GSTV

શહેરમાં જીવલેણ વાયરસના નવા કેસ કરતાં ડિસ્ચાર્જનો આંકડો ઉંચો ગયો, નવા 143 ચેપગ્રસ્તો નોંધાયા

Corona

જીવલેણ વાયરસનો ભરડો રાજ્યમાં વધ્યો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પણ કોરોનાનો ઉપદ્રવ આટલો સમય પછી પણ યથાવત્ રહેવા પામ્યો છે. દરમ્યાન છેલ્લા 24 કલાકમાં નવા 143 કેસ નોંધાયા છે. જ્યારે સારવાર દરમ્યાન 4 દર્દીના કારણે મૃત્યુ થયા છે. બીજી તરફ સાજા થયેલા 223 લોકોને હૉસ્પિટલો તેમજ હોમ આઇસોલેશનમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. સરકાર દ્વારા જાહેર થતા આંકડા અનુસાર અત્યાર સુધીમાં કુલ 27139 કેસ નોંધાયા છે, તેમજ 1607 દર્દીના સારવાર દરમ્યાન જુદી જુદી હૉસ્પિટલોમાં મૃત્યુ થયા છે. કુલ 22345 દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થયા છે.

છેલ્લા 24 કલાકમાં નવા 143 કેસ નોંધાયા

દરમ્યાનમાં તમામ આંકડા છૂપાવવા પ્રયાસો કરી રહેલા મ્યુનિ. તંત્ર દ્વારા માત્ર એક્ટિવ કેસોના જ આંકડા જાહેર થઈ રહ્યા છે. તે જોતાં સૌથી વધુ 572 એક્ટિવ કેસો બોડકદેવ, થલતેજ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયાના ઉત્તર પશ્ચિમ ઝોનમાં નોંધાયા છે. બીજા ક્રમે પશ્ચિમ ઝોનમાં 544 દર્દીઓ સારવાર હેઠળ છે. પશ્ચિમના વિસ્તારોમાં 1577 એક્ટિવ કેસો છે આ પૈકી આદર્શ બંગ્લોઝ બોડકદેવ, સરસ્વતીનગર ગોતા, સાયના તિલક ચાંદલોડિયા, શુભલાભ સોસાયટી ઘાટલોડિયા, રંગવિલા એપા. નવરંગપુરા, સુભાષનગર ચાંદખેડા, ગણેશનગર ચાંદખેડા, ગણેશ હોમ્સ ચાંદખેડામાં સૌથી વધુ કેસ નોંધાયા છે.

કયા ઝોનમાં કેટલા એક્ટિવ કેસ ? 
મધ્ય ઝોન314
ઉત્તર ઝોન349
દક્ષિણ પશ્ચિમ ઝોન461
પશ્ચિમ ઝોન544
ઉત્તર પશ્ચિમ ઝોન572
પૂર્વ ઝોન451
દક્ષિણ ઝોન480
કુલ3171

દરમ્યાનમાં છેલ્લા બે દિવસ દરમ્યાન રેપિડ એન્ટિજન ટેસ્ટનું પ્રમાણ વડાપ્રધાન અને મુખ્યમંત્રીની સૂચના બાદ વધારી દેવાયું છે. ગઈકાલે અને આજે 21000 જેટલા ટેસ્ટ કરાયા છે. સરેરાશ બેથી અઢી ટકા પોઝિટિવ કેસો હોય છે. આ હિસાબે બે દિવસમાં જ 450થી 500 કેસોનો વધારો થયો હોવો જોઈએ. જે સરકારની યાદીમાં રિફ્લેક્ટ થતો નથી. સાચી આંકડાની સ્થિતિ છે તે મ્યુનિ.ના હેલ્થ ઓફિસર ભાવિન સોલંકી આપવા તૈયાર ના હોવાથી કોઈના ય ફોન ઉપાડતા નથી.

હેલ્થ ઓફિસર ફોન ઉપાડતા નહીં હોવાની ફરિયાદ મ્યુનિ. બોર્ડ અને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પણ અગાઉ થયેલી જ છે. ભાજપના સત્તાવાળાઓનો તંત્ર પર કાબૂ નહિ હોવાનું ચિત્ર આ બાબત પરથી ઉભું થયું છે. બીજી તરફ આવી ઘટનાઓના કારણે સામાન્ય લોકોને પણ સરકારી યાદીમાં જાહેર કરાતા આંકડા પર બહુ વિશ્વાસ રહ્યો નથી. કેમ કે, ટેસ્ટ વધ્યા છે, માઇક્રો કન્ટેન્મેન્ટ વધ્યા છે, તો દર્દીના આંકડા કેમ સ્થિર રહે છે તે પ્રશ્ન છે.

READ ALSO

Related posts

મહાનગરપાલિકામાં અધિકારીઓની દાદાગીરી, ચૂંટાયેલા પ્રતિનિધિઓનું પણ ગાંઠતા નથી !

Pravin Makwana

મોટાસમાચાર / કૃષિબિલની સામે સુપ્રિમ કોર્ટના દરવાજા ખખડાવશે આ રાજ્યની સરકાર, જાણો શું છે કારણ

Mansi Patel

વલસાડમાં આઇપીએલ પર સટ્ટો રમાડતા 3 લોકોને પોલીસ દ્વારા રંગેહાથ ઝડપી પાડ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!