GSTV

Transfer / સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમન્નાએ દેશની 7 હાઇકોર્ટના જજોની કરી બદલી

Last Updated on October 11, 2021 by Vishvesh Dave

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમન્નાએ દેશની વિવિધ હાઈકોર્ટના જજોની બદલી કરી છે. છેલ્લા 10 દિવસમાં આ બીજી વખત છે જ્યારે હાઇકોર્ટના જજોની બદલી કરવામાં આવી છે. સોમવારે બદલી કરવામાં આવેલા ન્યાયાધીશોમાં પંજાબ હરિયાણા હાઈકોર્ટમાંથી પટણા હાઈકોર્ટમાં જસ્ટિસ રંજન ગુપ્તા, જસ્ટિસ સુરેશ્વર ઠાકુર હિમાચલથી પંજાબ હરિયાણા હાઈકોર્ટ, જસ્ટિસ પીવી ભજનથરીની કર્ણાટક હાઇકોર્ટમાંથી પટના હાઇકોર્ટમાં, જસ્ટિસ સંજીવ પ્રકાશને રાજસ્થાન હાઇકોર્ટથી પટના હાઇકોર્ટમાં, જસ્ટિસ સુભાષ ચંદ અલ્હાબાદ હાઈકોર્ટથી ઝારખંડ હાઈકોર્ટમાં અને જસ્ટિસ ટી અમરનાથ ગૌર તેલંગાણા હાઈકોર્ટથી ત્રિપુરા હાઈકોર્ટ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

આ સાથે જ જજ જસ્ટિસ ટી.એસ. શિવગનમને મદ્રાસ હાઇકોર્ટમાંથી કલકત્તા હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ પણ ઉપરોક્ત જજોની ટ્રાન્સફર યાદી ટ્વીટ કરી હતી. 5 ઓક્ટોબરે કેન્દ્રએ હાઈકોર્ટના 15 જજોની બદલી માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. આ સાથે, 9 ઓક્ટોબરના રોજ, કેન્દ્રએ 13 હાઇકોર્ટ માટે નવા મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક માટે જાહેરનામું બહાર પાડ્યું હતું.

ALSO READ

Related posts

બૉલીવુડની જાણીતી અભિનેત્રી ફારુખ જાફરનું નિધન, ઉમરાઉ જાનથી કરી હતી એક્ટિંગની શરૂઆત

Damini Patel

પોલીસની દાદાગીરી/ મફતમાં ફ્રૂટ ન આપતા નશામાં ધૂત પોલીસે સગર્ભાના પેટ પર લાત મારી, પોણા ત્રણ વર્ષે પોલીસે ગુનો નોંધ્યો

Pravin Makwana

ધર્માંતરણ કેસ/ ઉત્તર પ્રદેશમાં એટીએસ દ્વારા મોટો ઘટસ્ફોટ, આરોપીઓ અલકાયદાના સંપર્કમાં હોવાના પુરાવા મળ્યા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!