GSTV

BREAKING : ધો. 12ના પરિણામની માર્કશીટનું માળખું જાહેર, ધોરણ 10 અને 11 માં ગણાશે આટલાં ગુણ

GSEB

Last Updated on June 17, 2021 by Dhruv Brahmbhatt

ધોરણ 12ના પરિણામની માર્કશીટનું માળખું જાહેર થઇ ગયું છે. જુલાઇના બીજા અઠવાડિયામાં જ પ્રમાણપત્રનું વિતરણ થઇ જશે. ધોરણ 12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ગણાશે તો ધોરણ 10 બોર્ડના ગુણના 50 ગુણ ગણવામાં આવશે. જ્યારે ધોરણ 11ના 25 ગુણ ગણવામાં આવશે.

બીજી બાજુ ધોરણ 12 CBSEનાં વિદ્યાર્થીઓના ઇંતેજારનો પણ અંત આવ્યો

બીજી બાજુ ધોરણ 12 CBSEનાં વિદ્યાર્થીઓના ઇંતેજારનો પણ અંત આવ્યો છે. ભલે પરીક્ષા તો નથી લેવાઇ પરંતુ પરિણામો કઇ રીતે તૈયાર થશે તેની ચિંતા વિદ્યાર્થીઓને હતી. ત્યારે CBSE અને ICSE બોર્ડની 12માની માર્કશીટ તૈયાર કરવા માટે બનાવવામાં આવેલી 13 સભ્યોની સમિતિએ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ સોંપ્યો. CBSEએ જણાવ્યું કે 10, 11 અને 12માના પ્રિ બોર્ડના પરિણામોને 12માના ફાઇનલ પરિણામને આધાર બનાવવામાં આવશે અને 31 જુલાઈ સુધીમાં પરિણામ જાહેર કરવામાં આવશે.

CBSEએ જણાવ્યું હતું કે 10માના 5 વિષયોમાંથી 3 વિષયના સારા માર્ક્સ લેવામાં આવશે, તેમજ 11માના પાંચ વિષયોનો સરેરાશ લેવામાં આવશે અને 12માના પ્રી-બોર્ડની પરીક્ષા અને પ્રેક્ટિકલ નંબર લેવામાં આવશે. 10મા નંબરના 30%, 11માના નંબરના 30% અને 12માના નંબરના 40% પર પરિણામ આધારિત રહેશે.

સુપ્રીમ કોર્ટે CBSEને જણાવ્યું કે પરિણામ સમિતિએ પરીક્ષાની વિશ્વાસનિયતાના આધાર પર વેટેજ વસૂલ કરવામાં આવશે, સ્કૂલોની નીતિ પ્રિબોર્ડમાં વધારે આંક આપવાના છે. ત્યારે આ પરિસ્થિતિમાં CBSEની હજારો સ્કૂલો માંથી પ્રત્યેક માટે પરિણામ સમિતિ ગોઠવાશે, સ્કૂલના બે વરિષ્ઠ શિક્ષક અને પાડોશી સ્કૂલના શિક્ષક મોડરેસન કમીટીના રૂપમાં કાર્ય કરશે, તેઓ ત્યાંસુધી સુનિશ્ચિત કરી શકશે સ્કૂલના આંકને વધારીને ચઢાવીને નહીં બતાવેસ આ કમિટી વિદ્યાર્થીઓના ત્રણ વર્ષોના પ્રદર્શનને આંકશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

કહાની ઘર ઘર કી / સાસુ-વહુના કજિયાએ ઉગ્ર સ્વરૃપ ધારણ ધર્યું, બુધેલ ગામે વેવાઈ વિફર્યા, મારામારીમાં પાંચ ઈજાગ્રસ્ત

Zainul Ansari

Man vs Wild / સિંહોની પાછળ માલધારી દોડ્યા, વાડાનો દરવાજો ખુલ્લો રહી જતાં થઈ જોયા જેવી

Pritesh Mehta

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટને 13 વર્ષ : શરીરના ઘા રૂઝાયા પણ પરિવારના સભ્યો ગુમાવ્યા એની ખોટ કોણ ભરપાઈ કરશે

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!