GSTV

નોર્વેના આ શહેરમાં માત્ર 40 મિનિટની હોય છે રાત્રી, કારણ જાણી તમે પણ ચોંકી ઉઠશો!

Last Updated on January 20, 2021 by Ankita Trada

દુનિયામાં ખગોળીય ઘટનાઓ એકથી વધીને એક રોમાંચિત કરી આપનાર નમૂના હાજર છે. તમને જાણીને આશ્વર્ય થશે કે, દુનિયામાં એક એવી જગ્યા છે. જ્યાં રાત્રે 12 વાગ્યે અને 43 મિનિટ પર સૂરજ છુપાય છે અને માત્ર 40 મિનિટના અંતરાલ પર ફરીથી ઉગી જાય છે.

કંટ્રી ઓફ મિડનાઈટ સન

આ નજારો નોર્વેમાં જોવા મળે છે. અહીંયા અડધી રાત્રે સૂરજ છુપાય છે અને માત્ર 40 મિનિટ બાદ રાત્રે લગભગ દોઢ વાગ્યે પક્ષીઓ કર્કશ શરૂ કરે છે. તમને જણાવી દઈએ કે, આ સિલસિલા એક-બે દિવસ નહી, વર્ષમાં લગભગ દોઢ મહીના સુધી ચાલે છે. તેથી તેને ‘કંટ્રી ઓફ મિડનાઈટ સન’ કહેવામાં આવે છે. જાણો આ અદ્ભભૂત ઘટના વિશે…

વિશેષ છે હેમરફેસ્ટ શહર

યૂરોપ મહાદ્વીપના ઉત્તરી કિનારા પર વસેલ શહેર હેમરફેસ્ટમાં અડધી રાત્રે 12:43 વાગ્યે રાત્રીનો નજારો જોવા મળે છે. બાદમાં રાત્રે 1:30 વાગ્યાની આસપાસ દિવસ હોવા પર પક્ષીઓનો અવાજ સંભળાવવા લાગે છે. આ જગ્યા પર માત્ર 40 મિનિટ માટે સૂરજ ડૂબે છે. આ દેશમાં રાત્રી કેટલાક કલાકમાં નહી, પરંતુ થોડી મિનિટોમાં જ ખત્મ થઈ જાય છે.

76 દિવસ સુધી નથી થતો સૂર્યાસ્ત

નોર્વે પોતાની સુંદરતા માટે વિશ્વ વિખ્યાત છે. આ દુનિયાના અમીર દેશમાં શુમાર છે. એટલું જ નહી, અહીંયાના લોકો સ્વાસ્થ્યને લઈને ઘણા સજાગ છે., પરંતુ આ વિશેષતાઓની વચ્ચે નોર્વેની સૌથી મોટી ખૂબી છે તેમની પ્રાકૃતિક સુંદરતા. તમને જણાવી દઈએ કે, આ દેશ આર્કટિક સર્કલની અંદર આવે છે. મેથી જુલાઈની વચ્ચે લગભગ 76 દિવસ સુધી અહીંયા સૂરજ અસ્ત થતો નથી.

આખરે શા માટે હોય છે 40 મિનિટની વાત

40 મિનિટની રાત્રી હોવા પાછળ એક ખગોળીય ઘટના છે. 21 જૂન અને 22 ડિસેમ્બરના સૂરજની રોશની ધરતીના સમાન ભાગમાં ફેલાતી નથી. ખરેખર પૃથ્વી 66 ડિગ્રીનું એન્ગલ બનાવતા ફરે છે. આ ઝુકાવના કારણે દિવસ અને રાત્રીના ટાઈમમાં અંતર આવે છે. નોર્વેમાં 40 મિનિટની રાત 21 જૂનવાળી સ્થિતિથી હોય છે. આ સમયે 66 ડિગ્રી ઉત્તરી અક્ષાંશથી 90 ડિગ્રી ઉત્તરી અક્ષાંશ સુધીનો ધરતીનો પૂર્ણ ભાગ સૂરજની રોશનીમાં રહે છે. તેનાથી સૂરજ માત્ર 40 મિનિટ માટે ડૂબે છે.

કેવો દેખાય છે નજારો?

આ શહેર ખૂબ જ સુંદર છે. અહીંયાના લોકો સરળ અને સ્વસ્થ જીવન જીવવાનું પસંદ કરે છે. આ દેશના પ્રાકૃતિક નજારાઓને જોવા માટે દૂર-દૂરથી લોકો આવે છે. અડધી રાત્રીનું સત્ય જોવા માટે અહીંયા મેથી જુલાઈની દરમિયાન પર્યટકોની ભીડ ખાસ કરીને લાગે છે.

READ ALSO

Related posts

તાલિબાની આતંક: અફઘાનિસ્તાનમાં આવેલા સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય પરિસર પર હુમલો, એક ગાર્ડનું મોત

Pravin Makwana

ટોક્યો 2020: ભારતીય મહિલા હૉકી ટીમે દેશવાસીઓને આશા જગાડી, આફ્રિકાને હરાવી ક્વાર્ટર ફાઈનલમાં મળી શકે છે જગ્યા

Pravin Makwana

જાહેરનામુ/ ડ્રોન કેમેરા ઉડાડતા પહેલાં હવે ફરજિયાતપણે લેવી પડશે પોલીસની મંજૂરી, આ નિયમોનું પાલન નહીં કરો તો ભરાશો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!