GSTV

BIG NEWS/ અમરનાથ ગુફા પાસે ફાટ્યું વાદળ, અચાનક વધ્યું સિંધ નદીનું જળસ્તર: BSF, CRPF, જમ્મુ પોલીસના કેમ્પ તબાહ

Last Updated on July 28, 2021 by pratik shah

જમ્મુ-કાશ્મીરના અમરનાથમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. વાદળ ફાટવાથી સિંધ નદીના પાણીના સ્તરમાં અચાનક વધારો જોવા મળ્યો છે. વાદળ ફાટ્યા પછી NDRFની એક ટીમને ઘટના સ્થળે રવાના કરવામાં આવી છે. જોકે ઘટના સ્થળ પર પહેલેથીજ NDRFની બે ટીમો હાજર છે.BSF, CRPFના કેમ્પોને મોટું નુકશાન થયું છે., જોકે કોઈપણ પ્રકારના જાનમાલના નુકશાનની જાણકારી હદુ સુધી સામે નીથ આવી. મળતી માહિતી મુજબ જે સમયે વાદળ ફાટ્યું તે સમયે કોઈપણ અમરનાથ યાત્રી ગુફાની અંદર નહોતું. અમરનાથ યાત્રા રદ થવાને કારણે આજે સૌથી મોટી સરકારને રાહત મળી છે.

કંગનના એસડીપીઓએ જણાવ્યું છે કે અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાની ઘટનાને પગલે ગંડ અને કંગનના ક્ષેત્રોમાં સામાન્ય લોકોને સીંધ નદીથી દૂર રહેવાનો અનુરોધ કરાયો છે કારણ કે પાણીનો પ્રવાહ ગમે ત્યારે વધી શકે છે. આજે સવારે પણ જમ્મુ કાશ્મીરના હોંજર ડચ્ચન ગામમાં વાદળ ફાટવાના કારણે ભારે તબાહી મચી હતી. આ હોનારતના કારણે 7 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને 40 લોકો લાપતા હોવાનું સામે આવ્યું છે. રેસ્ક્યુ માટે પોલીસ, સેના અને રેસ્ક્યુની અન્ય ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને લાપતા લોકોને શોધવા માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે.

image description

અમરનાથ ગુફા પાસે એસડીઆરએફની બે ટીમો પહેલેથી હાજર છે. જોકે, વહીવટીતંત્રે અન્ય એક વધારાની ટીમ સ્થળ પર મોકલી આપી છે. સ્થળ પર હાજર એક વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો. તે સ્પષ્ટપણે જોવા મળે છે કે ક્લાઉડબર્સ્ટ સમયે લોકોમાં ખૂબ જ ગભરાટ હતો.

અમરનાથ યાત્રા આ વર્ષે 28 જૂનથી શરૂ થવાની હતી

આ વર્ષે અમરનાથ યાત્રા 28 જૂનથી 22 ઓગસ્ટ દરમિયાન શરૂ થવાની હતી, પરંતુ કોરોનાને કારણે તે સતત બીજા વર્ષે રદ કરવામાં આવી. બાબા અમરનાથની પવિત્ર ગુફા પહેલગામથી 46 કિમી અને બાલતાલથી 14 કિમી દૂર છે. અમરનાથની ગુફામાં બરફથી કુદરતી શિવલિંગ રચાયું છે. તે એક સૌથી મુશ્કેલ તીર્થયાત્રા છે. અહીંનું હવામાન ખરાબ છે. ઓક્સિજનનો અભાવ છે. ભૂસ્ખલન અને ભારે વરસાદનું જોખમ છે.

સતત બે વર્ષથી રદ કરાય છે યાત્રા

કોરોના વાયરસને કારણે જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે છેલ્લા બે વર્ષથી સતત અમરનાથ યાત્રાને રદ કરી દીધી છે. જો આ યાત્રા ચલાવવામાં આવી હોત, તો માનવામાં આવે છે કે આ અકસ્માતમાં મોટી સંખ્યામાં જાનનું નુકસાન થયું હોત.

જમ્મુ કાશ્મીરના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે, હોંજર ગામમાં વાદળ ફાટવાના કારણે 8-9 ઘરને નુકસાન થયું છે. મકાનોના કાટમાળ નીચેથી 6 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને આર્મી તથા એસડીઆરએફની મદદથી બચાવ કામ ચાલી રહ્યું છે. ઘાયલોને એરલિફ્ટ કરવાની જરૂર હોવાથી આઈએએફનો પણ સંપર્ક સાધવામાં આવ્યો છે અને નૌસેનાની મદદ પણ લેવામાં આવશે.

અમિત શાહે વ્યક્ત કરી સંવેદના

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું કે, કિશ્તવાડ ખાતે વાદળ ફાટવાની ઘટનાને લઈ તેમણે જમ્મુ કાશ્મીરના એલજી અને ડીજીપી સાથે વાત કરી છે. એસડીઆરએફ, સેના અને સ્થાનિક પ્રશાસન બચાવની કામગીરીમાં લાગી ગયું છે અને એનડીઆરએફ પણ જોડાશે. મહત્તમ લોકોનો જીવ બચાવી શકાય તેને પ્રાથમિકતા આપવામાં આવી છે. અમિત શાહે શોકાકુળ પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

જિલ્લા પ્રશાસનના કહેવા પ્રમાણે ડચ્ચનની એવી જગ્યાએ આ ઘટના બની છે જ્યાં રસ્તા નથી. પોલીસ અને આર્મીની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને સ્થિતિનો તકાજો મેળવવામાં આવી રહ્યો છે.

હિમાચલ પ્રદેશમાં એકનું મોત

આ તરફ હિમાચલ પ્રદેશમાં પણ અચાનક પૂર આવવાના કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને 9 લોકો લાપતા છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડાયરેક્ટર સુદેશ કુમાર મોખ્તાએ જણાવ્યું કે, વાદળ ફાટવાના કારણે લાહૌલ-સ્પિતિ જિલ્લામાં અચાનક પૂર આવવાથી એક વ્યક્તિનું મોત થયું છે અને 9 લોકો લાપતા છે.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!