GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

અમદાવાદમાં સફાઈ માટે કરોડોના ખર્ચે આ સાધનો વસાવવામાં આવ્યા, આવી છે ખાસીયતો

અમદાવાદમાં હવે લીટર પીકર્સ મશીન દ્વારા સફાઇ થતી જોવા મળશે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સાધનો ખરીદવામા આવ્યા છે. જેમાં લીટર પીકર્સ મશીનનો સમાવેશ થાય છે. બેટરી ઓપરેટેડ આ સાધન રસ્તા પર રહેલા કાગળ-પ્લાસ્ટીક-બોટલને ઉપાડી લે છે. અમદાવાદ શહેરમાં વધુ સારી સફાઇ થઇ શકે તે માટે સફાઇમાં મદદ થાય તેવા લીટર પીકર્સ મશીન, વેક્યુમ સ્વીપર મશીન, સ્પોર્ટ ટુ ડમ્પની ૧૦૧ ગાડી ખરીદવામા આવી છે.

અમદાવાદમાં રસ્તા-ફુટપાથ-ડીવાઇડરોમા કચરો જોવા મળે છે. સાંકડી જગ્યામા રહેલા કચરાને દુર કરવા થોડી તકલીફ પડે છે. આવા કચરાને ઉપાડવા માટે ગ્રીન ટેકનોલોજી યુક્ત બેટરી ઓપરેટેડ લીટર પીકર મશીન લેવામા આવ્યા છે. એક મશીનની કિંમત ૧૦ લાખ, ૫ મશીન માટે ૫૦ લાખનો ખર્ચ કરવામા આવ્યો છે.

આ મશીનની ખાસિયતો

  • લીટર પીકર મશીનની ખાસિયત
  • મશીન બેટરી ઓપરેટેડ
  • પ્રદૂષણ થતુ નથી
  • બેટરી ૮ થી ૧૦ કલાક ચાલે છે
  • મશીન ફોરવર્ડ રિવર્સ બંને દિશામાં કાર્ય કરે છે
  • મશીનમાં ૨૪૦ લીટરની સ્ટોરેજ ક્ષમતા

અમદાવાદના રસ્તા પર અસરકારક સફાઇ થાય તે માટે રોડ વેક્યુમ સ્વીપર મશીન ઉપયોગી છે. તે રસ્તા પર રહેલી ઝીણી ધુળને પણ દુર કરે છે. 9 વેક્યુમ મશીન 6.30 કરોડના ખર્ચે ખરીદવામા આવ્યા છે. પહેલેથી કોર્પોરેશન પાસે 31 મશીન હતા. હવે મશીનની સંખ્યા 40 થશે. સ્પોર્ટ પરના કચરાના નીકાલ માટે હવે ખુલ્લા ટ્રેકટરને બદલે બંધ બોડીના વાહનનો ઉપયોગ કરવામા આવશે.

ખુલ્લા વાહનોમાં કચરો લઇ જતા સમયે રસ્તા પર કચરો ઉડવો, દુર્ગંધ આવવી વગેરે જેવી સમસ્યા સર્જાતી હતી જે દુર થશે. આમ કોર્પોરેશન દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કરોડોનો ખર્ચ કરવામા આવે છે. પરંતુ શહેરમા જોઇએ તેવી સફાઇ જોવા મળતી નથી. આજે પણ કેટલાય વિસ્તારમા ગંદકી જોવા મળે છે. નવા સાધનો લાવવામા આવ્યા છે ત્યારે શહેરની સફાઇમા કેટલો ફેર પડે છે તે જોવાનું મહત્વનું બની રહેશે.

READ ALSO

Related posts

જીવ જોખમમાં મૂકીને શ્વેતા ‘મિર્ઝાપુર 2’ ના ડબિંગ માટે પહોંચી, ટૂંક સમયમાં જોવા મળશે ભૌકાલ

Ankita Trada

પ્લેઈંગ ઇલેવનમાં સ્થાન નહીં મળવા અંગે સ્ટુઅર્ટ બ્રોડનું નિવેદન, જાણો શું કહ્યું

Mansi Patel

ઈન્જેકશન કૌભાંડ! સુરત પોલીસે સાત લોકો સામે નોંધી ફરિયાદ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!