GSTV
Home » News » જાણો કોણ છે ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર, જેની મૂર્તિ તોડી પાડતા રાષ્ટ્રીય રાજકારણ ગરમાયું

જાણો કોણ છે ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર, જેની મૂર્તિ તોડી પાડતા રાષ્ટ્રીય રાજકારણ ગરમાયું

કોલતાકામાં ભાજપ પ્રમુખ અમિત શાહનાં રોડ-શો દરમિયાન ભડકેલી હિંસાને કારણે કોલકાતા કોલેજ પરિસારમાં રાખેલી મહાન દાર્શનિક,સમાજ સુધારક અને લેખક ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમાને ખંડિત કરવામા આવી. આ ઘટના માટે તૃણમુલ કોંગ્રેસે ભાજપ કાર્યકરો અને સમર્થકોને જવાબદાર ઠેરવ્યા છે. હિંસા બાદ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ સહિત તૃણમુલ નેતાઓએ પોતાનાં ટ્વિટર એકાઉન્ટ પર ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની તસવીરને પ્રોફાઇલ ફોટો બનાવી લીધો છે.

કોણ છે ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર?

ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરનો જન્મ 26,સપ્ટેમ્બર-1820નાં રોજ કોલકાતામાં થયો હતો. તેઓ એક પ્રસિદ્ધ સમાજ સુધારક, શિક્ષણવિદ્દ અને સ્વાધીનતા સંગ્રામનાં સેનાની હતાં. તેમણે ગરીબો અને દલિતો માટે સંરક્ષક તરીકે કામ કર્યુ હતું. તેમણે મહિલા શિક્ષણ અને વિધવા વિવાહ માટે અવાજ ઉઠાવ્યો હતો. નૈતિક મૂલ્યોનાં સંરક્ષક અને શિક્ષણવિદ્દ વિદ્યાસાગરનું માનવું હતું કે અંગ્રેજી અને સંસ્કૃત ભાષાનો સમન્વય કરીને ભારતીય અને પશ્ચિમી પરંપરાઓનાં શ્રેષ્ઠને હાંસલ કરી શકાય છે.

જન્મ અને શિક્ષણ

વિદ્યાસાગરનો જન્મ પશ્ચિમ બંગાળનાં મિદનાપુર જિલ્લાનાં અત્યંત ગરીબ પરંતુ ધાર્મિક પરિવારમાં થયો હતો. તેમનાં પિતાનું નામ ઠાકુરદાસ બંદોપાધ્યાય અને માતાનું નામ ભગવતી દેવી હતું. ગામડાની શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી તેઓ પિતા સાથે કોલકાતા આવી ગયા હતાં. તેઓ ઘણાં વિદ્વાન હતાં,તેથી તેમને વિદ્યાસાગરની ઉપાધિ આપવામા આવી હતી.

વ્યવસાયિક જીવન

વર્ષ 1839માં વિદ્યાસાગરે કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો. 21 વર્ષની ઉમરે વર્ષ 1841માં તેમણએ ફોર્ટ વિલિયમ કોલેજમાં ભણાવવાનું કામ શરૂ કર્યુ હતું. અહીં પાંચ વર્ષ કામ કર્યા બાદ તેણે નોકરી છોડી દિધી હતી. તેમજ સંસ્કૃત કોલેજમાં સહાયક સચિવ તરીકે નિયુક્ત થયા હતાં. પ્રથમ વર્ષે જ તેમણે શિક્ષણ પદ્ધતિમાં સુધારા લાવવા માટે તંત્રને પોતાનાં વિચારો રજુ કર્યા.જેનાં કારણે તેમની અને કોલેજનાં તત્કાલિન સચિવ રસોમય દત્તા વચ્ચે ઘર્ષણ શરૂ થયો. તેથી તેમને કોલેજ છોડવાની ફરજ પડી. 1849માં એક વખત ફરી તેઓ સાહિત્યનાં પ્રોફેસર તરીકે સંસ્કૃત કોલેજમાં જોડાયા.

સમાજ સુધારક

સમાજ સુધારણાનાં યોગદાન હેઠળ ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરે સ્થાનિક ભાષા અને કન્યા શિક્ષણ માટે સ્કૂલોની એક શૃંખલા સાથે કોલકાતામાં મેટ્રોપોલિટન કોલેજની સ્થાપના કરી હતી. આ તમામ શાળાઓને ચલાવવા માટેનો ખર્ચો તેઓ આપતા હતાં. આ માટે તેઓ બંગાળી ભાષામાં લખાયેલા પુસ્તકો,ખાસ કરીને શાળાનાં બાળકો માટે લખવામા આવતી હતી. તેમાંથી ફંડ એકત્ર કરતા હતાં.

જ્યારે તેમને સંસ્કૃત કોલેજનાં પ્રિન્સીપાલ બનાવવામાં આવ્યા ત્યારે તેમણે તમામ જાતિનાં વિદ્યાર્થીઓ માટે દરવાજા ખોલી નાખ્યા હતાં. તેઓ સતત પ્રચાર-પ્રસાર કરતા હતાં,તેથી વિધવા પુર્નવિવાહ કાનૂન-1856 પારિત કરાયો હતો. તેમણે વિધવા વિવાહને પ્રોત્સાહન આપવા માટે ખુદ પોતાનાં પુત્રનાં લગ્ન એક વિધવા મહિલા સાથે કરાવ્યા હતાં. તેમણે બહુપત્નીપ્રથા અને બાળ વિવાહ વિરૂદ્ધ પણ અવાજ ઉઠાવ્યો હતો.

READ ALSO

Related posts

હની ટ્રેપ, સેક્સની લાલચ આપી મોનિકા અને આરતી કરતા હતા આવું કંઇક…

Karan

વીજળી બિલમાં રેકોર્ડબ્રેક થશે વધારો, મોદી સરકાર લેવા જઈ રહી છે આ નિર્ણય

Mansi Patel

વિદેશમાં નહેરુની લોકપ્રિયતા દેખાડવા માટે થરૂરે Twitter પર શેર કર્યો ફોટો, કરી બેઠા મોટી ભૂલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!