ખેડૂતોને લોન માફી આપતી કોંગ્રેસની રાજ્ય સરકારોને આ સલાહ આપતી ના બાર્ડ

કૃષિ લોનમાફીની ઘોષણાઓ વચ્ચે આર્થિક સંસ્થા નાબાર્ડ રાજ્યોને એ સુનિશ્ચિત કરવાની સલાહ આપી છે કે લોનમાફીની ઘોષણા કરવામાં આવે કે તુરત બેન્કોને રકમ ચૂકવી દેવામાં આવે જેથી ક્રેડિટ સાઈકલ તૂટે નહીં. નાબાર્ડ આ વાત આંધ્રપ્રદેશ અને તામિલનાડુ જેવા રાજ્યોનાં અનુભવને જોતા કરી છે. બેન્કિંગ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ રાજ્યોમાં ઋણમાફીની ઘોષણા પછી બેન્કોએ લોનની વસૂલાત છોડી દીધી હતી પરંતુ તેમની બાકી રકમ સરકારો પાસે પેન્ડિંગ પડેલી છે.

પાંચ વર્ષમાં ચૂકવવાનો નિર્ણય કર્યો

તામિલનાડુમાં 2016માં 6000 કરોડ રૂપિયાની ઋણમાફીની ઘોષણા થઈ હતી. પરંતુ સરકારે કોઓપરેટિવ સંસ્થાઓને 3200 રૂપિયાની રકમ આગામી પાંચ વર્ષમાં ચૂકવવાનો નિર્ણય કર્યો છે. સૂત્રોનાં અનુસાર કેટલાક રાજ્યો જેમકે ઉત્તરપ્રદેશે બાકી નીકળતી રકમનો હિસાબ કરી દીધો છે. નાબાર્ડની એડવાઈઝરી રાજ્ય સરકારો પર એ સુનિશ્ચિત કરવા માટે દબાણ કરશે કે તેમની પાસે બજેટમાં ફંડ છે કે નહીં કેમકે ઋણમાફીની ઘોષણા કરનારી મોટાભાગની રાજ્ય સરકારોએ પોતાની આર્થિક સ્થિતિને અવગણી છે. એક બેન્કરે કહ્યું હતું, ‘જો અમારી બાકી નીકળતી રકમ સરકારો આપે નહીં તો ક્રેડિટ સાઈકલ અટકી જાય છે.’

એનપીએ વધવાના કારણે બેન્ક નવી લોન આપવામાં સુસ્ત

વિશેષજ્ઞોનાં અનુસાર, લોનમાફીની ઘોષણા પછી ખેડૂતો બેન્કોને નાણાં ચૂકવવાનું બંધ કરી દે છે અને બીજી તરફ સરકારો પણ હિસાબ કરતી નથી. તેમાં એનપીએ વધવાના કારણે બેન્ક નવી લોન આપવામાં સુસ્ત થઈ જાય છે. આ વર્ષે લોનમાફીની ઘોષણા કરનાર રાજ્ય કર્ણાટકમાં સ્ટેટ લેવલની બેન્કર્સની બેઠકમાં આ વાતને રેખાંક્તિ કરવામાં આવી હતી કે માર્ચથી જૂન 2018 વચ્ચે બાકી કૃષિ લોનમાં 5353 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

12 રાજ્યોમાં લગભગ 2.3 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી

નાબાર્ડ એ સુનિશ્ચિત કરવા માગે છે કે લોનનો ફ્લો કોઈ રીતે અટકે નહીં. ઓછામાં ઓછા ત્રણ કોંગ્રેસ શાસિત રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ લોન માફ કરનારા રાજ્યોમાં સામેલ થઈ ગયા છે. આ રાજ્યો લગભગ 60 હજાર કરોડ રૂપિયાની લોન માફી કરી ચૂક્યા છે જે 12 રાજ્યોમાં લગભગ 2.3 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જાય છે. તેમાંથી બાકી કૃષિ લોન માર્ચ સુધી લગભગ 1.5 લાખ કરોડ રૂપિયા રહે એવું અનુમાન છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter