વોટ્સએપ પર એક મેસેજ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં કહેવાયુ છે કે, કોરોના મહામારીને જોતા સરકાર ટૂંક સમયમાં જ આગામી રિલીફ ફંડ જાહેર કરવાની છે. જેમને પણ આ ફંડનો લાભ લેવો હોય તેણે અહીંયા અપ્લાઈ કરવાનું રહેશે. અપ્લાઈ કરવા માટે મેસેજમાં એક લિંક પણ આપવામાં આવે છે. હકીકતમાં જોઈએ તો, આ પ્રકારના મેસેજ ફ્રોડનો જ એક ભાગ હોય છે. જેમાં લિંક પર ક્લીક કરતા આપની ગુપ્ત વિગતોની ચોરી થતી હોય છે. બેંકીંગ ડિટેલ પણ હેક થવાનો ખતરો રહે છે.
This WhatsApp forward claiming that the Central Government is providing Phase 4 Covid-19 Relief Fund is #FAKE!
— PIB Fact Check (@PIBFactCheck) June 4, 2021
Do not believe such forwarded messages and never disclose any personal information on these fraudulent websites.#PIBFactCheck pic.twitter.com/8f0yDZDIZm
સરકારે આ પ્રકારના મેસેજને ખોટો ગણાવ્યો છે અને આવા મેસેજ પ્રત્યે લોકોને જાગૃત રહેવા સલાહ પણ આપી છે. સરકારના જણાવ્યા અનુસાર આવી કોઈ યોજના છે જનહીં. સરકારી સંસ્થા પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોએ આ ખબરનું વિશ્લેષણ કર્યુ છે. પીઆઈબીએ પોતાના સત્તાવાર ટ્વિટર હેંડલ પર લખ્યુ છે કે, વોટ્સએપ પર ફોરવર્ડ કરવામાં આવી રહેલા મેસેજ પર કોઈ તથ્ય નથી. આ પ્રકારના ફોરવર્ડ થતાં મેસેજમાં ક્યારેય વિશ્વાસ કરવો નહીં. આ પ્રકારના મેસેજમાં આવતી લિંક પર ક્યારેય ક્લિક કરવુ નહીં, વ્યક્તિગત વિગતો શેર કરવી નહીં.