GSTV
Gujarat Government Advertisement

ભારતીય અર્થંતંત્ર પર ચિંતાના વાદળો છવાયા, મંદીની રિકવરીને પડયો ફટકો

Last Updated on January 4, 2020 by Mansi Patel

ઈરાનની  રિવોલ્યુશનરી ગાર્ડસના કમાન્ડર કાસિમ સુલેમાની પર અમેરિકાએ કરેલી એર-સ્ટ્રાઈકને પરિણામે અમેરિકા તથા ઈરાન વચ્ચેની તંગદિલીમાં થયેલા વધારાથી ભારતીય અર્થતંત્રમાં રિકવરીને ફટકો પડવાની સંભાવના ઊભી થઈ છે. 

અમેરિકા અને ઇરાન વચ્ચે ઉત્પન્ન તણાવ બાદ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડના ભાવમાં ઉછાળો નોંધાયો છે. જેના કારણે ભારતીય અર્થંતંત્ર પર ચિંતાના વાદળો છવાયા છે. ક્રૂડની કિંમતો આવેલા ઉછાળા બાદ તેમજ ડોલર સામે રૂપિયો નબળો પડવાના કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં પણ મોટો વધારો થઇ શકે છે.

જાણકારોનું કહેવું છે કે જો ઇરાન અમેરિકા પર જવાબી કાર્યવાહી કરશે તો તે બાદ ચાલુ ત્રિમાસીક ગાળામાં ક્રૂડની કિંમત 75થી 78 ડોલર પ્રતિ બેરલ પહોંચી શકે છે. આ ઉપરાંત ડોલરના મુકાબલે રૂપિયો સરકીને 75ના લેવલ સુધી જઇ શકે છે. જો આમ થશે તો ભારતમાં પેટ્રોલની કિંમત 85થી 90 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી જશે.

જે ભારતના અર્થતંત્ર માટે એક મોટા ઝટકા સમાન ગણાશે. કારણ કે ડીઝલની કિંમતમાં વૃદ્ધિના કારણે જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના ભાવ વધશે. અને તેનાથી મોંઘવારી આકાશને આંબશે. શાકભાજી અને અન્ય વસ્તુઓના ભાવ વધવાથી લોકોનું બજેટ ખોરવાશે. એટલું જ નહીં ઉદ્યોગોની બેલેન્સ સીટમાં પણ મોટી અસર વર્તાશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!