GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

Corona વાયરસના ખતરાથી તમારી કારને આ રીતે બચાવો, અપનાવો જરૂરી ટિપ્સ

કાર

ચારેતરફ Corona વાયરસનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. આ વાયરસે આપણા માટે અનેક સમસ્યાઓ ઉભી કરી દીધી છે. તેવામાં આપણે સૌથી સાવચેત રહેવાની જરૂર છે. સચેત રહેવાની સાથે આપણે પોતાની જાતને Corona વાયરસથી બચાવી શકીએ છીએ.
આમ તો લોકડાઉનના કારણે ક્યાંય બહાર ન જવુ જોઇએ પરંતુ જો તમારે ઇમરજન્સીમાં કાર લઇને ક્યાંય બહાર જવુ પડે તો કારને પહેલાં સાફ કરી લેવી જોઇએ. કારને સાફ કરવાની કેટલીક ટિપ્સ અમે તમને જણાવી રહ્યાં છીએ જેની મદદ તમે લઇ શકો છો.

Coronaના ખતરાથી બચવા તમારી કારને આ રીતે સાફ કરો

  • તેની શરૂઆત સૌથી પહેલા તમારાથી જ થાય છે.કાર સાફ કરતાં પહેલાં તમારે પોતે પહેલાં સ્વચ્છ થવુ પડશે. કાર સાફ કરતા પહેલાં તમારે તમારા હાથ સેનિટાઇઝરથી સાફ કરી લેવા જોઇએ. સાથે જ તમારી આંખ, નાક અને મોઢુ સારી રીતે સાફ કરી લો.
  • તમે કારમાં બેસો તેની પહેલા તે સુનિશ્વિત કરી લો કે તમારી કાર વાયરસ મુક્ત હોય. કારની સફાઇ કરતા પહેલા ગ્લવ્સ પહેરી લો અને પછી જ સફાઇ શરૂ કરો.
  • કારની સફાઇ આલ્કોહોલયુક્ત સેનિટાઇઝરની મદદથી કરો. સફાઇની શરૂઆત બહારથી કરો જેમ કે હેન્ડલ. કારણ કે હેન્ડલ એવો ભાગ છે જેને લોકો સૌથી વધુ સ્પર્શે છે. તે બાદ કારની ચાવીને સારી રીતે સાફ કરો.
  • તે બાદ કારના અંદરના ભારને સારી રીતે સાફ કરો જેને તમે વધારેમાં વધારે સ્પર્શો છો જેવા કે સ્ટીયરિંગ, હેન્ડલ. સાથે જ ગ્લાસ, બૉક્સ વગેરે સાફ કરી દો.
  • યાદ રાખો કે આલ્કોહોલ તમારી કારને નુકસાન નથી પહોંચાડતુ. પરંતુ તેનાથી ઇન્ટીરિયરને મજબૂતી મળે છે. જો કે તેને હાર્ડ સ્ક્રબથી સાફ ન કરો. સફાઇ દરમિયાન સૉફ્ટ સ્ક્રબનો જ ઉપયોગ કરો.
  • યાત્રા કરતી વખતે સૌથી મહત્વપૂર્ણ છે તમે જરૂરી સામાન સાથે રાખો જેમ કે સેનિટાઇઝર અને ટીશ્યૂ બૉક્સ.
  • તમારી કાર કોઇ બીજાને ચલાવા ન આપો. ત્યાં સુધી કે તમારા પરિવારના સભ્યોને પણ નહી. સાથે જ કોઇ અજાણ્યા વ્યક્તિને ગાડીમાં બેસાડવાનું ટાળો.
  • તમારી કારને ભીડભાડ વાળા વિસ્તારમાં લઇ જવાનું ટાળો અને ફ્યૂલ પંપ પર ફ્યૂલ ભરાવતી વખતે પણ એક અંતર જાળવો. તથા સાવચેતીના ભાગરૂપે માસ્ક પહેરો.

Read Also

Related posts

સુશાંત આપઘાત કેસમાં રિયાની અરજી પર 13મી ઓગષ્ટે થશે સુનાવણી, સુપ્રીમનો ચુકાદો અનામત

Mansi Patel

અંતરીક્ષમાં જીવનની સંભાવના દેખાઈ, લઘુગ્રહ સેરસ ઉપર પાણીનો ભંડાર હોવાનો નાસાએ કર્યો દાવો

Mansi Patel

પંજાબમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ બાજવાની સુરક્ષા દૂર કરાતા વિવાદ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!