GSTV
Gujarat Government Advertisement

શિક્ષણ વિભાગ દ્વારા મહત્વની જાહેરાત : ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર

અમદાવાદ : રાજ્યમાં કોરોના મહામારીના કારણે લાગેલા લોકડાઉનમાં બંધ રહેલી સ્કૂલો હવે ફરી શરૂ થઇ ગઇ છે. ઓનલાઇન એજ્યુકેશન બાદ હવે ઓફલાઇન ક્લાસ શરૂ થઇ ગયા છે. સ્કૂલોમાં ધોરણ 6થી 12ના વર્ગો શરૂ થઇ ગયા છે ત્યારે એવામાં રાજ્ય સરકારે પરીક્ષાને લઇ મહત્વની જાહેરાત કરી છે. શિક્ષણ વિભાગે ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત કરી છે. જેમાં ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાની રહેશે. શિક્ષણ વિભાગે પરિપત્ર કરીને પરીક્ષા લેવાનો આદેશ કર્યો છે. જેમાં પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી યોજાશે. જેમાં ગુજરાતી, વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન વિષયોની પરીક્ષા લેવાશે. જેમાં તમામ સ્કૂલોમાં એક જ પ્રશ્નપત્ર રહેશે. બોર્ડ દ્વારા તમામ સ્કૂલોને કોમન પ્રશ્નપત્ર આપવામાં આવશે. પરંતુ અહીં સૌથી મહત્વની વાત એ છે કે વિદ્યાર્થીઓને શાળામાં બોલાવી પરીક્ષા લેવામાં આવશે.

Gujarat Government Advertisement

15 માર્ચથી શરૂ થશે પ્રથમ સત્રાંત પરીક્ષા, જેનો કાર્યક્રમ નીચે મુજબ…

15 માર્ચ


ધોરણ 3-5, વિષય: ગણિત
સમય: 11થી 1, માર્ક્સ: 40

16 માર્ચ


ધોરણ 3-5, વિષય: ગુજરાતી (પ્રથમ ભાષા)
સમય: 11થી 1, માર્ક્સ: 40
ગુજરાતી (દ્વિતિય ભાષા) માટેનો સમય 2થી 5

17 માર્ચ


ધોરણ 3-5, વિષય: પર્યાવરણ
સમય: 11થી 1, માર્ક્સ: 40
ધોરણ 6-8, વિષય: વિજ્ઞાન
સમય: 2થી 5, માર્ક્સ: 80
સમય: 2થી 5

18 માર્ચ


ધોરણ: 5, વિષય: હિન્દી
સમય: 11થી 1, માર્ક્સ: 40
ધોરણ: 6-8, વિષય: સામાજીક વિજ્ઞાન
સમય: 2થી 5, માર્ક્સ: 80

19 માર્ચ


ધોરણ: 5, વિષય: અંગ્રેજી
સમય: 11થી 1, માર્ક્સ: 40
ધોરણ: 6-8, વિષય: અંગ્રેજી
સમય: 2થી 5, માર્ક્સ: 80

20 માર્ચ


ધોરણ: 6થી 8, વિષય: હિન્દી
સમય: 8થી 11, માર્ક્સ: 80

22 માર્ચ


ધોરણ: 6થી 8, વિષય: સંસ્કૃત
સમય: 11થી 2, માર્ક્સ: 80

ધો. 9થી 12ની પ્રથમ પરીક્ષા અને ધો. 9થી 11ની વાર્ષિક પરીક્ષાની તારીખો પણ જાહેર

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 9થી 12માં પ્રથમ પરીક્ષા અને ધો. 9 અને 11માં વાર્ષિક પરીક્ષાની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે. જેમાં અનુક્રમે ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા 19 માર્ચથી 27 માર્ચ દરમિયાન અને ધોરણ 9થી 11ની વાર્ષિક પરીક્ષા 7 જૂનથી 15 જૂન સુધી યોજાશે. નોંધનીય છે કે, જેટલો અભ્યાસક્રમ ચાલ્યો હશે તે મુજબ જ સ્કૂલો દ્વારા પ્રશ્ન પત્ર તૈયાર કરાશે. ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા માટે બોર્ડ દ્વારા જાહેર કરેલ 70 % અભ્યાસક્રમ તેમજ વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્ર પરિરૂપ અને પ્રકરણદીઠ ગુણભારની વિગતો મુજબ પ્રશ્નપત્રો શાળા કક્ષાએ તૈયાર કરવાના રહેશે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

વડોદરા: રેમડિસીવીર ઈંજેક્શનના કાળાબજાર કરતા આયુર્વેદિક ડોક્ટરની થઈ ધરપકડ

Pravin Makwana

મહારાષ્ટ્રમાં લોકડાઉનના ભણકારા: બે કે ત્રણ અઠવાડીયાનું લાગી શકે છે લોકડાઉન, આવતી કાલે થશે મોટી જાહેરાત

Pravin Makwana

છટકબારી: મહારાષ્ટ્રમાંથી આ રીતે ગુજરાતમાં ઘૂસી રહ્યા છે લોકો, સરકારે સતર્ક થવાની જરૂર

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!