GSTV
Home » News » જાણો દિલ્હીના વડા કોણ? દિલ્હી સરકાર કે ઉપરાજ્યપાલ, સુપ્રીમ કોર્ટે અાપ્યો ચુકાદો

જાણો દિલ્હીના વડા કોણ? દિલ્હી સરકાર કે ઉપરાજ્યપાલ, સુપ્રીમ કોર્ટે અાપ્યો ચુકાદો

અપૂર્ણ રાજ્યનો દરજ્જો ધરાવતા દિલ્હીના વડા કોણ દિલ્હી સરકાર કે ઉપરાજ્યપાલ તેના સંદર્ભે સુપ્રીમ કોર્ટેનો ચુકાદો આવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે દિલ્હીના પ્રશાસક ઉપરાજ્યપાલ છે. કેબિનેટની સલાહ પર ઉપરાજ્યપાલ કામ કરે અને મતભેદ હોય તો રાષ્ટ્રપતિ નિર્ણય કરે. ઉપરાજ્યપાલ વચ્ચે સ્વતંત્ર અધિકાર નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે બંધારણનું પાલન કરવું સૌની ફરજ છે. પ્રશાસનિક નિર્ણયો સૌની સામુહિક ફરજ છે. સંસદે બનાવેલો કાયદો સૌથી ઉપર છે. ચુકાદો વાંચતી વખતે મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યુ છેકે કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધો સૌહાર્દપૂર્ણ હોય.બંધારણીય બેંચના 5માંથી 3 જજોએ શરતો સાથે મુખ્યમંત્રી કેજરીવાલને  દિલ્હીના બોસ માન્યા છે. સુપ્રીમ કોર્ટના 3 જજોએ પોતાની કોમેન્ટમાં કહ્યું કે જનમતની સાથે જો સરકાર રચાઇ હોય તો તેનું પોતાનું મહત્વ છે. 3 જજોએ કહ્યું કે એલજીએ દિલ્હી સરકારની સલાહથી કામ કરવું જોઇએ. CJIએ કહ્યું કે, દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો ન આપી શકાય. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઇકોર્ટના એ ફેંસલાને પડકાર્યો હતો, જેમાં કોર્ટે કહ્યું હતું કે ઉપરાજ્યપાલ (એલજી) જ દિલ્હીના વહીવટી વડા છે અને કોઇપણ ફેંસલો તેમની મંજૂરી વગર ન લેવામાં આવે.

  • બંધારણીય બેંચના 5માંથી 3 જજોએ શરતો સાથે મુખ્યમંત્રી કેજરીવાલને  દિલ્હીના બોસ માન્યા

  • સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે બંધારણનું પાલન કરવું સૌની ફરજ

  • જનમતની સાથે જો સરકાર રચાઇ હોય તો તેનું પોતાનું મહત્વ

  • CJIએ કહ્યું કે, દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો ન આપી શકાય

દિલ્હી એક રાજ્ય નથી, એટલે ઉપરાજ્યપાલને વિશેષ અધિકાર

દિલ્હી સરકારની અરજીઓ પર સીજેઆઇ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેંચે ગયા વર્ષે 2 નવેમ્બરથી સુનાવણી શરૂ કરી હતી. માત્ર 15 સુનાવણીમાં આખા મામલાને સાંભળ્યા પછી 6 ડિસેમ્બરના રોજ ફેંસલો સુરક્ષિત કરી લીધો હતો. આપ સરકાર તરફથી ચિદમ્બરમ રાજીવ ધવન અને ઇંદિરા જયસિંહ જેવા જાણીતા વકીલોએ દલીલો મૂકી. એક સુનાવણીમાં કોર્ટે કહ્યું હતું, “ચૂંટાયેલી સરકાર પાસે કેટલાક પાવર્સ હોવા જોઇએ, નહીંતો તે કામ નહીં કરી શકે.” જ્યારે કેન્દ્ર અને ઉપરાજ્યપાલ તરફથી દલીલ આપવામાં આવી હતી કે દિલ્હી એક રાજ્ય નથી, એટલે ઉપરાજ્યપાલને અહીંયા વિશેષ અધિકાર મળે છે.

