GSTV

પોતાના નેતાઓને “રાષ્ટ્રવાદ” શીખવવા માટે ક્લાસ લેશે કોંગ્રેસ, જાણો શું છે પાર્ટીનો પ્લાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપ લોકસભા ચૂંટણીની સાથે સાથે રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રવાદને મુદ્દો બનાવતી આવી છે. ત્યારે કોંગ્રેસે પણ ભાજપને જવાબ આપવા માટે પોતાના કાર્યકરોને રાષ્ટ્રવાદનો પાઠ ભણાવવાની તૈયારી કરી છે.

કોંગ્રેસના ટોચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાર્ટી હવે કાર્યકરોને રાષ્ટ્રવાદ, સંચાર અને પ્રચાર અભિયાનની ટ્રેનિંગ આપશે. કાર્યકરોની ટ્રેનિંગમાં કોંગ્રેસ સૌથી વધારે પાર્ટીની રાષ્ટ્રવાદી ઓળખ પર ભાર આપશે.

જેણે સ્વતંત્રતા આંદોલનનું નેતૃત્વ કર્યું હતુ. આઝાદી બાદ પોતાના શાસનકાળની ઉપલબ્ધિઓ મારફત તે રાષ્ટ્રવાદી પાર્ટીની ઓળખને પાકી કરશે અને સાથે જ કાર્યકરોને તે પણ જણાવશે કે ભાજપના છદ્મ રાષ્ટ્રવાદને કેવી રીતે બેનકાબ કરી શકાશે.

READ ALSO

Related posts

ખેડૂત આંદોલન/ ખેડૂતોની ટ્રેક્ટર પરેડ હિંસામાં 63 પોલીસકર્મીઓ ઘાયલ, 45 ટ્રૉમા સેંટરમાં દાખલ

Karan

આંદોલન/ ખેડૂતોને ફાયદો થાય કે નહીં પણ સરકારને 225 કરોડનો થઈ ગયો, સરકારની ખેડૂતોએ તિજોરી છલકાવી

Mansi Patel

ઓરિસ્સામાં કૂતરાઓ સાથે કરાવવામાં આવ્યા બાળકોના લગ્ન, જાણો શું છે આ અંધશ્રદ્ધા પાછળની કહાણી…

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!