GSTV

Citylife / ફરવાં જેવા જગતના સર્વોત્તમ શહેરોના લિસ્ટમાં ભારતનું એક પણ મહાનગર નથી, Top-10 શહેરો ક્યા ક્યા છે?

citylife

Last Updated on September 16, 2021 by Lalit Khambhayata

કોરોના પછી ફરવાંનો લોકોને આગ્રહ વધ્યો છે. ઘરમાં પુરાયા પછી જટ બહાર નીકળવું છે. એટલે Times Out નામની એક સંસ્થા દ્વારા વિશ્વના ટોપ 37 ફરવાંજેવી Citylife ધરાવતા શહેરની સૂચિ તૈયાર કરવામાં આવી છે. આ સૂચિમાં વિશ્વભરના શહેરને સામેલ કરવામાં આવ્યા છે અને આ સૂચિ તૈયાર કરવા માટે દુનિયાભરમાંથી 27,000 સ્વયંસેવકોએ સહાયક રૂપે જોડાવાનું પસંદ કર્યું હતું. આ સૂચિમાં તૈયાર કરવા માટે શહેરમાં મળતું ભોજન , પીણા, રાત્રિ સમયે જોવા મળતી જાહોજલાલી અને ત્યાં વસતા લોકોના જોશ જુસ્સાને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. આ સૂચિમાં આમ તો ઘણા શહેરના નામ શોર્ટલિસ્ટ થાય હતા પણ Times Out દ્વારા કુલ 37 શહેરનું એક ફાઇનલ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે જે આ મુજબ છે.

1. સાન ફ્રાન્સિસ્કો

અમેરિકાના પશ્ચિમ કાંઠે કેલિફોર્નિયા રાજ્યમાં વસેલું આ શહેર આધુનિકતાની એક અનોખી મિસાલ છે. આ શહેરમાં વસતા લોકોમાં એક અનોખો જુસ્સો અને સામાજિક ગતિવિધિ પ્રત્યેનો લગાવ જોવા મળે છે. ગયા વર્ષે લોકડાઉન હોવા છતાં આ શહેરના જુસ્સામાં ઘટાડો જોવા મળ્યો નહતો જેના કારણે જ આ શહેરને Times Out દ્વારા 2021ના સૌથી સારા શહેરના લિસ્ટમાં પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે. કેલિફોર્નિયામાં આવેલું આ શહેર પ્રાકૃતિક રીતે પણ ઘણું સમૃદ્ધ છે જે સિવાય સાન ફ્રાન્સિસ્કોમાં ખાણી પીણી માટેના પણ હઝારો વિકલ્પ ઉપલબ્ધ છે. રાત્રિ સમયે આ શહેરમાં ખૂબ અનોખી રોનક અને ત્યાંના લોકોમાં અનોખી પોઝિટિવ એનર્જી જોવા મળે છે. રાત પડતાં જ સાન ફ્રાન્સિસ્કોના પોહળા રસ્તાઓની આજુબાજુ આવેલી હોટેલ અને કેસિનોની લાઈટ આ શહેરની રાત્રિમાં રોનક લઈ આવે છે. અમેરિકામાં જ્યારે LGBTQ કોમ્યુનિટી સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો ત્યારે પણ આ શહેરના લોકોએ જ સૌથી પેહલા આગળ આવીને સમલૈંગિક સંબંધોનો સ્વિકાર કર્યો હતો.

2. એમ્સ્ટરડેમ

એમ્સ્ટરડેમ એ નેધરલેન્ડની રાજધાની છે. આ શહેર આમ તો યુરોપનું સૌથી સુંદર શહેર માનવામાં આવે જ છે પંરતુ વસવાટ કરવા માટે પણ આ શહેર 2021નું બીજા નંબરનું સૌથી સારું શહેર બન્યું છે. એમ્સ્ટરડેમ પોતાના હાઈ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગની સાથે વિશ્વની સૌથી સારી મેડિકલ સુવિદ્યા માટે અને એક સુરક્ષિત શહેર રૂપે પ્રસિદ્ધ છે. આ શહેરની આંતરિક સુંદરતા જ એમ્સ્ટરડેમની ખરી ઓળખ છે. એમ્સ્ટરડેમ વચ્ચેથી પસાર થતી નહેર અને તેની આસપાસ વસેલા હઝારો ખાણી પીણીના વિકલ્પ કોઈ પણ માણસનું મન મોહી લેવા પુરતું છે જેના કારણે જ વર્ષે લાખો પર્યટક આ શહેરની મુલાકાત લેવાનું પસંદ કરે છે. એમ્સ્ટરડેમમાં વસતા ડચ લોકો પણ સ્વભાવે ખૂબ સૌમ્ય અને શાંત છે. આ શહેરનું ભણતર પણ ખૂબ વખણાય છે જેની સાથે ત્યાંના લોકો સામાજિક પ્રવૃત્તિઓમાં પણ કાર્યરત રેહવાનું પસંદ કરે છે. ગત વર્ષે લોકડાઉન હોવાથી એમ્સ્ટરડેમના સામાજિક જીવન પર થોડી અસર થઈ હતી પરંતુ હવે આ શહેર ફરી પેહલાની જેમ જુસ્સા અને ઉમંગથી છલકાતું જોવા મળે છે.

3. માન્ચેસ્ટર

ઇંગ્લેન્ડમાં આવેલું આ શહેર ત્યાં વસતા લોકોને લીધે Times Outની આ સૂચિમાં સ્થાન પામ્યું છે. આ શહેરમાં વસતા લોકો સ્વભાવે ખૂબ મળતાવડા છે જેના કારણે જો તમારે નવા મિત્રો બનાવવા હોય અથવા વાત કરવા માટે કોઈ સાથીદારની જરૂર હોય તો માન્ચેસ્ટરમાં તમને તે આસાનીથી મળી શકે. માન્ચેસ્ટરમાં ખાવા પીવાના વિકલ્પો જોકે અમુક માત્રા સુધી જ મર્યાદિત છે પણ ત્યાંની નાઇટલાઈફ અને ત્યાં વસતા લોકોની જુસ્સો તમને નિરાશ નહિ કરે.

4. કોપનહેગન

ડેનમાર્કની રાજધાની એવા આ શહેરને Times Out દ્વારા ચોથા ક્રમે મૂકવામાં આવ્યું છે જેનું કારણ આ શહેરમાં જોવા મળતી શાંતિ છે. કોપનહેગનમાં વસતા લોકો અનુસાર શાંતિથી બેસીને રિલેક્ષ થવા માટે આ શહેર વિશ્વનો સૌથી સારો વિકલ્પ છે. જોકે શાંતિ સિવાય પણ આ શહેરમાં ઘણી વસ્તુ નજરઅંદાજ કરી શકાય તેવી નથી. પર્યાવરણની દૃષ્ટિએ પણ કોપનહેગન દુનિયાનું બીજા નંબરનું સૌથી વધુ હરિયાળી ધરાવતું શહેર છે.

5. ન્યુયોર્ક

અમેરિકાનું ઓદ્યોગિક પાટનગર હોવાની સાથે ન્યુયોર્ક શહેરમાં બીજી પણ ઘણી અનોખી વસ્તુ જોવા મળે છે. Times Out દ્વારા આ શહેરને પોતાની સૂચિમાં લેવામાં જ એટલા માટે આવ્યું છે કારણ કે ન્યુયોર્કમાં દરરોજ કઈક નવું જોવું અને મેળવવું શક્ય છે. Times Out દ્વારા આ શહેરમાં એક નાનકડો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં ન્યુયોર્ક ખાતે વસતા લોકોને પણ તેવું જ લાગે છે. ન્યુયોર્ક શહેર Times Outની બીજી પણ લગભગ દરેક કેટેગરીમાં સફળ રહ્યું છે જેમાં ખાણી પીણી, નાઈટલાઇફ, મોજમસ્તી, સામાજિક પ્રવૃત્તી, સામાજિક જવાબદારી અને પ્રકૃતિ પ્રત્યેની જાગૃતિ વગેરે સામેલ હતી. આ શહેરમાં વસતા લોકોને આમ તો સામે જોઇને જવાબ આપવાનો પણ સમય નથી હોતો પરંતુ જ્યારે મદદરૂપ થવાની વાત આવે તેમાં ન્યુયોર્ક વાસી સૌની પેહલા હજાર થઈ જાય છે. ન્યુયોર્ક એક વિકાસશીલ શહેર છે માટે ત્યાં દર થોડા સમયે નવી ઈમારત બનેલી જોવા મળે છે. પાછલા દોઢ વર્ષથી જોકે ન્યુયોર્ક ખાતે સંપુર્ણ લોકડાઉન હતું માટે આ શહેરની રોનકમાં થોડો ઓછાયો જોવા મળ્યો હતો પરંતુ હવે આ શહેર ફરી ઝગમગી ઉઠ્યું છે.

6. મોન્ટ્રીયલ

કેનેડાના પ્રમુખ શહેરની યાદીમાં મોન્ટ્રીયલને અચૂક પણે સ્થાન મળે છે. આ શહેર પોતાના રસપ્રદ રાજનૈતિક ઇતિહાસ માટે જાણીતું છે. મોન્ટ્રીયલમાં વસતા લોકો આ શહેરને અનોખું માને છે , તેમનું માનવું છે કે મોન્ટ્રીયલમાં પોતાની ઓળખ બનાવી ખૂબ આસાન છે. વસવાટ કરવા માટે પણ મોન્ટ્રીયલ એક સારો વિકલ્પ છે કારણ કે આ શહેરમાં કામધંધો મેળવવો વધુ મુશ્કેલ નથી. તે ઉપરાંત મોન્ટ્રીયલમાં પોસાય તેવા ભાવે ખાવા પીવાનો સામાન અને અન્ય જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે છે.

