GSTV
Home » News » અમરેલીનાં જાફરાબાદમાં વાતાવરણમાં પલટો, વૃક્ષો ધરાશાઈ થવાની શક્યતા

અમરેલીનાં જાફરાબાદમાં વાતાવરણમાં પલટો, વૃક્ષો ધરાશાઈ થવાની શક્યતા

અમરેલીનાં જાફરાબાદ પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આકાશમા કાળા ડીબાંગ વાદળો છવાયા અને ભારે પવન ફુંકાવા લાગ્યો હતો. પંથકમાં વાયુ વાવાઝોડાની અસર વર્તાવાની શરૂઆત થઇ ગઇ છે. જેના કારણે પવન સાથે ધીમી ધારે વરસાદનો પણ આરંભ થયો. પવનને કારણે વૃક્ષો ધરાશાઇ થવાની શક્યતાઓ જોવાઇ રહી છે.

અમદાવાદના વાતાવરણમાં પણ પલટો

અમદાવાદના વાતાવરણમાં પણ આજે વહેલી સવારથી પલટો જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી શહેરમાં વાદળછાયુ વાતાવરણ છે. કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટ પણ પડ્યા છે. જોકે વરસાદી છાંટા બાદ ઉકળાટ વધ્યો છે. દરિયામા ઉત્પ્પન થયેલા વાયુ ચક્રવાની અસર અમદાવાદમા જોવા મળી રહી છે. આજ વહેલી સવારથી જ શહેરમા વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. સાથે સાથે વાદળછાયા વાતાવરણથી શહેરમા બફારો પણ વધી રહ્યો છે.

અમદાવાદમાં થયેલી વાયુ વાવાઝોડાની અસરના કારણે વાદળછાયુ વાતાવરણ થયું હતું. જેના પરિણામે સૂર્યદેવતાના પ્રકોપથી લોકો બચ્યા હતા. જો કે સૂર્ય ન દેખાવા છતાં ઉકળાટ પણ થયો હતો. તો અમદાવાદમાં કેટલીક જગ્યાએ છૂટા છવાયા છાંટા પણ પડ્યા હતા. સૌરાષ્ટ્રમાં વાયુ ચક્રવાતની અસરના કારણે વાયુ વાવાઝોડાની ઈફેક્ટ અમદાવાદ સહિતના વિસ્તારોમાં જોવા મળી હતી. જેના પરિણામે સવારમાં સૂરજ દેખાયો નહોતો.

READ ALSO

Related posts

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: ખાણ-ખનીજ ક્ષેત્રને મળશે આ દરજ્જો

Riyaz Parmar

સુરત: લુમ્સનાં ખાતામાં આગ, ફાયર બ્રિગેડની સમય સુચકતાથી મોટી દુર્ઘટના ટળી

Riyaz Parmar

હિમાચલ પ્રદેશના કૂલ્લુમાં ગોઝારો અકસ્માત, બસ ખીણમાં પડી જતા 43નાં મોત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!