ઓસ્ટ્રેલિયામાં સચિનનો આ રેકોર્ડ તોડવાની કોહલી પાસે તક, રચી શકે છે નવો ઇતિહાસ

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ મેચની સીરીઝની શરૂઆત 6 ડિસેમ્બરથી થશે. કેપ્ટન વિરાટ કોહલી ઘરેલૂ મેદાન પર ભારતના નામે અનેક સિરિઝ કરી ચુક્યા છે. તેવામાં ઓસ્ટ્રેલિયાની ઘરતી પર ભારત ક્યારેય સીરીઝ જીતી નથી. પરંતુ કોહલીનો રેકોર્ડ સાથે એક અનોખો સંબંધ રહ્યો છે.

કોહલી પાસે સચિનનો આ રેકોર્ડ પોતાના નામે કરવાની તક

ક્રિકેટના મેદાન પર કોહલી દરેક રેકોર્ડ પોતાના નામે કરતો જઇ રહ્યો છે. તેવામાં સદીઓની વાત કરીએ તો કોહલી અત્યાર સુધી કાંગારૂઓની જમીન પર પાંચ ટેસ્ટ સદી ફટકારી ચુક્યો છે. તેનાથી આગળ સચિનના નામે 6 સદીઓ છે. સચિને ઓસ્ટ્રેલિયામાં 53.20ની સરેરાશથી 20 ટેસ્ટમેચમાં 1890 રન ફટકાર્યા છે. તેવામાં કોહલી પણ ઓસ્ટ્રેલિયામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે.

કેપ્ટન કોહલીએ અત્યાર સુધીમાં 11 ટેસ્ટ મેચ રમી છે અને તેમણે 5 સદી ફટકારી છે. તેવામાં જો તેણે 2 સદી ફટકારી દીધી તો મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો આ નાયાબ રેકોર્ડ તૂટી જશે. હાલ ઓસ્ટ્રેલિયામાં 5 સદીઓ સાથે વિરાટ કોહલી મહાન સુનીપલ ગાવાસ્કર સાથે બરાબરી પર છે.

2014માં ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર કોહલીએ એડિલેડની બંને ઇનિંગમાં સદી ફટકારી હતી અને તેને કોહલીનું મનપસંદ મેદાન માનવામાં આવે છે. કોહલી ઉપરાંત પૂર્વ કેપ્ટન સુનીલ ગાવાસ્કરના નામે પણ ઓસ્ટ્રેલિયામાં પાચ સદી નોંધાયેલી છે. આ યાદીમાં આગામી નામ વીવીએસ લક્ષ્મણનું છે. જેના નામે કુલ ચાર સદી છે.

સદીઓના મામલે એશિયાઇ બેટ્સમેનમાં સચિન સૌથી આગળ

ઓસ્ટ્રેલિયામાં કોઇ વિદેશી બેટ્સમેન દ્વારા સૌથી વધુ સદી ઇંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન રહેલા જેક હોબ્સના નામે છે. તેમણે 24 ટેસ્ટ મેચની 45 ઇનિંગમાં 9 સદી ફટકારી છે, જ્યારે સચિન 6 સદીઓ સાથે એશિયાઇ બેટ્સમેનમાં સૌથી આગળ છે. જણાવી દઇએ કે હાલમાં જ વેસ્ટઇન્ડીઝ સામે રમતા કોહલીએ પોતાના વન ડે કરિયરમાં 10 હજાર રન પૂરા કર્યા હતા અને તે તે મેદાન પર સૌથી ઝડપી 10 હજાર વન ડે રન બનાવવાના મામલે સચિન તેંડુલકરથી આગળ નીકળી ગયા છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter