GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

પશ્ચિમ-નવા પશ્ચિમના વિસ્તારોમાં વાયરસનો વધ્યો પ્રકોપ, શહેરમાં છેલ્લા 24 કલાકમાં વધુ 152 કેસો નોંધાયા

સમગ્ર રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી જીવલેણ વાયરસનાં આંકડામાં સતત પણે વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરમાં ઘાતક કોરોનાના દર્દીઓ અને મૃત્યુના આંકડા નીચા ગયા હોવા છતાં રાજ્યના સુરત સહીતના અન્ય શહેરોમાં કોરોનાનો પ્રકોપ વધ્યો હોવાથી લોકોમાં ભયની લાગણી યથાવત રહેવા પામી છે. દરમ્યાનમાં છેલ્લાં 24 કલાકમાં નવા 152 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે ત્રણ દરદીઓના સારવાર દરમ્યાન દુ:ખદ મૃત્યુ થયા છે. જિલ્લાના વિસ્તારો સહીત અત્યાર સુધીમાં કુલ દર્દીઓનો આંકડો 23151નો થઈ ગયો છે, જ્યારે મૃત્યુઆંક 3621ના આંકડાને આંબી ગયો છે. તેમજ સાજા થયેલાં 119 લોકોને આજે જુદી જુદી હોસ્પિટલોમાંથી રજા મળી હતી.

દર્દીઓનો આંકડો 23151 પર પહોંચ્યો

ઉપરાંત બીજી તરફ શહેરના જુદાં જુદાં વિસ્તારોમાં કોરોનાના કેસમાં સતત વધઘટ થયા કરે છે. આગળના દિવસે ઉત્તરઝોનમાં માત્ર 7 જ દર્દી નોંધાયા હતા, ત્યાં ગઈકાલના ફરી આંકડો 20ની ઉપર પહોંચી ગયો છે. મધ્યઝોનમાં એકી સંખ્યામાં આવતો આંકડો ફરી 11નો થઈ ગયો છે. દક્ષિણ ઝોનમાં 20 અને પૂર્વ ઝોનમાં 27 કેસ નવા નોંધાયા છે. જ્યારે નવા પશ્ચિમ ઝોનના સેટેલાઇટ, બોડકદેવ, થલતેજ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, વેજલપુર, મકતમપુરામાં સૌથી વધુ 44ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

નવા પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ પોઝિટીવ કેસો આવ્યા સામે

તેમજ પશ્ચિમઝોનના પાલડીથી સાબરમતી વચ્ચેના પટ્ટામાં 30 નવા દર્દીઓ બહાર આવ્યા છે. આમ 74 કેસ સાથે સૌથી આગળ રહીને પશ્ચિમના વિસ્તારોએ છેલ્લાં 15 દિવસનો ક્રમ જાળવી રાખ્યો છે.એક્ટિવ કેસો કુલ 3200 છે, તેમાંથી પશ્ચિમ પટ્ટાના જ 1576 થવા જાય છે. વાસણા વિસ્તારમાં રેપિડ-એન્ટિજન ટેસ્ટ માટે 23 ટીમો કામે લાગી હતી. જેમાં 1231 લોકોની ચકાસણી કરતાં 17ને કોરોના પોઝિટિવ હોવાનું જણાતા તેમાંથી કેટલાંક હોસ્પિટલમાં દાખલ થયા છે, જ્યારે માઇલ્ડ સિમ્ટન્સવાળાઓએ ઘેર રહીને હોમ-આઇસોલેશનમાં સારવાર લેવાનું ચાલુ કર્યું છે.

અનલોક-2 પછી બેદરકારીમાં થયો વધારો

ક્યા ઝોનમાં કેટલાં દર્દી, કેટલાં મૃત્યુ ?

ઝોનનવા કેસકુલ દર્દીવધુ મૃત્યુકુલ મૃત્યુએક્ટિવ કેસ
મધ્યઝોન1141120363250
પશ્ચિમઝોન3036481183597
ઉત્તર-પશ્ચિમ ઝોન261603049528
દક્ષિણ-પશ્ચિમ ઝોન181601082451
ઉત્તરઝોન2038412290433
પૂર્વ ઝોન2733580247491
દક્ષિણ ઝોન2039671267450
કુલ15222130414813200

શહેરમાં 129 જેટલાં પિંકએરિયા હોવાનું આરોગ્ય સેતુ એપ દ્વારા જણાયું છે. જ્યાં સર્વેક્ષણ અને રેપિડ ટેસ્ટીંગની કામગીરી વધારી દેવામાં આવી છે. જોકે અનલોક-2 પછી નાગરિકોએ વધુ સાવચેત રહેવાની જરૂર છે. ત્યાં મોટા પ્રમાણમાં બેદરકાર બની ગયાનું પણ દેખાય છે. ફુડ પાર્લર, પાનના ગલ્લાં, પાણી પુરીના ખુમચાવાળા, ચાની કીટલી, શાકભાજીની લારી પર લોકો સોશ્યલ ડિસ્ટન્ટ રાખ્યા વગર એકઠાં થાય છે અને કેટલાંક તો માસ્ક પણ નથી પહેરતાં.

READ ALSO

Related posts

ઓનલાઇન સેશનમાં પીએમ મોદીએ કહ્યું, જયેશ ક્યા છે દેખાતો નથી, બધુ બરાબર છે?

Nilesh Jethva

દિયોદર પંથકમાં વરસ્યો વરસાદ, ખેતીપાકને પણ નવજીવન મળતા ખેડૂતોમાં હરખની હેલી

pratik shah

અમેરિકાના વિદેશ પ્રધાનના નિવેદનથી મધ્ય-પૂર્વના દેશોમાં અશાંતિની આશંકા, આ દેશ આપી રહ્યો છે આતંકવાદીઓને શરણ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!