મહારાષ્ટ્ર બાદ ગોવામાં રાજકીય હલચલ જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં ભાજપે પડદા પાછળ રહીને ઠાકરે સરકારને ઉથલાવી એકનાથ શિંદેની સરકાર બની ગઈ છે ત્યારે હવે કોંગ્રેસ પાર્ટીમાં ભંગાળ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ગોવા કોંગ્રેસના 9 ધારાસભ્યો વંડી ઠેકીને ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી શકે છે. જોકે, આ ધારાસભ્યોને મનાવવા હોટલમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે હવે આગામી સમયમાં સ્પષ્ટ થશે ભાજપમાં જોડાશે કે નહીં?

નોંધનીય છે કે, ગોવામાં કોંગ્રેસના માત્ર 11 ધારાસભ્યો છે જે પૈકી 9 ધારાસભ્યો ભાજપના ખોળામાં બેસી જાય તેવા અહેવાલ સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બળવાખોર ધારાસભ્યમાં કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી દિગમ્બર કામતનો પણ સમાવેશ થાય છે. આ અગાઉ 2019માં કોંગ્રેસને ઝટકો આપીને કેટલાક ધારાસભ્યો ભાજપનો ભગવો ધારણ કરી લીધો હતો ત્યારે ફરી એકવાર કોંગ્રેસમાં ગાબડું પાડવાની રણનીતિ ઘડાઈ રહી છે.
આ ધારાસભ્યો ધારણ કરી શકે છે કેસરિયો
દિગંબર કામત, માઈકલ લોબો, યુરી અલેમાઓ સંકલ્પ અમોનકર, ડિલાઈલા લોબો, એલેક્સ સિક્કેરો, કેદાર નાયક અને રાજેશ ફાલદેસાઈ સહિતના ધારાસભ્યો પક્ષપલ્ટો કરીને ભાજપના ભગવા રંગમાં રંગાઈ શકે છે.
READ ALSO
- ગુજરાતમાં 1 ફેબ્રુઆરીથી શરૂ થશે રાહુલ ગાંધીની હાથ સે હાથ જોડો યાત્રા, 6 લાખ ગામડાઓમાં જશે
- જમ્મુ-કાશ્મીર: અવંતીપોરાના જંગલમાંથી લશ્કર-એ-તૈયબાના 4 આતંકવાદીઓની ધરપકડ
- દેશમાં રાજકીય ઈરાદાથી પ્રેરિત હત્યાનો સિલસિલો કાયમ, હત્યારા પકડાયા બાદ પણ હત્યા પાછળનું કાયમ રહ્યું ગૂઢ રહસ્ય
- ભારતનો ભાગીદાર/ ભારત-નેધરલેન્ડ સાથે મિત્રતા મજબૂત થઇ, મહત્વની કડી બની આર્થિક સંબંધો!
- મૂડ બૂસ્ટર્સ / હંમેશા રહે છે ખરાબ મૂડ? આ સરળ ટિપ્સ ઉપયોગી સાબિત થઈ શકે છે