GSTV

રેલવેનું ખાનગીકરણ, દેશમાં આ તારીખથી પાટા ઉપર દોડતી થશે પ્રાઈવેટ ટ્રેનો

Last Updated on July 20, 2020 by Karan

સરકારે સ્પષ્ટપણે કહી દીધું છે કે, પ્રાઈવેટ ટ્રેનો માર્ચ 2023થી ચાલશે અને તે માટેના ટેંડર માર્ચ 2021 સુધી ફાઈનલ કરવામાં આવશે. પ્રાઈવેટ ટ્રેનોનું સંચાલનને લઈને ઘણી બધી બાબતો સામે આવી રહી છે. જેના કારણે સરકારે આ સ્પષ્ટતા કરી છે. વિતેલા દિવસોમાં આ પ્રકારના સમાચારો આવી રહ્યાં હતા કે પ્રાઈવેટ ટ્રેન માર્ચ 2024થી ચાલશે તેવામાં સરકારે સ્પષ્ટતા કરી છે.

માત્ર 5 ખાનગી કંપનીઓના હાથમાં

રેલવે બોર્ડના ચેરમેન વીકે યાદવે કહ્યું કે સરકારે 5 ટકા ટ્રેનોને જ ખાનગીકરણ કરવાનો નિર્ણય લીધો છે. આ પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપ (પીપીપી) મોડલ હેઠળ હશે. બાકીની 95 ટકા ટ્રેન રેલવે તરફથી ચલાવવામાં આવશે. ભારતીય રેલ અત્યારે 2800 મેલ કે એક્સપ્રેસ રેલગાડીઓનું પરિચાલન કરી રહી છે. યાદવે કહ્યું કે, ટ્રેનોની ખરીદી ખાનગી કંપનીઓ ખરીદશે. તેની તમામ જવાબદારી તેની રહેશે.

ગતિમાં થશે વધારો

તેમણે વધુમાં જણાવ્યું કે, યાત્રી રેલગાડીઓના પરિચાલનમાં ખાનગી કંપનીઓના ઉતરવાથી રેલગાડીઓની ગતિમાં વધારો કરવામાં અને રેલના ડબ્બાઓની ટેકનોલોજીમાં નવો બદલાવ આવશે. તેમણે કહ્યું કે ટેકનોલોજી સારી થવાના કારણે રેલગાડીઓના જે કોચોને અત્યારે 4 હજાર કિલોમીટરની યાત્રા બાદ મેન્ટેનન્સની જરૂર છે. ત્યારે તે સીમાં હવે 40 હજાર કિલોમીટરની થઈ જશે.

ભારતમાં બનાવાશે ટ્રેન

વધુમાં જણાવ્યું કે મોટાભાગની પ્રાઈવેટ ટ્રેન મેક ઈન ઈન્ડિયા હેઠળ ભારતમાં જ બનાવવામાં આવશે. ભાડુ એસીબસ અને હવાઈ મુસાફરીને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવશે. અમારી કોશીશ રહેશે કે એપ્રીલ 2023 સુધીમાં પ્રાઈવેટ ટ્રેનનું સંચાલન શરૂ કરવામાં આવે.

કેવું હશે રેવન્યુ મોડલ

રેવન્યુ મોડલને લઈને યાદવે કહ્યું કે કંપનીઓએ રેલવેને બુનીયાદી સુવિધાઓ, વિજળી, સ્ટેશન અને રેલમાર્ગ વિગેરેનો ઉપયોગનો ચાર્જ દેવો પડશે. એટલું જ નહીં કંપનીઓએ પ્રતિસ્પર્ધી બોલીઓ લગાવીને ભારતીય રેલવેની સાથે રાજસ્વ વહેચવું પડશે. ખાનગી કંપનીઓની સાથે સમય સારિણીના હિસાબથી જ રેલગાડી પરિચાલનમાં 95 ટકા સમયબદ્ધતાનું પાલન સુનિશ્ચિત કરવું પડશે. તેમણે પ્રતિ એકલાખ કિલોમીટરની યાત્રામાં એક વારથી વધારે વખત અસફળ નહીં થવાના રેકોર્ડની સાથે ચાલવું પડશે.

દંડની પણ જોગવાઈ

જો ખાનગી કંપનીઓ યાત્રી રેલગાડી પરિચાલન સાથે જોડાયેલા કોઈપણ પ્રદર્શન માનક પૂર્ણ કરવામાં અસફળ રહેશે તો તેના ઉપર દંડ પણ ફટકારવામાં આવશે. દરેક રેલગાડીમાં એન્જીનમાં એક વિજળી મીટર પણ હશે અને કંપનીઓ તેના દ્વારા કરવામાં આવેલા વાપરવામાં આવેલી વિજળીના ચાર્જની ચુકવણી પણ કરવી પડશે.

ફાઈનાન્શીયલ બીડ 2021 એપ્રિલ સુધી સંભવ

દરેક ખાનગી કંપની 12 ક્લસ્ટરમાં આ ચલાવશે. આ ક્લસ્ટર બેંગલુરૂ, ચંડીગઢ, જયપુર, દિલ્હી, મુંબઈ, પટના, પ્રયાગરાજ, સિકંદરાબાદ, હાવડા અને ચેન્નાઈ હશે. યાદવે કહ્યું કે ખાનગી ટ્રેન માટે ફાઈનાન્શીયલ બીડ 2021 એપ્રીલ સુધીમાં પુરી થઈ જશે. રિકેવેસ્ટ ફોર ક્વોલીફિકેશનને સપ્ટેમ્બર 2020 સુધી ફાઈનલ કરવામાં આવશે.

આ કંપનીઓએ દાખવ્યો રસ

કોવિડ-19 સંકટ પહેલા અદાણી પોર્ટસ અને મેક માઈ ટ્રીપ અને એરલાઈન્સમાં ઈંડિગો, વિસ્તાર અને સ્પાઈજેટે ખાનગી ટ્રેન ચલાવવામાં રૂચી દાખવી છે. તે સિવાય આકર્ષિત કરનારી અન્ય કંપનીઓમાં અલ્સતોમ ટ્રાન્સપોર્ટ, બામ્બાર્ડિયર, સીમેન્સ ઈજી અને મેક્વાયરી જેવી વિદેશી કંપનીઓનો પણ સમાવેશ થાય છે. રેલવેના જણાવ્યા પ્રમાણે ટ્રેનમાં યાત્રિકોને એરલાઈન્સની સેવાઓ મળશે.

Related posts

ઇન્ટરનેટ સેન્સેશન / સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી આ યુવતી કોણ છે? લોકો કહી રહ્યા છે તેને ત્રણેય મેડલ આપી દો

Zainul Ansari

મહામારી/ વિશ્વમાંથી મંદી દૂર કરવા 650 અબજ ડોલરની મદદ કરશે IMF, આ દેશોને સહાય માટે અપાઈ ગઈ લીલીઝંડી

pratik shah

BIG BREAKING: મોલ્ડો વાતચીતથી નિકળ્યો રસ્તો, ભારત-ચીન ગોગરા હાઈટ્સ ક્ષેત્રમાંથી હટાવશે પોતાની આર્મી!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!