GSTV
Home » News » રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં સિવીલ સર્વિલ પરિક્ષા તૈયારી કેન્દ્રનો CM રૂપાણીનાં હસ્તે પ્રારંભ કરાશે

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં સિવીલ સર્વિલ પરિક્ષા તૈયારી કેન્દ્રનો CM રૂપાણીનાં હસ્તે પ્રારંભ કરાશે

સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં યુવાનોને સિવીલ સર્વીસીસ જેવી મહત્વની પરિક્ષાની તૈયારી અને તાલીમ માટે ગુજરાત બહાર ન જવું પડે તે માટે રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સટીએ નવી પહેલ કરી છે. જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન અને સૌરાષ્ટ્ર વિશ્વ વિદ્યાલયનાં સંંયુકત ઉપક્રમે યુનિવર્સીટી કેમ્પસ ખાતે આવેલા CCDC ભવનમાં UPSC તૈયારી માટે એક અલગથી ભવન તૈયાર થઇ રહ્યું છે. ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રુપાણીનાં વરદ હસ્તે આ ભવનનું આગામી તારીખ 29 સપ્ટેમ્બરનાં રોજ ઉદ્ધાટન કરવામા આવશે.

મહત્વનું છે કે સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ શહેર શિક્ષણમાં હબ બનતું જાય છે. તેમજ અનેક પ્રકારનાં અભ્યાસક્રમ માટે અહિં સંસ્થાઓ કાર્યરત છે. છેલ્લા ઘણાં સમયથી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી પણ વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને તમામ પ્રકારની શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી રહી છે. છેવાડાનાં ગામડાનાં યુવાનોને કોઇ પણ પ્રકારની તંગીનાં કારણે અભ્યાસ ન અટકે તે માટે CCDC-UPSC ભવન કાર્યરત કરાશે.

મળતી માહિતી પ્રમાણે દિલ્હીની ખ્યાતનામ સંસ્થાનોનાં તજજ્ઞો સૌરાષ્ટ્રનાં યુવાનોને સિવીલ સર્વિસ પરિક્ષા માટે તાલીમ પુરી પાડશે. આ ભવનનાં સંચાલન માટે યુનિવર્સટીનાં કુલપતિ ડો.નીતિન પેથાણી અને ઉપકુલપતિ ડો,વિજય દેશાણીનાં માર્ગદર્શન હેઠળ એડવાઇઝરી કમિટીની રચના કરવામા આવી છે. નજીકનાં ભવિષ્યમાં સૌરાષ્ટ્ર સહિત રાજકોટનાં યુવાનોને આ ભવનમાં પરિક્ષાની તૈયારી કરવાનો લાભ મળશે. જે માટે યુનિવર્સિટીનાં કુલપતિ ડો. નીતિન પેથાણી અને ઉપ-કુલપતિ સતત માર્ગદર્શન કરી રહ્યા છે.

READ ALSO

Related posts

એવું તો શું છે ખાસ આ મહેંદીમાં કે ભાવ છે અધધધ… 20 હજાર રૂપિયા

Arohi

ભારતના ખેલાડીઓએ ક-મને પણ આ ટુર્નામેન્ટ રમવા જવું પડશે પાકિસ્તાન, ખેલાડીઓ નથી જવા રાજી

Arohi

ભયાનક અજગરે જ્યારે જકડી લીધી ગરદન તો ભારે મહેનત બાદ આવી રીતે બચ્યો જીવ, જુઓ VIDEO

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!