GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

સાડી ખરીદવા પર એક કિલો ડુંગળી ફ્રી, કપડાની દુકાન પર વધી ગ્રાહકોની સંખ્યા

મહારાષ્ટ્રના થાણેમાં કપડાંની દુકાનમાંથી ખરીદારી કરવા પર એક કિલો ડુંગળી મફતમાં આપવામાં આવી રહી છે. દુકાનના માલિકનું કહેવું છે કે ગ્રાહકોને તેમની કપડાની દુકાન પર 1000 રૂપિયાની વસ્તુઓની ખરીદી પર એક કિલો ડુંગળી આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું, આ યોજનાની શરૂઆત થઈ ત્યારથી ગ્રાહકોની સંખ્યામાં વધારો થયો છે.

છેલ્લા કેટલાક સપ્તાહથી દેશના લગભગ તમામ બજારોમાં ડુંગળીના ભાવ કિલો દીઠ 100 રૂપિયાને પાર કરી ગયા છે. એક કર્મચારીએ જણાવ્યું હતું કે ઉલ્હાસનગરના શીતલ હેન્ડલૂમમાં શનિવારે વેચાણમાં તેજી દેખાઈ હતી. જ્યારે માલિકે સાડીની સાથે ડુંગળી મફત આપવાની જાહેરાત કરી હતી.

તેમણે કહ્યું કે, અહીં ડુંગળી કિલોદીઠ 130 રૂપિયા વેચાઇ રહી છે. તેથી, રૂ .1000 નું કાપડ ખરીદવા પર, અમે એક કિલો ડુંગળી વિના મૂલ્યે આપી રહ્યા છીએ. ગ્રાહકોની સંખ્યામાં મોટો વધારો થયો છે.

એક વર્ષમાં દેશના મોટા શહેરોમાં ડુંગળીના ભાવ પાંચગણા વધીને સરેરાશ કિલોદીઠ 101.35 રૂપિયા થઈ ગયા છે. આને કારણે ખરીફ અને મોડા-ખરીફ સીઝનમાં (ઉનાળાની વાવણી)માં ડુંગળીનાં સ્થાનિક ઉત્પાદનમાં 22 ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે. શુક્રવારે રાજ્યસભામાં સરકારે આ માહિતી આપી છે. છેલ્લા એક મહિનામાં ભાવમાં 81 ટકાનો વધારો થયો છે.

રાજ્યસભાના લેખિત જવાબમાં, ખાદ્ય અને ગ્રાહક બાબતોના રાજ્યમંત્રી દાનવે રાવસાહેબ દાદારાવે જણાવ્યું હતું કે, મંગળવારે (10 ડિસેમ્બર), ડુંગળીનો સરેરાશ દૈનિક ભાવ એક મહિના પહેલા રૂ. 55.95 અને એક વર્ષ અગાઉ રૂ. 19.69 ની તુલનામાં, કિલોદીઠ 101.35 રૂપિયા હતો.

તેમણે કહ્યું હતું કે, ‘2019-20 માટે કુલ ખરીફ અને લેટ ખરીફ ઉત્પાદન 54.73 લાખ ટન થવાનો અંદાજ છે, જે 2018-19માં તે 69.91 લાખ ટન થયુ હતુ.’ ડુંગળી એક મોસમી પાક છે અને રવિમાં (માર્ચથી જૂન), ખરીફ (ઓક્ટોબરથી ડિસેમ્બર) અને ખરીફ (જાન્યુઆરીથી માર્ચ) દરમિયાન વાવેતર થાય છે.  દરમિયાન, રવી સિઝનમાં ઉત્પાદન થતી ડુંગળી બજારમાં આવે છે.

READ ALSO

Related posts

સોમનાથમાં દર્શનાર્થીઓ હવે ધાર્મિકતા સાથે પ્રાચીનતાના પણ થશે દર્શન, ત્રીજી સદીની બૌધ ગુફાઓને દર્શનીય સ્થળ બનાવાશે

Nilesh Jethva

લોકોની નજર સામેથી જ વાન પુલ પરથી વાન પાણીમાં તણાઈ ગઈ, લોકો પાણીમાં પડ્યા પણ 4 તણાઈ ગયા

Karan

કપૂર ખાનદાનની લાડકી દિકરીએ ભાઈઓની સાથે સાથે ભાભીઓને પણ બાંધી રાખડી, સ્ટાઈલીશ દેખાઈ છે અભિનેત્રીઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!