GSTV
News Trending World

ક્લાઈમેટ ચેન્જ/ ગ્લોબલ વોર્મિગના વૈશ્વિક રીપોર્ટમાં આ વાતો સામે આવી, સિન્થેસિસ રિપોર્ટના આ છે મહત્વપૂર્ણ મુદ્દાઓ

IPCCએ વિશ્વના જળવાયુ પરિવર્તન માટે સૌથી મોટું અને સૌથી જાણકાર જૂથ છે. જેઓ વિશ્વમાં થઈ રહેલા ક્લાઈમેટ ચેન્જ અને તેના પડકારો અંગે ચેતવણી આપે છે. હાલમાં જ તેમના દ્વારા AR6 સિન્થેસિસ રિપોર્ટનો બહાર પાડવામાં આવ્યો છે, તેમાં ગ્લોબલ વોર્મિંગ, આબોહવા પરિવર્તન, વર્તમાન હવામાન, વિશ્વભરમાં થઈ રહેલા ફેરફારોનો સારાંશ હોય છે. તે ત્રણ મુખ્ય વિભાગોમાં વહેંચાયેલું છે. જોકે, આ રિપોર્ટ ઓગસ્ટ 2021 અને ફેબ્રુઆરી 2022માં આવેલા છઠ્ઠા મૂલ્યાંકન રિપોર્ટની અંતિમ નકલ છે. જે ક્લાઈમેટ ચેન્જની ખરાબ અસરો વિશે સાચી જાણકારી આપે છે.

આ અહેવાલના ત્રણ વિભાગો છે. ક્લાઈમેટ ક્રાઈસીસ માટેનું ભૌતિક વિજ્ઞાન, તે સમગ્ર વિશ્વમાં વધતી ગરમીની વિગતો આપે છે. બીજું છે આબોહવા કટોકટીની અસરો અને ત્રીજું છે કેવી રીતે આ બાબતોનું અનુકૂલન કરવું જોઈએ.

સિન્થેસિસ રિપોર્ટના મહત્વપૂર્ણ મુદ્દાઓ

રિપોર્ટ અનુસાર, જો આખી દુનિયામાં 1.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધે છે તો તેની કેટલી ભયાનક અસર થઇ શકે છે.

આબોહવા પરિવર્તનને કારણે જમીન, સમુદ્ર અને ક્રાયોસ્ફિયર પર થશે અસર

માત્ર જૂના રિપોર્ટના તારણોનું પુનઃ વિશ્લેષણ કરીને રજૂ કરવામાં આવ્યું છે

ગ્લોબલ વોર્મિંગથી સમગ્ર પૃથ્વી પર ભયંકર ફેરફારો થશે. એવી આફતો આવશે જેનાથી બચવું અશક્ય બનશે

મોટાભાગના સિન્થેસિસ રિપોર્ટ ભવિષ્યને બચાવવા વિશે છે.

શું છે અહેવાલની હાઇલાઇટ્સ

સિન્થેસિસ રિપોર્ટનો ઉદ્દેશ્ય ક્લાયમેટ ચેન્જના છઠ્ઠા મૂલ્યાંકન અહેવાલના હજારો પૃષ્ઠોને ઘટાડવાનો છે. એટલે કે ઓછામાં ઓછા પેજમાં સમગ્ર વિશ્વની માહિતી આપવી. વાસ્તવમાં આ રિપોર્ટ એવા લોકો માટે છે, જેઓ વિવિધ દેશોમાં પર્યાવરણ, આબોહવા અને કુદરતી આફતો અંગે નીતિગત નિર્ણયો લે છે.

આ રીપોર્ટ COP28 માટે પ્રોત્સાહક વાતાવરણ બનાવશે

આ રિપોર્ટની અસર આ વર્ષે ડિસેમ્બરમાં દુબઈમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્રની કોન્ફરન્સ COP28માં પણ જોવા મળશે. ઇજિપ્તના શર્મ અલ-શેખમાં ગયા વર્ષે COP27 માં લીધેલા નિર્ણયોને અમલમાં મૂકવાની રીતો પર ચર્ચા કરવા માટે ઇન્ટરલેકન તરત જ ડેનમાર્કના કોપનહેગનમાં મંત્રી સ્તરની બેઠક દ્વારા અનુસરવામાં આવશે. ખાસ કરીને ગ્લોબલ વોર્મિંગ સંબંધિત આપત્તિથી પ્રભાવિત દેશોની મદદ માટે ફંડ બનાવવા પર ચર્ચા થશે. આ બેઠક આ વર્ષના અંતમાં દુબઈમાં યોજાનારી COP28 માટે પ્રોત્સાહક વાતાવરણ બનાવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી

Nelson Parmar

માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા

Nelson Parmar

મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી

Hardik Hingu
GSTV