GSTV

દુર્ઘટના ટળી / મેઘો બન્યો આફત, અનરાધાર વરસાદને લીધે ગિરનાર પર્વત પરથી પથ્થરો અને શિલાઓ નીચે ધસી પડી

girnar-cliff-collapsed-news

Last Updated on September 15, 2021 by Bansari

જૂનાગઢના ગિરનાર પર્વત પર પડેલા અનરાધાર વરસાદને લઈને ગિરનાર પર્વત પરથી પથ્થરો અને શિલાઓ ધસી નીચે પડી રહી છે. વિશાળ પથ્થરો અને શિલાઓના પડવાથી ગિરનાર ચડવાના પગથિયાંઓને ભારે નુકસાન થયું છે. જૂનાગઢ ગિરનારના ઉપરવાસમાં બે દિવસમાં 22 ઈંચ જેટલો વરસાદ પડતા ગિરનાર ચઢનાર લોકો માટે પણ મુશ્કેલી સર્જાઈ શકે છે. તંત્ર દ્વારા તત્કાલ રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના બની શકે છે.

junagadh-flood

મેઘરાજાએ રૌદ્રરૂપ ધરીને એક દિવસમાં જ 25ઈંચ સુધી પાણી સૌરાષ્ટ્ર પર વરસાવી દીધા બાદ બીજા દિવસે પણ વરસાદે વિરામ લીધો ન્હોતો. ગઈકાલે જ્યાં 4થી 20 ઈંચ ધોધમાર વરસાદ નોંધાયો તે જુનાગઢ જિલ્લામાં આજે પણ સવારથી સાંજ સુધીમાં 3થી 8 ઈંચ ભારે વરસાદ વરસ્યો હતો.

રાજકોટ, જામનગર, અમરેલી, ગીર સોમનાથ, પોેરબંદર સહિત જિલ્લામાં પણ એકથી ત્રણ ઈંચ અને રાજકોટ સહિત અન્યત્ર હળવા ઝાપટાંથી આૃર્ધો ઈંચ સુધીનો વરસાદ વરસી જતા માર્ગો પાણીથી તરબતર રહ્યા હતા. આવતીકાલે આજ કરતા પણ વધુ ભારે વરસાદની આગાહી રેડ એલર્ટ આપીને મૌસમ વિભાગે જારી કરી છે.

જુનાગઢ-માંગરોળમાં મુશળધાર 8 ઈંચ

ગઈકાલે જુનાગઢ-માંગરોળમાં મુશળધાર 8 ઈંચ, કેશોદ,વંથલી તાલુકામાં 7 ઈંચ, માળીયા હાટીના 6 ઈંચ, મેંદરડા,વિસાવદરમાં 5 ઈંચ, માણાવદર 4 અને ભેંસાણ પંથકમાં 3 ઈંચ વરસાદથી સોરઠ ધરતી જળબંબોળ થઈ હતી.જ્યારે ગઈકાલે જામનગર જિલ્લામાં વરસાદે ભારે તારાજી વેર્યા બાદ આજે પણ આ જિલ્લામાં જામજોધપુર 3ઈંચ, ધ્રોલ 2 ઈંચ સાથે સાર્વત્રિક વરસાદનું જોર જારી રહ્યું હતું.

અમરેલી જિલ્લામાં રાજુલા અઢી ઈંચ જ્યારે લિલીયા, વડિયા, જાફરાબાદ તાલુકામાં 2 ઈંચ વરસાદ , ગીર સોમનાથ જિલ્લાના તલાલા અને સૂત્રાપાડામાં 2 ઈંચ, રાજકોટ જિલ્લાના જામકંડોરણાવધુ અઢી ઈંચ, ગોંડલમાં 2 ઈંચ, ધોરાજીમાં દોઢ ઈંચ સહિત24 કલાકમાં 13 ઈંચ,, રાજકોટમાં આૃર્ધો ઈંચ સહિત વ્યાપક વરસાદનું જોર જારી રહેતા ગઈકાલે પૂર ફરી વળ્યા ત્યાં પાણી ઓસર્યા ન્હોતા અને આજે પણ જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા હતા.

પોરબંદરના કુતિયાણામાં પણ 3 ઈંચ વરસાદ વરસી ગયો હતો. વરસાદની આ સીસ્ટમ ગુજરાત પર લો પ્રેસર-સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઉત્તર છત્તીસગઢ પર વાવાઝોડાનું નાનુ રૂપ એવા ડીપ્રેસનને પગલે સર્જાઈ હતી જે આજે પણ ગુજરાત નજીક જારી છે. બપોરના સમયે રાજકોટ સહિતના સૌરાષ્ટ્રમાં ઉઘાડ,તડકો નીકળ્યો હતો પરંતુ, બાદમાં ફરી આકાશ ઘટાટોપ વાદળોથી છવાવા લાગ્યું હતું.

મૌસમ વિભાગ અનુસાર ડીપ ડીપ્રેસન આગળ વધીને આજે છત્તીસગઢમાં થોડુ નબળુ પડી વેલમાર્ક્ડ લો પ્રેસરમાં ફેરવાયું હતું જે ઉત્તર, પશ્ચિમ ઉત્તર દિશા તરફ આગળ વધે છે .આ સીસ્ટમના કારણે આવતીકાલ તા.15ના સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી લાલ રંગથી દર્શાવાઈ છે તો તા.16ના ગુરૂવારે પણ ગુજરાતમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ છે.

જામનગરનો વરસાદ CMને પણ નડયો, મોટર માર્ગે રાજકોટ ગયા

જામનગર : બપોરે હેલિકોપ્ટર દ્વારા મુખ્યમંત્રી જામનગર પહોંચ્યા અને સમીક્ષા બેઠક કરી એ પછી 4 વાગ્યે હવાઈ માર્ગે જ રાજકોટ પહોંચી જવાના હતા પરંતુ એવામાં જામનગરમાં પુન: વરસાદ શરૂ થઈ જતાં અને હેલિકોપ્ટરની ઊડાન શક્ય નહીં જણાતાં સાંજે 6 વાગ્યા આસપાસ તેમણે જામનગરથી મોટરમાર્ગે જ રાજકોટ જવા નીકળવું પડયું હતું.

READ ALSO :

Related posts

Big Breaking / વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari

GST Council Meeting / ઘણી જીવન રક્ષક દવાઓને GSTમાંથી મુક્તિ, પેટ્રોલ-ડીઝલ પર લીધો આ નિર્ણય

Zainul Ansari

મોદી જન્મદિવસે ભેટ આપવાનું ચૂક્યા/ પેટ્રોલ રૂપિયા 28 અને ડીઝલ રૂપિયા 25 સસ્તું કરવાની હતી મોટી તક

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!