GSTV
Gujarat Government Advertisement

ચિંતાજનક/ સિવિલમાં 24 કલાકમાં 4 ના મોત, છેલ્લા 40 દિવસમાં 80 દર્દીઓને ભરખી ગયો મ્યુકોરમાઇકોસીસ

Last Updated on June 10, 2021 by pratik shah

મ્યુકોરમાઇકોસીસના દર્દીઓમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં ચાર દર્દીઓના મોત મ્યુકોરમાઇકોસીસના કારણે થયા છે. આ સાથે જ છેલ્લા 40 દિવસમાં 80 દર્દીઓને મ્યુકોરમાઇકોસીસ ભરખી ગયો હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, મ્યુકોરમાઇકોસીસ એ એક જીવલેણ રોગ છે. જેનો મૃત્યુ દર કોવીડ કરતા પણ વધારે છે. જો વહેલી તકે નિદાન કરવામાં આવે તો તેની સફળતાપૂર્વક સારવાર કરી શકાય છે.

બ્લેક

મ્યુકોરમાઇકોસીસના દર્દીઓની સંખ્યામાં સસત વધારો થતા વિવિધ વોર્ડ ખોલી દેવામાં આવ્યાં

સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસના દર્દીઓની સંખ્યામાં સસત વધારો થતા વિવિધ વોર્ડ ખોલી દેવામાં આવ્યાં હતા. જો કે, કેટલાક દિવસોથી દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થતા તબીબોએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે, સિવિલ હોસ્પિટલમાં 24 કલાક દરમિયાન જ 4 દર્દીઓના મોત નિપજ્યાં હોવાથી દાખલ દર્દીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો છેલ્લા 40 દિવસમાં મ્યુકરના 1060 દર્દીઓ સારવાર માટે આવ્યા હતા. જે પૈકી 560થી વધુ દર્દીઓની સર્જરી સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી હતી.

કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું

હાલ સિવિલ હોસ્પિટલમાં 330 દર્દીઓ મ્યુકોરની સારવાર લઇ રહ્યાં છે. જેમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં નવા 13 દર્દીઓ મ્યુકોરમાઇકોસીના વોર્ડમાં સારવાર માટે દાખલ થયા છે. નોંધનીય છે કે, હાલ પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ મ્યુકોરના સંખ્યાબંધ દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. જેમને સરળતા પૂર્વક એમ્ફો ટેરીસીન બી ઇન્જેક્શન મળી રહે તે માટે સરકારે યોગ્ય વ્યવસ્થા ગોઠવી છે. જેના કારણે ઇન્જેક્શન માટે દર્દીઓના સગાને વલખા મારવા પડતા નથી અને નિયત જગ્યાએથી ઇન્જેક્શન મળી જાય છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જ્ઞાનનું દાન/ એક હજાર વિદ્યાર્થીને સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયાર કરશે અમદાવાદના ડીસીપી રાજેશ ગઢિયા, 14 યુવાનોને PSI બનાવ્યા

Harshad Patel

ફફડાટ/ ત્રીજી લહેર આવી તો ક્રોનિક ડીસીઝવાળા બાળકોની હાલત થશે વધુ ગંભીર, તબીબો પણ મૂકાયા ચિંતામાં

Pritesh Mehta

રીઓપનિંગ તરફ ગુજરાત, બાગ બગીચા અને તળાવ જનતા માટે ખુલ્લા મુકવા ઉઠી રહી છે માંગ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!