે પણ લવિંગ લાભકારી છે. લવિંગના પાવડરને કોઈ ફેસપેક કે પછી બેસન સાથે મિક્સ કરીને લગાવી શકાય છે. પણ ફ્કત લવિંગનો પાવડર ક્યારેય ચેહરા પર ન લગાવવો જોઈએ કારણ કે તે ખૂબ ગરમ હોય છે.

સુકા વાળને બનાવો સિલ્કી જે લોકોના વાળ અવારનવાર ખરે છે કે પછી સુકા સુકા રહે છે. તે લોકોલવિંગથી બનેલ કંડીશનર ઉપયોગ કરી શકે છે. કે પછી લવિંગના થોડા પાણીમાં ગરમ કરીતેનાથી વાળ ધોઈ શકાય છે. તેનાથી વાળ ધટ્ટ અને મજબૂત થાય છે.

Related posts

અમદાવાદમાં ફરી દબાણ હટાવો ઝૂંબેશ શરૂ, અનેક એકમો કરાયા સીલ

Nilesh Jethva

ચીનમાં ભૂકંપના બે શક્તિશાળી આંચકા આવ્યા, 11 મોત અને 122 ઘાયલ

Path Shah

રાજ્યમાં એસટીની સવારી નથી હવે સલામત, રાધનપુરમાં એસટી ડ્રાઈવર આ હાલતમાં જડપાયો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!