GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

ગરમ પાણીથી નહાવાથી કે કપડાં ગરમ પાણીમાં બોળવાથી Corona થવાની ઘટે છે શકયતા, જાણો આ છે હકિકત

Corona

લોકડાઉન અનલોક થતા જ નોકરી તેમજ વ્યવસાયિક કામ માટે લોકો બહાર નિકળવા લાગ્યા છે. કોરોના (Corona) વાયરસનું સંક્રમણ ઘટ્યું નથી પરંતુ લોકોનો ડર જરૂર ઘટ્યો છે. તેમ છતાં લોકો ઘરે આવ્યા પછી ગરમ પાણીથી નહાવાનું પસંદ કરે છે એટલું જ નહી કપડા કાઢીને ગરમ પાણીમાં બોળે છે. મોટા ભાગના લોકો એવી ખાસ માન્યતા ધરાવે છે કે ગરમ પાણીથી નહાવાની કોરોના થવાની શકયતા ઘટી જાય છે. ખાસ કરીને આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કોવિડ-૧૯ સંક્રમિતોની સંખ્યા સતત વધતી જાય છે તેમ આ માન્યતાનો પ્રચાર પણ સોશિયલ મીડિયામાં વધતો જાય છે.

ગરમ પાણીથી નહાવાથી કોરોના નથી થતો તેવી છે માન્યતા

આ અંગે ઇન્ડિયા ફાઇટ કોરોનાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી જણાવાયું છે કે ગરમ પાણી વડે નાહવાથી કોરોના નથી થતો એ માન્યતા ખોટી છે પરંતુ રોજ સ્નાન કરી શારીરિક સ્વચ્છતાથી માત્ર કોરોના જ નહી પરોક્ષ રીતે અનેક પ્રકારના સંક્રમણથી બચી શકાય છે.

Corona

માત્ર ગરમ પાણીથી જ નહાવું આ એક માત્ર કોરોના સંક્રમણથી બચવાનો માર્ગ નથી

જોકે, કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ગરમ પાણીથી સ્નાન કરવાથી કેટલાકને થાકનો અનુભવ ઓછો થાય છે અને શરીરમાં સ્ફૂતિ વધે છે. જેને શરદી રહેતી હોય તેઓ ઠંડા પાણી કરતા ગરમ પાણીથી નહાય તો રાહત રહે છે પરંતુ માત્ર ગરમ પાણીથી જ નહાવું આ એક માત્ર કોરોના સંક્રમણથી બચવાનો માર્ગ નથી. સોશિયલ ડિસ્ટન્સિસ, સાબુથી હાથ ધોવાથી માંડીને બીજી પણ કાળજી રાખવી જરુરી છે.

મુત્યુનો આંક ૧૬,૪૭૫ને પાર

ભારતમાં કોરોના સંક્રમણ ધરાવતા લોકોની સંખ્યા વધીને ૫.૫૦ લાખની નજીક પહોંચી છે જ્યારે મુત્યુનો આંક ૧૬,૪૭૫ને પાર કરી ગયો છે. ગત રોજ એક જ દિવસમાં ૨૧,૦૦૦થી પણ વધુ કોરોના કેસ વધ્યા હતા. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કોવિડ-૧૯ સંક્રમિતોની સંખ્યા સતત વધતી જાય છે. જો કે સૌથી રાહતની વાત એ છે કે કોરોના સંક્રમિતોમાં રિકવરી રેટ ૩,૨૧,૭૨૩ જેટલો છે. કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધવાની સાથે દિન પ્રતિ દિન સાજા પણ થઇ રહયા છે.

Read Also

Related posts

મેઘાનું રૌદ્ર સ્વરૂપ: દ્વારકાનાં ખંભાળિયામાં વધુ 17 ઈંચ વરસાદ ખાબકયો, સાંબેલાધાર વરસાદથી સર્વત્ર જળબંબાકાર

pratik shah

વિશાખાપટ્ટનમ ગેસ લીક મામલોઃ LG પોલીમર્સના CEO સહિત 12 લોકોની ધરપકડ

Mansi Patel

મોટી પાનેલીમાં બે દિવસમાં 29 ઈંચ વરસાદ, ગણોદ ગામના નેસડામાં રહેતા લોકોને કરાયા રેસ્ક્યૂ, જામરાવલ ગામ બેટમાં ફેરવાયુ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!