GSTV
Gujarat Government Advertisement

ક્લાઇમેટ બ્રેકડાઉન/ કુદરતી આપદાઓના કારણે એક વર્ષમાં જગતને 140 અબજ ડોલરનું નુકસાન, એશિયા પર સૌથી વધુ આફત

140

Last Updated on December 29, 2020 by Bansari

વર્ષ 2020 દરમિયાન પર્યાવરમીય આફતોથી જગતને કેટલું નુકસાન થયું એ અંગેનો કાઉન્ટિંગ ધ કોસ્ટ – અ યર ઓફ ક્લાઈમેટ બ્રેકડાઉન રજૂ થયો છે. એ પ્રમાણે વર્ષ દરમિયાન ભારતમાં આવેલા આક્રમક પુરથી દેશને અંદાજે 10 અબજ ડૉલર (અંદાજે રૂપિયા 735 અબજ) નું નુકસાન થયુ છે.

આ રિપોર્ટમાં વિશ્વની ઘાતક દસ પર્યાવરણીય આફતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે આફતથી ઓછામાં ઓછું 1.5 અબજ ડૉલરનું નુકસાન થયું હોય તેનો આ રિપોર્ટમાં સમાવેશ થયો છે.લંડન સ્થિત ચેરિટી સંગઠન ક્રિશ્ચિયન એઈડ દ્વારા તૈયાર થયેલા રિપોર્ટ પ્રમાણે ક્લાઈમેટ ચેન્જથી સર્જાયેલી ટોપ-10 આફતથી જગતને આખા વર્ષમાં 140 અબજ ડૉલર કરતા વધારે નુકસાન થયું છે.

આ નુકસાન સમગ્ર વર્ષ દરમિયાન જોવા મળેલી વિવિધ પર્યાવરણીય આફતોના આધારે નહીં, પણ સૌથી મોટી પર્યાવરણીય આફતના આધારે તૈયાર થયું છે. જેમ કે ભારતમાં 10 અબજ ડૉલરનું નુકસાન છે, એ માત્ર પુરને કારણે થયું છે. એ સિવાયની ગણતરી કરીએ તો આંકડો ક્યાંય પહોંચે.

આ દસમાંથી પાંચ આફત તો એકલા એશિયામાં અસાધારણ ચોમાસાને કારણે જોવા મળી હતી. આ વખતે ચોમાસું ખુબ લાંબુ ચાલ્યુ એ સૌ જાણે છે. વરસાદ આવે એ અનિવાર્ય છે, પરંતુ વરસાદ આવ્યા જ કરે તો તેનાથી મોટુ નુકસાન થાય અને ભારતને તો થઈ જ રહ્યુ છે. આ વર્ષની મુખ્ય આફતમાં પુર, દાવાનળ, હેરિકેન.. વગેરેનો સમાવેશ થાય છે.

અમેરિકાના કાંઠે આ વર્ષે 2005 પછી સૌથી વધારે વાવાઝોડા ત્રાટક્યા હતા. તેનાથી અમેરિકાને 40 અબજ ડૉલરનું નુકસાન થયુ છે. દસમાંથી નવ આફત એવી છે, જેનું બિલ 5 અબજ ડૉલર કે તેનાથી વધારે આવ્યુ છે.

આ રિપોર્ટમાં મોટે પાયે નુકસાન કરનારી ક્લાઈમેટ દુર્ઘટનાઓ ધ્યાને લેવાઈ છે. બાકી તો સુદાનમાં આવેલું પુર, રશિયાના સાઈબિરિયામાં હિટવેવ, દક્ષિણ અમેરિકાના જંગલોની આગ, ફિલિપાઈન્સમાં ઉપરાઉપરી ત્રાટકેલા બે વાવાઝોડા અને વિએટનામમાં આવેલું પુર પણ અકલ્પનિય આફતો હતી. પરંતુ તેનાથી આર્થિક નુકસાન ઓછું થયું છે.

ભારતને ભારે નુકસાન

ભારતમાં વિવિધ રાજ્યો વર્ષભર વિવિધ આફતોનો સામનો કર્યો હતો, જેમાંથી કેટલીક અકલ્પનિય હતી. જેમ કે હૈદરાબાદમાં 24 કલાકમાં 30 ઈંચ જેવો અસાધારણ વરસાદ પડયો હતો. તો વળી કેરળમાં એક જ સ્થળે ભુસ્ખલ થવાથી 49ના મોત થયા હતા. પુરથી હજારો નાગરિકો બેઘર થયા હતા. પર્યાવરણ સંરક્ષણની વાતો અને વાસ્તવિકતામાં ઘણો તફાવત છે, માટે આ પ્રકારના નુકસાનો અટકાવવા મુશ્કેલ છે.

નુકસાનકારી ટોપ-10 આફત

વર્ષની સૌથી મોટી આફતની વિગતો અહીં આપી છે. નુકસાનના આંકડા અબજ ડૉલરમાં છે.

ક્રમઆફતવિસ્તારનુકસાનમૃત્યુસમયગાળો
1હેરિકેનઅમેરિકા-કેરેબિયન41400મે-નવેમ્બર
2પુરચીન32278જૂન-ઑક્ટોબર
3દાવાનળઅમેરિકા2042જુલાઈ-નવેમ્બર
4વાવાઝોડુબંગાળનો અખાત13128મે
5પુરભારત102067જૂન-ઑક્ટોબર
6તીડઈસ્ટ આફ્રિકા8.5જાન્યુઆરી-જૂન
7પુરજાપાન8.582જુલાઈ
8વાવાઝોડાયુરોપ5.930ફેબુ્આરી અને ઑક્ટોબર
9દાવાનળઑસ્ટ્રેલિયા534જાન્યુઆરી
10પુરપાકિસ્તાન1.5410જુલાઈ-સપ્ટેમ્બર

Read Also

Gujarat Government Advertisement

Related posts

ચાલુ ગાડીએ ના કરવાનું કામ કરી રહ્યો હતો ડ્રાઈવર, બારમાં ઘુસી ગઈ ટ્રક; દર્દનાક અકસ્માતમાં મહિલાનું મોત

Vishvesh Dave

BIG NEWS : રથયાત્રા અને જન્માષ્ટમીના મેળાઓ પર લટકતી તલવાર : છેક કેન્દ્રમાંથી આવ્યો આ રિપોર્ટ, યોજાશે તો સરકાર ભરાશે

Pravin Makwana

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ: રાજ્યના અનેક વિસ્તારમાં ખાબક્યો સાર્વત્રિક વરસાદ, હજૂ બે દિવસ છે હવામાન વિભાગની આગાહી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!