GSTV

સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ થઈ રહ્યા છે સંક્રમિત, સિનિયર ડોકટરો સહિત 60 કર્મીઓ આવ્યા ઝપેટમાં

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે બીજી તરફ કોરોના સંક્રમણ વધવાને કારણે અમદાવાદમાં લાગુ કરાયેલા સળંગ 57 કલાકના કરફ્યુનો આજે બીજો દિવસ છે. શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી લાગુ કરાયેલો કરફ્યુ આવતીકાલે સવારે 6 વાગ્યા સુધી રહેશે. અને સોમવારથી દરરોજ રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી પણ કરફ્યુ લાગુ રહેશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં પણ સતત દર્દીઓનો પ્રવાહ યથાવત આવી રહ્યો છે. હોસ્પિટલો પણ ફુલ થઈ રહી છે. જ્યારે બીજી તરફ દર્દીની સારવાર કરતા સિનિયર ડોક્ટર્સ પણ સંક્રમિત થયા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ થઈ રહ્યા છે કોરોના સંક્રમિત

  • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ થઈ રહ્યા છે કોરોના સંક્રમિત
  • દિવાળી થી અત્યાર સુધી મા 60 કોરોના વોરિયર્સ પોઝિટિવ
  • અત્યાર સુધી 430 કોરોના વોરિયર્સ પોઝિટિવ થયા
  • ડોકટર, નર્સ સહિત સફાઈ કર્મીઓ થયા પોઝિટિવ
  • સિનિયર ડોકટર ને પણ કોરોના નું ગ્રહણ લાગ્યું
  • સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન વપરાશ માં પણ થયો છે વધારો
  • સિવિલના સિનિયર ડોકટરો કોરોનાનો શિકાર બન્યા છે

નોંધનીય છે કે કોરોના વોરિયર્સ સતત રીતે થઈ રહ્યા છે સંક્રમિત, ઉલ્લેખનીય છે કે જીવલેણ કોરોના વાયરસનું ભયાવહ રૂપ આવી રહ્યું છે સામે, નોંધનીય છે કે દિવાળીથી અત્યાર સુધીમાં 60 કોરોના વોરિયર્સના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. ત્યારે બીજી તરફ ડોકટર, નર્સ સહિત સફાઈ કર્મીઓ પણ પોઝિટીવ આવી રહ્યા છે.

નર્સિંગ સુપરિટેન્ડેન્ટ બિ.કે.પ્રજાપતિ કોરોના પોઝિટિવ

  • નર્સિંગ સુપરિટેન્ડેન્ટ બિ.કે.પ્રજાપતિ કોરોના પોઝિટિવ
  • મેડિસન વિભાગના વડા ડો.કમલેશ ઉપાધ્યાય અને તેમના પત્ની ડૉ.નીલિમા શાહ પોઝિટિવ
  • પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડો.જયેશ સચદે પણ પોઝટિવ થયા
  • એનેસ્થેસિયા ના વડા ડો.શૈલેષ શાહ પણ કોરોના પોઝિટિવ
  • અન્ય ડોકટર અને નર્સિંગ સ્ટાફ પણ કોરોના સંક્રમિત થયો છે

અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે અમદાવાદ સિવિલમાં કોરોના વોરિયર્સ કોરોનાથી સંક્રમીત થઈ રહ્યા છે. દિવાળીથી અત્યાર સુધીમાં 60 કોરોના વોરિયર્સના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અને ત્યારે અત્યાર સુધીમાં 430 કોરોના વોરિયર્સને કોરોના થયો છે. સિવિલમાં ડોકટર, નર્સ સહિત સફાઈકર્મીઓને કોરોનનો ચેપ લાગ્યો છે.

અન્ય ડોકટર અને નર્સિંગ સ્ટાફ પણ કોરોના સંક્રમિત

અત્યાર સુધીમાં નર્સિંગ સુપરિટેન્ડેન્ટ બિ.કે.પ્રજાપતિ, મેડિસન વિભાગના વડા ડોક્ટર કમલેશ ઉપાધ્યાય અને તેમના પત્ની ડોક્ટર નીલિમા શાહ, પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડોક્ટર જયેશ, એનેસ્થેસિયાના વડા ડોક્ટર શૈલેષ શાહ પણ કોરોનાથી સંક્રમિત થયા છે.

READ ALSO

READ ALSO

Related posts

આણંદ તાલુકાના આ ગામની શાળાના 6-7 વર્ગને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવતા લોકોએ કરી તાળાબંધી

Nilesh Jethva

હળવદના દેવીપુરમાં કોરોનાના 35 કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

Nilesh Jethva

તાલાલા ગીરના આદિવાસી યુવાને અરુણાચલ પ્રદેશની સરહદે શહીદી વહોરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!