GSTV

સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ કેરળ વિમાન ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી, કહ્યું: “સારું થયું આગ ન લાગી”

ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ કેરેલામાં પ્લેન ક્રેશ અંગે મીડિયા સાથે વાતચીત કરી. જેમા તેમણે જણાવ્યું કે 2 પાયલેટ સહિક 18 લોકોના આ પ્લેન ક્રેશમાં મોત થયા છે. વંદેભારત મિશન હેઠળ દુબઈથી ફ્લાઈટ ઉપાડવામાં આવી હતી અને વરસાદી માહોલને કારણે પ્લેન લેન્ડીંગ કરતી વખતે આ ઘટના બની હતી.

કેરળ

સાથે જ તેમણે એવું પણ કહ્યું કે ઘટના બાદ ફાયર વિભાગના અધિકારીઓ તેમજ રેસ્ક્યુ ટીમ તરત સ્થળ પર પહોચી હતી અને તેમણે ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા.

સારું થયું પ્લેનમાં આગ ના લાગી: હરદીપસિંહ

જોકે હરદીપસિંહ પુરીએ એવું પવણ કહ્યું કે પ્લેનમાં આગ ન લાગી તે ઘણુ સારુ થયું. મહત્વનું છે કે સમગ્ર મામલે તપાસ કરવા માટે ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ બે ટીમો બનાવી છે.

કેરળ સીએમ-ગવર્નર જશે કારીપુર

કેરળના ગવર્નર આરીફ મોહમ્મદ ખાન અને મુખ્યમંત્રી પી. વિજયન આજે કારીપુરની મુલાકાત કરશે.

વિદેશ રાજ્યપ્રધાને કરી કોઝિકોડની મુલાકાત

કેરળમાં બનેલી વિમાન દુર્ઘટના બાદ વિદેશ રાજ્ય પ્રધાન વી. મુરલીધરન કોઝિકોડ પહોંચ્યા છે. તેમણે વિમાન દુર્ઘટના અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. મહત્વપૂર્ણ છે કે, વિમાન દુર્ઘટનામાં 19 જેટલા લોકોના મોત થયા છે. જ્યારે ઘાયલ થયેલા તમામ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

Related posts

ખાનગી શાળાની દાદાગીરી: સ્કૂલ ફી ન ભરતા શિક્ષણમંત્રીની ભાણેજનું નામ હટાવી દીધું, થઈ જોવા જેવી

Pravin Makwana

18 ફાઈટર પ્લેનથી ઘુસણખોરી બાદ બોલ્યુ ચીન, અમેરિકાથી દૂર રહે તાઈવાન નહી તો કબ્જો કરી લઈશુ, બહાનાની રાહ

Mansi Patel

આર્થિક મંદી / આવક ઓછી અને ખર્ચા વધ્યા : આ 3 મોરચે મોદી સરકારની વધી શકે છે ચિંતા, હવે ભરાઈ ગઈ છે સરકાર

Karan
Do NOT follow this link or you will be banned from the site!