GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

અમદાવાદ ભાજપમાં યાદવાસ્થળી જામી, ડખાઓની ફરિયાદ કમલમ નહીં દિલ્હી પહોંચી

અમદાવાદ ભાજપ શહેર સંગઠનમાં હવે યાદવાસ્થળી બરોબરની જામી છે. સંગઠનમાં ભત્રીજાવાદે માઝા મૂકી છે જેના કારણે શહેરના ભાજપના બે નેતાઓ વચ્ચે અભદ્ર ભાષામાં બોલાચાલી થવા પામી હતી જે  શહેર સંગઠનમાં ચર્ચાનો વિષય બન્યો છે. ચાર ચાર શહેર મહામંત્રી હોવા છતાંય એક જ મહામંત્રીના ઇશારે સંગઠનની કામગીરી થઇ રહી હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે.

ભાજપના શહેર સંગઠનના બે નેતાઓ વચ્ચે જાહેરમાં બોલાચાલી

 અમદાવાદ ભાજપ શહેર સંગઠનમાં મહામંત્રીઓનુ માન સન્માન જળવાતુ નથી બલ્કે એક જ મહામંત્રીનું જાણે એકહથ્થુ શાસન ચાલી રહ્યુ છે. આ મામલે ભાજપના શહેર સંગઠનના બે નેતાઓ વચ્ચે જાહેરમાં બોલાચાલી થઇ હતી. એવો આક્ષેપ થઇ રહયો છેકે, ભાજપના શહેર પ્રમુખના એક નજીકના ગણાતાં મહામંત્રીના મામાના દિકરાને જ ભાજપના કાર્યક્રમના ડેકોરેશન સહિતના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે.

આ ઉપરાંત આ જ મહામંત્રીના ફોઇના દિકરાને  ગત ચૂંટણીમાં કર્ણાવતી મહાનગરમાં કોલ સેન્ટરમાં અઢી લાખ ચૂકવાયાં હોવાની  ય ચર્ચા ચાલી રહી છે. એટલુ જ નહીં, સરસપુરમાં રહેતાં હોવા છતાં લાભા વોર્ડના મંત્રીનુ પદ આપી દેવાયુ છે.  આ ઉપરાંત ખોખરા વોર્ડના ત્રણ કાર્યકરોને નિકોલ વિધાનસભાના પ્રભારી બનાવી દેવામાં આવ્યાં છે. જયારે અન્ય ૪૭ વોર્ડના કાર્યકરોને કોણીએ ગોળ ચોટાડવામાં આવ્યુ છે. એક હિન્દી ભાષી ભાજપના નેતાને બક્ષીપંચ મોરચાના પ્રમુખ બનાવી દેવામાં આવ્યા છે.  આમ, આ બધા કારણોને લઇને ભાજપના નેતાઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. ભાજપ શહેર સંગઠનમાં યાદવાસ્થળી જામી છે. અંદરોઅંદરના ડખાંની ફરિયૈાદો છેક કમલમ નહી,બલ્કે દિલ્હી સુધી પહોંચી છે.

Related posts

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા, 96 લાખની જૂની નોટ સાથે બે લોકોની ધરપકડ

Nilesh Jethva

રાજ્યમાં કોરોનાના બની રહ્યા છે નવા રેકોર્ડ, સતત 600 પ્લસ નવા પોઝીટીવ સાથે 7 દિવસમાં 4500થી વધુ કેસ

Harshad Patel

અમદાવાદમાં બળાત્કારના આરોપી પાસે મહિલા પીએસઆઇની આ માંગથી પોલીસબેડામાં ચકચાર, એસઓજીએ કરી કાર્યવાહી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!