GSTV
Home » News » ઉતરાખંડમાં ભારે વરસાદ, વાદળ ફાટવાથી એકનું મોત બે લાપતા

ઉતરાખંડમાં ભારે વરસાદ, વાદળ ફાટવાથી એકનું મોત બે લાપતા

ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે ઉત્તરાખંડના ચમોલી અને અલ્મોડામાં વાદળ ફાટવાથી એકનું મોત અને બે જણ લાપતા થયા. વરસાદના કારણે રામગંગા નદીમાં પૂર આવ્યુ છે. જ્યારે ચમોલી જિલ્લાના લામબગડ ગામમાં વરસાદ બાદ નુકસાન થયુ છે. અલ્મોડા જિલ્લાના ચૌખુટિયાથી સાત કિલોમીટર દૂર આવેલા ખીડા વિસ્તારમાં વાદળ ફાટ્યુ. જેના કારણે રામસિંહ નામનો શખ્સ લાપતા થયો અને ભારે વરસાદના કારણે ત્રણ ગૌશાળા તણાઈ ગઈ.

વરસાદ બાદ પથ્થર રસ્તા પર આવી જતા અનેક રસ્તાઓ બંધ થયા હતા. જેથી રસ્તા પરથી કાટ માળ હટાવવા માટે સ્થાનિક વહીવટી તંત્ર કામે લાગ્યુ છે. વરસાદના કારણે તોફાને ચડેલી રામગંગા નદી કાંઠાના વિસ્તારથી લોકોને દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે. વરસાદ બાદ અનેક વિસ્તારમાં કરા પણ પડ્યા છે. જેથી ચમોલી અને અલ્મોડામાં ઠંડક પ્રસરી છે.

READ ALSO

Related posts

એનઆરસીના સંકલનકાર હજેલાની તાત્કાલિક ટ્રાન્સફર માટે સુપ્રીમનો નિર્દેશ

Arohi

ટ્રમ્પે યુરોપની ૭.૫ અબજ ડોલરની વસ્તુઓ પર ડયુટી નાખી

Arohi

PMC બેન્કની કટોકટીએ વધુ એકનો લીધો ભોગ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!