GSTV

શાસક પક્ષનો ભ્રષ્ટાચાર નાથવાનો દાવો પોકળ, સરકારની શાખને લાગ્યો બટ્ટો

રાજ્યની ભાજપ સરકાર મોટા ઉપાડે ભ્રષ્ટાચારને નાથવાની વાતો તો કરે છે. પરંતુ ખુદ ભાજપના જ નેતાઓ ભ્રષ્ટાચાર આચરી ભાજપની આબરૂ ધૂળધાણી કરી રહ્યા છે.અમદાવાદના ઇસનપુર વોર્ડના કોર્પોરેટર પુલકિત વ્યાસનો ગેરકાયદે બાંધકામ મુદ્દે લાંચ માંગતો વીડિયો વાયરલ થયો.વીડિયોમાં તેઓ એક બિલ્ડર પાસેથી પૈસાનો વહીવટ કરતા નજરે પડે છે.સમગ્ર મામલે વિવાદ વધતા આખરે ભાજપે કોર્પોરેટરને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે.

ભ્રષ્ટાચારને નાથવાની મોટી મોટી વાતો કરતી રાજ્યની ભાજપ સરકારને ખુદ ખુદ પક્ષના જ નેતાઓ જ બટ્ટો લગાડી રહ્યા છે. આવા જ એક નેતા છે ઇસનપુર વોર્ડના કોર્પોરેટર પુલકિત વ્યાસ.

ઇસનપુરના કોર્પોરેટર પુલકિત વ્યાસનો ગેરકાયદે બાંધકામ મામલે લાંચ માંગતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભાજપમાં હડકંપ મચી ગયો.વાયરલ થયેલા આ વીડિયોમાં પુલકિત વ્યાસ દક્ષિણ ઝોનના એક બિલ્ડર પાસે પૈસા માંગતા નજરે પડે છે. એટલું જ નહીં મનપાના અધિકારીઓને સાચવી લેવાની પણ તે ખાતરી આપે છે. પુલકિત વ્યાસ અધિકારીઓ પરાગભાઇ.ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર બરંડા સહિતના નામોનો પણ ઉલ્લેખ કરે છે. બિલ્ડર પુલકિત વ્યાસને ટોકનરૂપે 10 હજાર રૂપિયા આપે છે.પરંતુ પૈસાથી ધરવ ન હોય તેમ પુલકિત વ્યાસ વધુ પૈસા નહિં મળે તો કામ નહીં થાય તેમ ચોખ્ખું જણાવે છે.

પુલકિત વ્યાસના વાયરલ વીડિયોનો વિવાદ વધતા આખરે ભાજપે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ભાજપના નેતાઓ હોય કે અધિકારીઓ.કોઇ પણ ભ્રષ્ટાચારમાં સંડોવાશે તો સરકાર ભ્રષ્ટાચારીઓ સામે સખ્ત પગલાં ભરશે. મહત્વનું છે કે ભૂતકાળમાં પણ પુલકિત વ્યાસનો દાદાગીરી કરતો વીડિયો વાયરલ થયો હતો. પરંતુ હવે લાંચ લેવાનો વીડિયો સામે આવ્યા બાદ ભાજપે તોડબાજ કોર્પોરેટરને સસ્પેન્ડ કરી દીધો છે.

READ ALSO

Related posts

OMG! પરિવારની સુરક્ષા માટે ટેન્ટમાં રહવા મજબૂર કોરોનાનો ડૉક્ટર, સ્નેક્સ ખાઈ વિતાવી રહ્યો છે જિંદગી

Ankita Trada

કોરોનાવાયરસનો હાહાકાર: હોમ ક્વોરેન્ટાઈન કરાયેલા લોકોનો 14 દિવસનો સમયગાળો પૂર્ણ થતા તંત્ર ફરી સક્રિય

pratik shah

ભાવનગરમાં 300 કેદીઓની ભૂખ હડતાળ, લૉકડાઉનના કારણે પેરોલ આપવાની માગ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!