GSTV
Gujarat Government Advertisement

જળવાયુ પરિવર્તનથી કૃષિ પાકની ઉત્પાદકતા પર થશે પ્રતિકૂળ અસર

Last Updated on June 26, 2019 by Mansi Patel

ક્લાઈમેટ ચેન્જને કારણે દેશમાં કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતામાં ઘટાડો થવાની પ્રબળ શક્યતા છે જેમાં ખાસ કરીને ચોખાના પાક ઉપર સૌથી વધારે માઠી અસર થવાની છે એવું તાજેતરના અભ્યાસ ઉપરથી જાણવા મળ્યુ છે. જનરલ એન્વાયમેન્ટ રિસર્ચના લેટર ઉપરથી જાણવા મળ્યુ છે કે, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગણા અને ઝારખંડને કેટલાક વિસ્તારમાં દુકાળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

સાઉથ વેસ્ટ મોનસુનની અનિશ્ચિતતાને કારણે કૃષિ ક્ષેત્ર સંઘર્ષનો સામનો કરી રહ્યો છે. કુલ ૩૬માંથી ૩૦ સબ ડિવિઝનમાં વરસાદની ર૦ ટકા અછત જોવા મળી રહી છે જ્યારે ચાર સબડિવિઝનમાં તો વરસાદની ૬૦ ટકા કરતા વધુ અછત જોવા મળી રહી છે. ક્લાઈમેન્ટ ચેન્જથી મોનસુનના પાંચ ખરીફ પાકની ઉત્પાદકતા ઉપર પ્રતિકૂળ અસર થઈ છે જેમાં રાગી, મકાઈ, બાજરી, જુવાર અને ચોખાનો સામાવેશ થાય છે. દેશના પ૯૩ જિલ્લામાં તપમાન વધતા ઉત્પાદકતા ઉપર પ્રતિકૂળ અસર થઈ છે.

છેલ્લા પ૦ વર્ષમાં સરેરાશ વરસાદમાં ઘટાડો થયો છે ૧૯૭૦ પછી દેશમાં દુકાળની સ્થિતિની શરૃઆત થઈ છે. ભારતના મુખ્ય પાક ડાંગરની ઉત્પાદકતામાં નોંધપાત્ર ઘટાડો થવાનો છે જેનું કારણે છે વતાવરણમાં થઈ રહેલો ફેરફાર માનવામાં છે. નોંધનીય છે કે, દેશના કુલ ખાદ્યન્નય ઉત્પાદનમાં ચોખા ૪૪ ટકા હિસ્સો ધરાવે છે અને ચોખાનું મોટાભાગનું વાવતેર ખરીફ સીઝનમાં થાય છે. તે પછી મકાઈ ૧પ ટકા, બાજરી ૮ ટકા અને જુવાર ર.પ ટકા હિસ્સો ધરાવે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભારે કરી: પોલીસ સ્ટેશનમાં તસ્કરોએ ધાડ મારી, મેમોની બુકો જે પેટીમાં હતી, તેને જ ઉઠાવી ગયાં

Pravin Makwana

અલર્ટ / ભૂલીને પણ ના કરો આ લિંક પર ક્લિક, નહીંતર થઇ જશો કંગાળ: SBIએ તેના ગ્રાહકોને આપી ચેતવણી

Zainul Ansari

Cyber ​​Fraud: જો તમારા ખાતામાંથી પૈસા નીકળી જાય તો ગભરાશો નહીં,આ રીતે પાછી મેળવી શકો છો તમારી મેહનતની કમાણી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!