7. પ્રાગ

યુરોપમાં આવેલા નાનકડા દેશ ઝેક રિપબ્લિકની રાજધાની પ્રાગ એક ખૂબસૂરત શહેર છે. આ શહેરમાં વસતા 82 ટકા લોકો પણ તેવું જ માને છે. આ શહેરમાં વસવાટ કરવાનો બીજો એક મોટો ફાયદો તે છે કે પ્રાગમાં ક્યાય પણ જવા માટે વાહનવ્યહવારના વિકલ્પની રાહ નથી જોવી પડતી. આ શહેરની આંતરિક બનાવટ અને સુંદરતા બંને એટલી રસપ્રદ છે કે ત્યાં વસતા લોકો પોતાના રોજિંદા જીવનમાં ક્યાંય પણ પગપાળા જવાનું જ પસંદ કરે છે. પર્યટકો માટે પણ પ્રાગમાં ઘણા રસપ્રદ અને પૈસા વસૂલ વિકલ્પ આવેલ છે , જેના કારણે વર્ષે લાખો લોકો આ શહેરની મુલાકાત લેવાનું પસંદ કરે છે.

8. તેલ આવિવ

ઇઝરાયેલમાં આવેલું આ શહેર મોજ મસ્તી કરવા માટે વિશ્વનું બીજા નંબરનું સૌથી  સારું શહેર છે. આ શહેર જોકે ચીનમાં શાંઘાઈ જેટલા મોજ મસ્તીના વિકલ્પ નથી ધરાવતું પણ ત્યાં જોવા મળતા મોજમસ્તીના વિકલ્પ પણ પૈસા વસૂલ છે. તેલ આવિવ એક મુસ્લિમ વસ્તી ધરાવતું શહેર હોવાથી ત્યાંના રોજિંદા જીવનમાં અમુક નિયમ લાગુ કરવા પડે છે પરંતુ જે પર્યટક માત્ર મોજમસ્તી કરવા માંગતા હોય તેમના માટે આ શહેર એક સારો વિકલ્પ છે. તેલ આવિવમાં ખાવા પીવાથી લઈને નાઈટલાઇફ સુધીના ઉત્તમ વિકલ્પ આસાનીથી (સાથે મોંઘા ભાવે પણ) મળી રહે છે.

9. પોર્ટો

પોર્ટો પણ મેન્ચેસ્ટરની જેમ જ મિત્રો બનાવવા માટે સૌથી સારું શહેર છે. આ શહેરના લોકો સ્વભાવે ઘણા મળતાવડા છે જેના કારણે આ શહેરમાં ખૂબ આસાનીથી નવા મિત્રો બનાવી શકાય છે. પોર્ટુગલમાં આવ્યું હોવાથી પોર્ટોમાં કદાચ ભાષા સમજવામાં તકલીફ થઈ શકે પરંતુ આ શહેરમાં ખાણી પીણી માટેના દુનિયાભરના વિકલ્પ પોસાય તેવા ભાવે ઉપલબ્ધ છે. પોર્ટોનો ઈતિહાસ ઘણો સમૃદ્ધ છે માટે ઇતિહાસમાં રસ ધરાવનારા માટે આ શહેર ઉત્તમ વિકલ્પ સાબિત થાય તેમ છે.

10. ટોક્યો

જાપાનની રાજધાની અને વિશ્વમાં આધુનિકતાની મિસાલ સમાન આ શહેર પણ વસવાટ કરવા માટે ખૂબ સારો વિકલ્પ છે. ટોક્યો માં જે લોકો પેહલેથી વસવાટ કરે છે તેમના મતે ટોક્યોમાં કંઇક નવું કરવા માટે વધુ શોધખોળ નથી કરવી પડતી. ટોક્યો આમ તો જાપાનીઝ ખાણીપીણી અને શાંતિપ્રિય સામાજિક વસ્તી માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે જ્યારે હવે Times Out ના આ નવા રિપોર્ટ અનુસાર વસવાટ કરવા માટે પણ આ ટોક્યો દુનિયામાં બીજા ઘણા શહેર કરતા સારો વિકલ્પ છે.

Times Out દ્વારા બહાર પડાયેલી સૂચિના ટોપ ટેન શહેરના નામ અને તેની થોડી જાણકારી ઉપરોક્ત મુજબ છે જ્યારે બાકીના 27 શહેરના નામ આ મુજબ છેઃ

11. લોસ એન્જલસ
12. શિકાગો
13. લંડન
14. બાર્સેલોના
15. મેલબોર્ન
16. સિડની
17. શાંઘાઈ
18. મેડ્રિડ
19. મેક્સિકો સિટી
20. હોંગ કોંગ
21. લિસ્બન
22. બોસ્ટન
23. મિલાન
24. સિંગાપોર
25. મિયામી
26. દુબઈ
27. બીજિંગ
28. પેરિસ
29. બુડાપેસ્ટ
30. આબુ ધાબી
31. સાઓ પાઉલો
32. જૉનેસબર્ગ
33. રોમ
34. મોસ્કો
35. બ્યુનોસ એરેસ
36. ઇસ્તંબુલ
37. બેંગકોક

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!