  • ઉપરાજ્યપાલના આ મામલામાં સુપ્રિમ કોર્ટમાં 11 અરજીઓ દાખલ થઈ

  • દિલ્હીની બંધારણીય વ્યવસ્થા પ્રથમ નજરે ઉપરાજ્યપાલના પક્ષમાં નજરે પડી

દિલ્હી સરકાર વિરૂદ્ધ ઉપરાજ્યપાલના આ મામલામાં સુપ્રિમ કોર્ટમાં 11 અરજીઓ દાખલ થઈ છે. 6 ડિસેમ્બર 2017ના દિવસે મામલામાં પાંચ જજોની સંવૈધાનિક બેન્ચે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. દિલ્હીની કેજરીવાલ સરકારે હાઈકોર્ટના 4 ઓગસ્ટ 2016ના તે આદેશને પડકાર્યો છે, જેમાં ઉપરાજ્યપાલને વહીવટી વડા બતાવતા કહ્યું હતું કે, તેઓ પ્રધાનમંડળની સલાહ અને મદદ માટે બાધ્ય નથી. આ અરજીમાં દિલ્હીની પસંદ કરેલી સરકાર અને ઉપરાજ્યપાલના અધિકાર સ્પષ્ટ કરવાનો આગ્રહ કર્યો હતો.

દિલ્હીના સંબંધમાં બંધારણના આર્ટિકલ 239AA કંઈક અલગ

આ કેસની સુનાવણી કરનાર ખંડપીઠમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એકે સીકરી, જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ અને જસ્ટિસ અશોક ભૂષણ સામેલ છે. કોર્ટે સુનાવણીમાં કહ્યું હતું કે, દિલ્હીની બંધારણીય વ્યવસ્થા પ્રથમ નજરે ઉપરાજ્યપાલના પક્ષમાં નજરે પડી રહી છે. કોર્ટે કહ્યું કે, દિલ્હીના સંબંધમાં બંધારણના આર્ટિકલ 239AA કંઈક અલગ જ છે. એવું લાગે છે કે, અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશ કરતાં અહી ઉપરાજ્યપાલને વધારે શક્તિઓ પ્રાપ્ત છે.

દિલ્હી સરકારની દલીલ હતી કે દિલ્હીનો દરજ્જો બીજા કેન્દ્રશાસિત પ્રદેશથી અલગ છે. બંધારણ અનુચ્છેદ 239 AA હેઠળ દિલ્હીમાં વિધાનસભાની જોગવાઇ છે. અહીં ચૂંટાયેલા પ્રતિનિધિઓના માધ્યમથી એક સરકારની રચના થાઈ છે. તેને નિર્ણય લેવાની સ્વતંત્રતા મળવી જોઈએ. જવાબમાં કેન્દ્ર સરકારનું કહેવું હતું કે, જે અનુચ્છેડ 239 AAનો હવાલો દિલ્હી સરકાર આપી રહી છે, તેમાં પણ એલજીનો દરજ્જો રાજ્ય સરકારથી ઉપર માનવામાં આવ્યો છે.

Related posts

પ્રેસિડન્ટ ટ્રમ્પનો એટિટ્યૂડ ભારત પ્રત્યે નેગેટિવ, પર્સનલ ફાયદા માટે આવી રહ્યાં છે ભારત

Mayur

પહેલા આમંત્રણ પછી આયોજન છેલ્લે યજમાન ફાયનલ, ડોનાલ્ડ ટ્રમ્પને અમદાવાદ બોલાવનારના જાહેર થયા નામ

Mayur

પ્રિયંકા ગાંધીને રાજ્યસભામાં મોકલવા માટે કોંગ્રેસને મળી ગઈ સેફ સીટ, પણ UP કાર્યકર્તાઓને નથી પસંદ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!